ખંડવા જિલ્લો

વિકિપીડિયામાંથી

ખંડવા જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ખંડવા જિલ્લાનું મુખ્ય મથક ખંડવા શહેરમાં આવેલું છે.

સમુદ્ર તળથી ૯૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લાને દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે. આ જિલ્લો નર્મદા તેમ જ તાપી નદીની ખીણો મધ્યે આવેલો છે. ૬૨૦૦ વર્ગ કિમી. જેટલા ક્ષેત્રમાં ફેલાયેલ ખંડવા જિલ્લાની સીમાઓ બેતૂલ, હોશંગાબાદ, બુરહાનપુર, ખરગોન અને દેવસ જિલ્લાને જોડાયેલી છે. ઓમકારેશ્‍વર અહીંનું લોકપ્રિય ઔર પવિત્ર દર્શનીય સ્‍થળ છે. આ મંદિર ભારતભરનાં ૧૨ જ્યોતિર્લિગોં પૈકીનું એક છે, જેનું મહત્વ વિશેષ છે. આ ઉપરાંત ઘંટાઘર, દાદા ધુનીવાલે દરબાર, હરસુદ, સિદ્ધનાથ મંદિર અને વીરખાલા રૂક અહીંનાં અન્ય લોકપ્રિય પર્યટન સ્થળો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]