નર્મદા નદી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
નર્મદા
રેવા
નદી
જબલપુર નદી નર્મદા કિનારો
રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત
Tributaries
 - left બુરહનેર નદી, બંજર નદી, શેર નદી, શક્કર નદી, દુધી નદી, તવા નદી, ગંજાલ નદી, છોટા તવા નદી, કુંડી નદી, ગોઇ નદી, કરજણ નદી
 - right હિરણ નદી, તેંડોની નદી, ચોરલ નદી, કોલાર નદી, મન નદી, ઉરી નદી, હાતની નદી, ઓરસંગ નદી
શહેરો હોસંગાબાદ, જબલપુર, માંધતા, બરવાણી, ઓમકારેશ્વર, બરવાહા, માહેશ્વર, મંડલા, ભરૂચ, રાજપીપળા, ધરમપુરી
Source નર્મદા કુંડ
 - location અમરકંટક ઉચ્ચપ્રદેશ, અનુપ્પુર જિલ્લો, મધ્ય ભારત, મધ્ય પ્રદેશ
 - elevation ૧,૦૪૮ m (૩,૪૩૮ ft)
મુખપ્રદેશ ખંભાતનો અખાત (અરબી સમુદ્ર)
 - સ્થાન ભરૂચ જિલ્લો, ગુજરાત
 - elevation ૦ m (૦ ft)
લંબાઇ ૧,૩૧૨ km (૮૧૫ mi) approx.
Discharge
 - average ૧,૪૪૭ m3/s (૫૧,૧૦૦ cu ft/s) [૧]
Discharge elsewhere (average)
 - ગરૂડેશ્વર ૧,૨૧૬ m3/s (૪૨,૯૪૩ cu ft/s) [૨]
નર્મદા મધ્ય પ્રદેશના અમરકંટક ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે અને ગુજરાતમાં અરબ સાગરમાં વિલિન થાય છે
નર્મદાના વહેણનો નકશો અને તેની મોટી શાખાઓ

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક કરોડો રૂપિયાના ખર્ચે સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૦ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરની નર્મદા બચાઓ આંદોલન બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.

મહાત્મ્ય[ફેરફાર કરો]

આરસપહાણની શીલાઓ પરથી વહેતી નર્મદા
 • ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
 • નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે.
 • હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે.
 • આ નદી ગુજરાતમાં હુકમેશ્વર પાસેથી પ્રવેશે છે.
 • કુદરતી પ્રક્રીયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરો ને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
 • નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્‌પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
 • ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.
 • નર્મદા નદી ની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.
 • જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમણે આ યાત્રાના વર્ણનો ખૂબ જ રસભર લખ્યા છે, જે પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે.
 • નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Kumar, Rakesh; Singh, R.D.; Sharma, K.D. (૧૦ સપ્ટેમ્બર ૨૦૦૫). "Water Resources of India" (PDF). Current Science (Bangalore: Current Science Association) 89 (5): 794–811. Retrieved ૧૩ ઓક્ટોબર ૨૦૧૩. 
 2. "Narmada Basin Station: Garudeshwar". UNH/GRDC. Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૩. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]