વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
સ્થળ | ઉત્તરાખંડ, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 30°44′00″N 79°38′00″E / 30.733333333333°N 79.633333333333°E |
માપદંડ | natural phenomena or areas of exceptional natural beauty, significant natural habitats for in-situ conservation of biological diversity ![]() |
સંદર્ભ | 335-002 |
સમાવેશ | ૧૯૮૮ (અજાણ્યું સત્ર) |
વેબસાઇટ | uttarakhandtourism |
વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય રાષ્ટ્રીય પાર્ક, પશ્ચિમ ઉચ્ચ હિમાલય માં આવેલ છે, તે અલ્પાઇન ફૂલ અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ દુર્લભ પ્રાની જેમકે એશિયાઈ કાળા રીંછૢ હિમ ચિત્તોૢ કથ્થૈ રીંછ અને ભૂરું ઘેટું આદિનું ઘર છે. વેલી ઓફ ફ્લાવર્સની હલકું સૌંદર્ય નંદાદેવીના જંગલી ભૂતળની પૂરક છે. આ બનેં સાથે મળીને ઝંસ્કર અને હિમાલય ને જોડતી કડી બને છે. આ પાર્ક ૮૭.૫૦ ચો કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે. વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે. પ્રસિદ્ધ પર્વતારોહકૢ વનસ્પતિશાસ્ત્રીઓ અને હિંદુ પુરાણોએ આની સુંદરતા વર્ણવી છે.આની કોમલ પરિદૃશ્ય, અલ્પાઇન ફૂલોં કી અદભુત સુંદરતા ધરાવતા મેદાનો અને નંદા દેવી જેવા અંતરિયાળ દુર્ગમ પ્રદેશમાં પ્રવેશવાની સરળતા આ પ્રદેશની વિશેષતા છે. વેલી ઓફ ફ્લાવર્સ માં વિવિધ રંગે ખીલી ઉઠેલ ફૂલોને લીધે લાગે છે જાણે પ્રકૃતિએ રંગોનો છંટકાવ કરેલ હોય. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષીત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ ધરોહર સ્થળ છે. સ્થાનીય લોકો આના અસ્તિત્વ વિષે જાણતા હતાં અને તેમનું માનવું છે કે પરીઓ અહીં વસવાટ કરે છે. ઘાટી બ્રહ્મ કમળ જેવા ઘણાં ફૂલોનું ઘર છે, બ્લૂ પોસ્તા અને કોબરા લિલિ. આલ્પાઈન ફ્લોરાની વિવિધ પ્રજાતિનું નિવાસસ્થાન તેને જૈવિક અને વનસ્પતિય વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ મહત્ત્વની છે. જે પશ્ચિમ હિમાલયન જૈવિક ક્ષેત્રનું પ્રતિનિધી છે. ઝસ્કર પર્વત અને હિમાલયની વચ્ચેના ક્ષેત્રમાં ઘણી લુપ્ત પ્રાય૰ વનસ્પ્તિ જોવા મળે છે જે અન્ય ક્યાંય દેખાતી નથી. ઉત્તરાખંડનો આભાગ ઉચ્ચ ગઢવાલ માં આવેલ છે અને વર્ષના અધિકત્તર સમયમાં દુર્ગમ હોય છે. આ ક્ષેત્ર હિમાલયની ઝાસ્કર પર્વતમાળામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉધ્યાનનું સૌથી ઉંચુ સ્થાન ગૌરી પર્વત છે જેની ઉંચાઈ સમુદ્ર સપાટી થી ૬૭૧૯મી છે
ઇતિહાસ[ફેરફાર કરો]
આ સ્થાનનો પરિચય જગતને કરાવાવનું શ્રેય ફ્રેંક સ્માઈથ નામના વનસ્પતિ શાસ્ત્રીૢ પર્વતારોહીૢ અને સંશોધકને જાય છે. તેઓ ૧૯૩૭ના ચોમાસામાં અહીં કેમ્પ બનાવી ર્હ્યાં હતાં અને ઘણાં ઉપયોગિ સંશોધનો કર્યાં હતાં. તેમણે ધ વેલી ઓફ ફ્લાવર્સ નામનું પુસ્તક લખ્યું. જેમાં તેમણે આ સ્થળના અપ્રતીમ સૌંદર્યનું વર્ણન કર્યું અને પ્રકૃતિના આ સુંદર રત્નને વિશ્વના વન્ય જિજ્ઞાસુઓ સાથે મિલન કરાવ્યું.
આ સ્થળનો વધુ અભ્યાસ કરવા ૧૯૩૯માં રોયલ બોટેનિક ગાર્ડન્સૢ એડીનબર્ગ દ્વારા માર્ગારેટ લેગી નામની વનસ્પતિ શાસ્ત્રીને મોકલવામાં આવી. અમુક ફૂલોના નમૂના લેતાં પર્વતના ઢોળાવ પરથી તેમનો પગ સરકતાં તેમણે જાન ગુમાવ્યાં.તેમની બહેને પછી તે સ્થળની મુલાકાત લીધી અને તે સ્થળે તેમનું સ્મૃતિચિન્હ બંધાવ્યું. હજી પણ તે મેમોરિયલ ત્યાં જોઈ શકાય છે.
વ્યવસ્થાપન[ફેરફાર કરો]
આ રાષ્ટ્રીય ઉધ્યાનમાં કોઈ વસાહત નથી અને તેમાં ઢોર ચરાવવાની પરવાનગી નથી. આ પાર્ક માત્ર ઉનાળામાં જૂન અને ઓક્ટોબર વચ્ચે જ ખુલ્લુ રહે છે. તે સિવાયના સમયમાં તે હિમાચ્છાદિત રહે છે.
સ્થાન[ફેરફાર કરો]
રાજ્ય: ઉત્તરાંચલ
ચોક્કસ સ્થાન: તે ગઢવાલ જિલ્લાના જોષી મઠ નજીક ભ્યુંદર ગંગાના ઉચ્ચ વિસ્તારોમાં આવેલ છે.
જિલ્લો: ચમોલી
નજીકનું નગર: જોષી મઠ
આરોહણ[ફેરફાર કરો]
વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવા માટે લગભગ ૧૭ કિલોમીટરનું આરોહણ કરવું પડે છે. અહીંથી સૌથી નજીકનું શહેર જોષીમઠ છે જે ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે. આશહેર હરિદ્વાર અને દેહરાદૂન જેવા રેલ્વે મથકો સાથે જોડાયેલું છે. આ બનેં સ્થળ જોષીમઠથી ૨૭૦ કિમી દૂર છે.
જોષીમઠથી કોઈ વાહન ભાડે કરી જે તમને પાર્કના ૧૭ કિમી અંદર ગોવિંદઘાટ સુધી લઈ જાય છે. વેલી ઓફ ફ્લાવર્સ જવાનો રસ્તો જોષીમઠથી બદ્રીનાથ ના રસ્તે જ ચાલે છે પણ મધમાં એક ફાંટો આ રસ્તાથી છૂટો પડે છે જે તમને ગોવિંદઘાટ પહોંચાડે છે. ગોવિંદ ઘાટથી ૧૪ કિમી આરોહણ કરી તમે ઘાંઘરીયા નામની નાનકડી સુધી પહોંચો છો. જ્યાં રસ્તાઓ અટકે છે. આ સ્થળથી ૩ કિમી દૂર વેલી ઓફ ફ્લાવર્સ આવેલ છે. હેમકુંડ સાહેબ ઘાંઘરીયાથી ૫ કિમી દૂર છે
આમ તો વેલી ઓફ ફ્લાવર્સ ઘાંઘરીયાથી ચાલુ થઈ જાય છે પણ ખરેખરી વેલીઓફ ફ્લાવર્સ જેને કહી શકાય તે સ્થળ તો કરાડ અને ઝરાણાની પેલે પાર છે. રતબાણ પર્વત વેલીની સામે આવે છે અને છેવટે કુંત ખાલ આવે છે. વેલી ઓફ ફ્લાકર્સમાં જાજરમાન શિખરો સમાયેલા છે. પુષ્પાવતી નદીવહેતા વહેત બે ખંડમાં વહેંચાઈ જાય છે. ઘણાં નાના ઝરણાં પણ અહીંથી વહી છે જે આ ક્ષેત્રને પાણી સીંચતા રહે છે. આ ઝરણાં આ ક્ષેત્રની સુંદરતા વધારતાં આગળ વધી પુષ્પાવતી નદીને મળે છે. આ ખીણમાં ફૂલોને જોવાનું એક જ આરોહણ છે તમને અહીં ઘણાં પતંગિયા પણ જોવા મળે છે. તમને રસ્તે ચાલતાં કસ્તુરી મૃગ ભારલ (ભુરું ઘેટું)ૢ હિમાલયન રીંછૢ હિમાલયન મુષક સસલુંૢ હિમ દીપડો પણ જોવા મળી શકે. પક્ષીવિદો માટે પણ આક્ષેત્ર સ્વર્ગ સમાન છે. ઘાસના મેદાનોને ફુલોૢ ધોધૢ ઝરણાંૢ મોટા ખડકોૢ આદિ દ્વારા શણગારેલી લાગે છે. પરવતા રોહીમાટે કેમ્પ ઘાંઘરીયામાં હોય છે જ્યાંથી વેલીઓફ ફ્લાવર્સ ૩ કિમી આરોહણ પર છે. આ એક હળવા સ્તરની ચઢાઈ છે અને રસ્તો સાફ દેખાય છે.
ફરવાનો આદર્શ સમય: મદ્ય જુલાઈ થી મધ્ય ઓગસ્ટ.
પ્રાણીસંપદા[ફેરફાર કરો]
આ ઉધ્યાન થાર હિમ ચિત્તો કસ્તુરીમૃગ લાલ શિયાળૢ સામાન્ય લંગુર ભારલ સેરો હિમાલયન કાળા રીંછ પીકા (મુષક) અને ઘણી વિવિધ જાતિના પતંગિયાનું ઘર છે. પક્ષેઓમાં અહીં હિમાલયન સોનેરી સમડીૢ ગ્રીફોન ગીધૢ હિમ પેટ્રીજૢ હિમાલયન હિમ કુકટૢ હિમાલયન મોનલૢ હિમ કબુતર ચકલી બાજ આદિ છે.
વનસંપદા[ફેરફાર કરો]
આ ક્ષેત્રની જમીન ખાસ કરીને ઓર્કીડ્સૢ પોપ્પીસ્-ૢ પ્રિમ્યુલાૢ મેરીગોલ્ડૢ ડેઈઝીૢ અને એનીમોનીસથી ઢંકાયેલ છે. બીર્ચ અને રોડો- ડેન ડ્રોન જેવા આલ્પાઈન જંગલો આ પાર્કને અમુક ટકા બુમિ પર આવેલા છે.
અન્ય આકર્ષણો[ફેરફાર કરો]
હેમકુંડ સાહેબ: આ એક ખૂબ લોકપ્રિય પર્વતારોહી સ્થળ છે, તે ગોવેંદઘાટૅથી ૧૫ કિમીના અંતરે આવેલ છે. સમુદ્ર સપાટીથી ૪૩૨૯મી ઊંચાઈ પર આવેલ આ તળાવ હેમકુંડનામે ઓળખાય છે. આ તળાવ અને તેની આસપાસ આવેલ સૌંદર્યમય સ્થાન હિંદુ અને સીખો માટે એક મહત્ત્વપૂર્ણ જાત્રા સ્થળ છે. આ તળાવની નજીકમાં પવિત્ર સીખ ગુરુદ્વારા અને લક્ષમણ મંદિર આવેલ છે.
જોષીમઠ: ઉત્તરાખંડ માં આવેલું એક મહત્ત્વપૂર્ણ યાત્રાધામ છે,આની સ્થાપના આદિ શંકરાચાર્યએ ૮મી શતાબ્દીમાં કરેલ હતી. અહીં નવદુર્ગા અને નરસિંહના મંદિર આવેલ છે. આ સૌંદર્ય પૂર્ણ શહેર વેલી ઓફ ફ્લાવર્સમા આરોહણનું પ્રાથમિક મુકામ (બેસ કેમ્પ) પણ છે.
કેમ પહોંચવું[ફેરફાર કરો]
હવાઈ માર્ગ દેહરાદૂન (૨૯૫ કિમી) રેલ્વે માર્ગ ઋષીકેષ (૨૭૬ કિમી)
નજદીકી સ્થળ - ગોવિંદ ઘાટ
ગોવિંદઘાટથી ૧૩ કિમી નું આરોહણ સાંકડા સીધા ચડાણ પર. ઘંઘરીયા સુધી
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |