માંધાતા બેટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ટાપુનો દક્ષિણ ભાગ છે જ્યાં ઓમકારેશ્વર મંદિર (સફેદ) જોઈ શકાય છે.

માંધાતા બેટ (Hindi: मान्धाता) એ નર્મદા નદીમાં આવેલ એક ટાપુ છે, જે શિવપુરી અથવા ઓમકારેશ્વર તરીકે પણ ઓળખાય છે. ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં સ્થિત છે. ટાપુના દક્ષિણ ભાગમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે. આ ઓમકારેશ્વર માંધાતા નર્મદા કિનારે સ્થિત માંધાતા ટેકરીઓ પર આવેલ છે. આ નામ "ઓમકારેશ્વર" આ ટાપુનો આકાર ઓમ જેવો હોવાને કારણે કહેવાય છે. તે લગભગ ૨ કિ. મી. લંબાઈ અને ૧ કિ. મી. પહોળાઈ જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. સ્થાનિક પરંપરા છે કે રાજા માંધાતાએ શિવને અહીં અંજલિ અર્પણ કરી હતી અને આ પવિત્ર સ્થળને તેણે પોતાનું પાટનગર બનાવ્યું હતું. આ સ્થળ અજમેર-ખંડવા રેલ માર્ગ પર આવેલ ઓમકારેશ્વર રેલ્વે સ્ટેશન થી લગભગ ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલું છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Vijayendra Kumar Mathur. Aitihasik Sthanavali. p. ૧૧૫.

Coordinates: 22°15′N 76°09′E / 22.25°N 76.15°E / 22.25; 76.15