લખાણ પર જાઓ

ઓમકારેશ્વર

વિકિપીડિયામાંથી
ઓમકારેશ્વર
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ
ઓમકારેશ્વર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોખંડવા જિલ્લો
દેવી-દેવતાઓમકારેશ્વર (શિવ)
તહેવારમહાશિવરાત્રિ
સ્થાન
સ્થાનઓમકારેશ્વર
રાજ્યમધ્ય પ્રદેશ
દેશભારત
ઓમકારેશ્વર is located in Madhya Pradesh
ઓમકારેશ્વર
મધ્ય પ્રદેશના નક્શામાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°14′44.1″N 76°09′03.8″E / 22.245583°N 76.151056°E / 22.245583; 76.151056
વેબસાઈટ
http://www.shriomkareshwar.org

ઓમકારેશ્વર હિંદુ દેવ શિવ ને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન) અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન). પણ દ્વાશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર, મામલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર અવેલું છે.

દંતકથા અને ઇતિહાસ

[ફેરફાર કરો]
દીવાઓના પ્રકાશમાં ઓમકારેશ્વર

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથી ત્રણ ઘણી પ્રચલિત છે.

પ્રથમ કથા એ વિંઘ્ય પર્વત વિષેની છે. એક સમયે નારદ મુનિ (બ્રહ્માજીના પુત્ર) કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્ય એ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવ એ લિંગના બે ભાગ કર્યાં. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મામલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે. વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન પાળ્યું. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં. અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછાં નહીં ફરે ત્યં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્થાયી થયાં જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે દ્વાદશ જ્યોતિર્લિગમાંનો એક છે.

એક અન્ય કથા રાજા મંધાતને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ કુળના રાજા મંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિઁગ સ્વરૂપે પ્રગટથવા મનાવ્યાં હતાં. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્રો અંબરિશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરાયાં હતાં. આને કારણે તે પર્વતનુઁ નામ મકંધાત પર્વત પડ્યું છે.

એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું જેમાં દાનવોનો વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમ જનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કે તપશ્ચર્યા કરી. તેમની આરાધના ના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યાં.

આ સ્થળ ભારતના મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. મધ્ય પ્રદેશના મોર્તક્કાથી આ સ્થળ ૨૦ કિમી દૂર આવેલું છે. આ સ્થળ પવિત્ર નદી નર્મદાથી બનેલું છે. આ નદીએ ભારતની પવિત્ર નદીઓમાં ની એક મનાય છે, જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે.

વાહન વ્યવહાર

[ફેરફાર કરો]

આ સ્થળ ટાપુ પર આવેલ હોવાથી અહીં પહોંચવા માટે આગબોટ ઉપલબ્ધ છે આ ઉપરાંત બે પુલ દ્વારા પણ અહીં પહોંચી શકાય છે.

હવાઈમાર્ગે : ઈંદોર હવાઈ મથક ૯૯ કિમી, ઉજ્જૈન હવાઈ મથક ૧૩૩ કિમી દૂર.

રેલ માર્ગે : સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલ્વેની રતલામ -ખાંડવાખંડમાં ઓમકારેશ્વર રોડ અહીંથી ૧૨ કિમી દૂર છે. પણ તે મુખ્ય લાઈન પર નથી. મુંબઈ અને દીલ્હીથી જોડાયેલ અન્ય મુખ્ય રેલ્વે મથક ઈંદોર છે જે અહીંથી ૭૭ કિમી દૂર છે.

રસ્તામાર્ગે : ઓમકારેશ્વર મધ્ય પ્રદેશના મુખ્ય શહેરો અને ગામડાઓથી રસ્તા માર્ગે જોડાયેલું છે. ઈંદોર, ઉજ્જૈન, ખંડવા (૬૧ કિમી) અને ઓમકારેશ્વર રોડથી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. ખાંડવા સ્ટેશનેથી ઓમકારેશ્વર પહોંચવા ૨.૫ કલાક લાગે છે. ખાંડવાથી ઓમકારેશ્વર જતાં રસ્તામાં ડાબી તરફ ગાયક કિશોર કુમારનું સ્મારક જોઈ શકાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]