ઇલોરાની ગુફાઓ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઇલોરાની ગુફાઓ
Ellora-Jain-cave.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
સ્થળ Marathwada, ભારત[૧] Edit this at Wikidata
અક્ષાંસ-રેખાંશ 20°01′35″N 75°10′45″E / 20.0264°N 75.1792°E / 20.0264; 75.1792
સમાવેશ થાય છે Kailashnath Temple Edit this on Wikidata
માપદંડ સાંસ્કૃતિક: (i), (iii), (vi) Edit this on Wikidata[૨]
સંદર્ભ 243
સમાવેશ 1983 (૭મું સત્ર)

ઈલોરા (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે ભારત દેશમાં ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશ એ બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.

ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. આમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફ઼ા મન્દિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.

ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. [૩] આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.[૪]

ચિત્રો[ફેરફાર કરો]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ellora Caves". Retrieved 12 માર્ચ 2018. 
  2. http://whc.unesco.org/en/list/243.
  3. "અતુલ્ય ભારત". ઇનક્રેડેબલ ઇંડિયા. Retrieved 2007-6-23. 
  4. "Ellora UNESCO World Heritage Site". Retrieved 2006-12-19. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]