અનૂપપુર જિલ્લો

વિકિપીડિયામાંથી

અનૂપપુર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અનૂપપુર જિલ્લાનું મુખ્ય મથક અનૂપપુર શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનો કુલ વિસ્તાર ૩૭૦૧ ચોરસ કિલોમીટર, અને વસ્તી ૬૬૭,૧૫૫ (૨૦૦૧ વસતીગણતરી). જેટલી છે. આ પૈકી ૩૦૯,૬૨૪ જેટલા લોકો આદિવાસીઓ એટલે કે શીડ્યુલ ટ્રાઇબ્સ અને ૪૮,૩૭૬ જેટલા લોકો પછાત જાતિના એટલે કે શીડ્યુલ કાસ્ટસના છે. આ જિલ્લાની પૂર્વ દિશામાં છત્તીસગઢ રાજ્યનો કોરિયા જિલ્લો, દક્ષિણ - પૂર્વ દિશામાં છત્તીસગઢ રાજ્યનો બિલાસપુર જિલ્લો, દક્ષિણ - પશ્ચિમ દિશામાં મધ્ય પ્રદેશ રાજ્યનો ડિંડોરી જિલ્લો, પશ્ચિમ દિશામાં મધ્ય પ્રદેશનો ઉમરિયા જિલ્લો, અને ઉત્તર દિશામાં તેમ જ ઉત્તર - પશ્ચિમ દિશામાં મધ્ય પ્રદેશનો શાહડોલ જિલ્લો આવેલા છે.

આ જિલ્લામાં એક જવાહર નવોદય વિદ્યાલય અમરકંટક ખાતે આવેલું છે, કે જે બબ્બે નદીઓનું ઉદગમસ્થાન છે. i.e. નર્મદા નદી અને સોન નદી.


આ જિલ્લાની રચના ૧૫મી ઓગસ્ટ, ૨૦૦૩ના દિને શાહડોલ જિલ્લાનું વિભાજન કરી કરવામાં આવી હતી. આ જિલ્લો વહીવટી રીતે રેવા વિભાગના વિસ્તારમાં આવે છે.

અનુપપુર જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જંગલોથી આચ્છાદિત છે. નર્મદા નદી કે જે મૈકલની પર્વતમાળામાં આવેલા અમરકંટકની પહાડીઓમાંથી ઉદભવે છે અને સોન નદી કે જે નજીકમાંથી જ ઉદભવે છે.