ઘૃષ્ણેશ્વર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઘૃષ્ણેશ્વર
Grishneshwar Temple.jpg
ઘૃષ્ણેશ્વર મંદિર
ઘૃષ્ણેશ્વર is located in Maharashtra
ઘૃષ્ણેશ્વર
મહારાષ્ટ્રમાં સ્થાન[૧]
સામાન્ય માહિતી
ભૌગોલિક સ્થાન 20°1′29.9″N 75°10′11.7″E / 20.024972°N 75.169917°E / 20.024972; 75.169917
જોડાણ હિંદુ
દેવી-દેવતા ઘૃષ્ણેશ્વર (શિવ)
જિલ્લો ઔરંગાબાદ
રાજ્ય મહારાષ્ટ્ર
દેશ ભારત

ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે.

જ્યોતિર્લિંગ[ફેરફાર કરો]

શિવ પુરાણ અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સૃષ્ટિની રચનાના આધિપત્યને લઈને વિવાદ થયો.[૨] તેમની પરીક્ષા કરવા, શિવજી એજ ત્રણે લોકને ભેદતું એક અંતહીન જ્યોતિર્લિંગ બનાવ્યું. તેનો અંત કે સ્ત્રોત શોધાવા બ્રહ્મા નીચે તરફ અને વિષ્ણુ ઉપર તરફ ગયા. તેમને આનો છેડો મળી ગયો એમ બ્રહ્માજી અસત્ય બોલ્યાં જ્યારે વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી. શિવજી એક અન્ય સ્તંભ તરીકે પ્રગટ થયાં અને તેમણે બ્રહ્માને શાપ આપ્યો કે કોઈ પણ પૂજા-અર્ચના આદિમાં તેમનું કોઈ સ્થાન નહીં રહે જ્યારે અનંતકાળ સુધી લોકો વિષ્ણુની પૂજા કરશે.

'જ્યોતિર્લિંગ' એ સર્વોચ્ચ ભિન્ન ન કરી શકાય એવું સત્ય માનવામાં આવે છે, જેમાં શિવનો અંશ રહેલો હોય છે. આ જ્યોતિર્લિંગ એવા સ્થળો છે જ્યાં ભગવાન શંકર દિવ્ય જ્યોતી સ્વરૂપે પ્રગત થયા હતાં.[૩][૪] એમ માનવામાં આવે છે કે શરૂઆતમાં ૬૪ જ્યોતિર્લિંગ હતાં. તેમાંના ૧૨ને અત્યંત પવિત્ર અને શુકનવંતા માનવામાં આવે છે.[૨] દરેક જ્યોતિર્લિંગનું તેના અધિપતી દેવ પ્રમાણે નામકરણ કરાયું છે - તે દરેક શિવના જ વિવિધ સ્વરૂપો છે.[૫] આ દરેક દેવસ્થાનની મૂળ મૂર્તિ એ એક લિંગ છે જે એક અનંત સ્તંભનું ચિન્હ છે, જે અનંત અને વિશાળ એવા શિવજીને દર્શાવે છે.[૫][૬][૭] આ બાર જ્યોતિર્લિંગ છે: ગુજરાતમાં સોમનાથ, શ્રીસૈલમ (આંધ્ર પ્રદેશ)માં મલ્લિકાર્જુન, ઉજ્જૈન (મધ્ય પ્રદેશ)માં મહાકાલેશ્વર, મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, મહારાષ્ટ્રમાં ભીમાશંકર, વારાણસી (ઉત્તર પ્રદેશ)માં વિશ્વેશ્વર, મહારાષ્ટ્રમાં ત્ર્યંબકેશ્વર, ઝારખંડના દેવગઢમાં વૈદ્યનાથ, ગુજરાતનાં દ્વારકામાં નાગેશ્વર, તમિલનાડુમાં રામેશ્વરમ અને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ઘૃષ્ણેશ્વર[૨][૮].

મંદિર[ફેરફાર કરો]

ઘૃષ્ણેશ્વર મંદિરનું પુન:નિર્માણ ૧૬મી સદીમાં વેરુળના માલોજી રાજે ભોંસલે (શિવાજીના દાદાજી)દ્વારા કરવામાં આવ્યું અને ત્યાર બાદ ૧૮મી સદીમાં અહિલ્યાબાઈ હોળકર દ્વારા તેનું પુન:નિર્માણ કરાયું. અહીલ્યાબાઈએ બનારસના કાશીવિશ્વનાથ મંદિર અને ગયાના વિષ્ણુપુર મંદિરનું પણ પુનર્નિર્માણ કરાવ્યું હતું.

સ્થાન[ફેરફાર કરો]

ઘૃષ્ણેશ્વર મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક આવેલા દૌલતાબાદથી ૧૧ કિમી દૂર છે. એક સમયે દૌલતાબાદ દેવગિરી તરીકે પ્રસિદ્ધ હતું. આની નજીક ઈલોરા, અજંતાની ગુફાઓ જેવા પ્રવાસી આકર્ષણો છે.

દંતકથા[ફેરફાર કરો]

એક સમયે કુસુમ નામની એક ભક્ત સ્ત્રી શિવલિંગને તળાવમાં બોળીને પુજા કરતી. આ તેનો નિત્ય ક્રમ હતો. તેના પતિની પ્રથમ પત્ની તેની ભક્તિ અને સમાજમાં માનથી ઈર્ષ્યા પામતી અને તેણે કુસુમના બાળકની હત્યા કરાવી. દુ:ખી કુસુમે પોતાનો નિત્ય ક્રમ ન છોડ્યો અને જ્યારે તે શિવલિંગને ફરી તળાવમાં બોળવા ગઈ કે તેનો પુત્ર સજીવન થઈ ગયો. શિવ ભગવાન તેની અને ગામડાના લોકો સમક્ષ પ્રગટ થયાં અને ત્યારથી ત્યાં ઘુષ્મેશ્વર સ્વરૂપે શિવલિંગ પુજાય છે.

ચિત્રમાલા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Grishneshwar Aurangabad GPS Govt of Maharashtra
 2. ૨.૦ ૨.૧ ૨.૨ R. 2003, pp. 92-95
 3. Eck 1999, p. 107
 4. See: Gwynne 2008, Section on Char Dham
 5. ૫.૦ ૫.૧ Lochtefeld 2002, pp. 324-325
 6. Harding 1998, pp. 158-158
 7. Vivekananda Vol. 4
 8. Chaturvedi 2006, pp. 58-72

નોંધ[ફેરફાર કરો]

   , http://books.google.com/books?id=bchgql0em9YC&pg=PA58&dq=jyotirlinga&hl=en&sa=X&ei=tatJT_lXtIayAvm-2OoI&ved=0CEEQ6AEwAw#v=onepage&q&f=false 
   , http://books.google.com/books?id=J57C4d8Bv6UC&pg=PA107&dq=jyotirlinga&hl=en&sa=X&ei=uCxKT_eNKczMsQLV9vj6BA&ved=0CGEQ6AEwCA#v=onepage&q=jyotirlinga&f=false 
   , http://books.google.com/books?id=tdsRKc_knZoC&pg=PT271&dq=jyotirlinga&hl=en&sa=X&ei=uCxKT_eNKczMsQLV9vj6BA&ved=0CGcQ6AEwCQ#v=onepage&q=jyotirlinga&f=false .
   , http://books.google.com/books?id=5kl0DYIjUPgC 
   , http://books.google.com/books?id=ZtnNw_hiA9oC&pg=PT113&dq=jyotirlinga&hl=en&sa=X&ei=p5FJT87jJsOHsgLpg_zqCA&ved=0CDsQ6AEwAg#v=onepage&q=jyotirlinga&f=false 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]