કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલા બસ્તર જિલ્લામાં આવેલું એક જંગલ છે.

પ્રકૃતિએ કાંગેર ઘાટીને એવી સંપદા આપી છે, જ્યાં વનશ્રી પોતાના પૂરા શ્રૃંગારમાં સજીને, મંત્રમુગ્ધ કર દેનારી દૃશ્યાવલીઓને સમેટીને, ભૂમિગાર્ભિત ગુફાઓને છાતી સાથે વળગાડીને એવી રીતે ઊભી હોય છે કે જાણે માનો આપના આગમનનો ઇંતેજાર કરી રહી હોય. કાંગેર ઘાટીનું દર્શન એક સંતોષપ્રદ, અવર્ણનીય તથા બેજોડ પ્રાકૃતિક અનુભવનું ઉદાહરણ છે.

ભૌગોલિક સ્થિતિ અને અંતર[ફેરફાર કરો]

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢના જગદલપુર જિલ્લાથી માત્ર ૨૭ કિમીના અંતરે આવેલું છે. રાયપુર જિલ્લાથી લગભગ ૩૩૦ કિમીના અંતરે આવેલું છે. આ ઉદ્યાન તેના ઉત્તર પશ્ચિમ કિનારા પર તીરથગઢ જલપ્રપાતથી પ્રારંભ થઇ પૂર્વ દિશામાં ઓરિસ્સા રાજ્યની સીમા પર કોલાબ નદી સુધી ફેલાયેલું છે. કાંગેર નદી આ ઉદ્યાનની વચ્ચોવચ અંગડાઇ લેતાં ચાલે છે. આ ઘાટીની સરેરાશ પહોળાઈ ૬ કિમી અને લંબાઈ ૪૮ કિમી જેટલી છે. આ ઉદ્યાનનું ક્ષેત્રફળ ૨૦૦ ચોરસ કિમી જેટલું છે. ઉદ્યાનની સીમા ૪૮ ગામો વડે ઘેરાયેલી છે.

જીવમંડલ (બાયોસ્ફિયર) રિઝર્વ[ફેરફાર કરો]

બસ્તર જિલ્લામાં આવેલા પ્રકૃતિના આ ઉપહારને સંરક્ષણ આપવાના હેતુ માટે આરક્ષિત એવા આ જંગલ વિસ્તારને જુલાઇ ૧૯૮૨માં કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. આ ઉદ્યાનના વણખેડ્યાં અને કુંવારા વનોના સૌંદર્યને જોતાં તેને જીવમંડલ (બાયોસ્ફિયર) રિઝર્વ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે. આરક્ષિત વન ઘોષિત કરવાનો ઉદ્દેશ જંગલ અને એના પ્રાકૃતિક મૃતપ્રાય ઘટકોને પુનર્જીવિત કરી કોઈપણ હાલતમાં એને સુરક્ષા પ્રદાન કરી,વન્ય પ્રાણીઓ માટે ઉપયુક્ત શરણ સ્થળ પ્રદાન કરવાનો છે તથા પ્રકૃતિ પ્રેમી અને પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો છે.

વન પ્રજાતિ[ફેરફાર કરો]

આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘણા પ્રકારની વન પ્રજાતિઓ જોવા મળે છે, જેના કારણે અહિંયાના વનોની વૈવિધ્યતા વધી જાય છે. આ પ્રજાતિઓમાં દક્ષિણી પેનિનસુલર મિક્સ્ડ ડેસિહુઅસ બન, આર્ડ સાગ, વન-ઇનમે સાલ, બીજા, સાજા, હલ્દુ, ચાર, તેંદુ કોસમ, બેંત, વાંસ અને અન્ય ઘણા પ્રકારના ઔષધીય વનસ્પતિઓ જોવા મળે છે.

પક્ષીઓનો કલરવ[ફેરફાર કરો]

પક્ષીઓનો કલરવ સાંભળવો હોય તો કાંગેર ઘાટીમાં આપનું સ્વાગત છે. અહિયાં વન્ય પ્રાણીઓની સાથે સાથે ઘણાં રંગબેરંગી પંખીડાંઓ ઉડતાં જોવા મળે છે. છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પક્ષી પહાડી મેના અહીંના જંગલોમાં નિવાસ કરે છે. આ જંગલોમાં પહાડી મેના ઉપરાંત ભૃગરાજ, ઘુવડ, વનમુર્ગી, જંગલ મુર્ગા, ક્રેસ્ટેડ, સરપેંટ ઇગલ, શ્યામા રૈકેટ ટેલ, ડ્રાંગો આદિ સામાન્યત: જોવા મળે છે.

આવાસ વ્યવ્સ્થા[ફેરફાર કરો]

આવાસ કરવા માટે આ ઉદ્યાનમાં કેટલીક જગ્યા પર વન વિશ્રામ ગૃહ બનાવવામાં આવેલાં છે, જે કોટમસર, નેતાનાર, તીરથગઢ, દરભા અને જગદલપુર ખાતે છે. આ વિશ્રામગૃહોનું આરક્ષણ સંચાલક, કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ,જગદલપુર ખાતેથી કરાવી શકાય છે.

આવાગમન[ફેરફાર કરો]

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચવા માટે વાયુ માર્ગનો ઉપયોગ કરવા માટે સૌથી નજીકનું હવાઈ મથક રાયપુર છે, જે દેશનાં મુખ્ય નગરો સાથે જોડાયેલું છે. રેલમાર્ગ દ્વારા જવા માટે વિશાખાપટનમ - કિરંદુલ રેલમાર્ગ પર સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન જગદલપુર છે. દિલ્હી - મુંબઈ હાવરા રેલમાર્ગ પર સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન રાયપુર છે. સડક માર્ગ દ્વારા અહિયાં પંહોચવા માટે રાયપુર - જગદલપુર ૩૦૩ કિમી છે. વિશાખાપટનમ - જગદલપુર ૩૧૩ કિમી છે. હૈદરાબાદ - જગદલપુર ૫૬૫ કિમી છે.

મોસમ અને તાપમાન[ફેરફાર કરો]

વર્ષ ભર અહિયાંની મોસમ વન ભ્રમણ કરવા માટે અનુકુળ હોય છે. શીત ઋતુમાં મહત્તમ તાપમાન ૩૦ સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૧૩ સેન્ટીગ્રેડ જેટલું રહે છે. ગ્રીષ્મ ઋતુમાં મહત્તમ ૪૨ સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૨૦ સેન્ટીગ્રેડ જેટલું રહેતું હોય છે. અહીં સરેરાશ ૧૫૨ સેમી જેટલો વરસાદ પડે છે.

મહત્વપૂર્ણ જાણકારી[ફેરફાર કરો]

આ ઉદ્યાન પહેલી નવેમ્બરથી ત્રીસમી જૂન સુધી ખુલ્લું રહે છે. ચોમાસામાં જુલાઈ થી ઓક્ટોબર મહિના સુધી ઉદ્યાન બંધ રહે છે. પક્ષીઓને નિહાળવા માટે દૂરબીન (બાયનાકુલર) લઇ જવું ન ભુલશો. સાથે કેમેરો પણ લઇ જવાનું ન ભુલશો.

વન્ય પ્રાણીઓ પ્રાત:કાળે તેમ જ સાંજે વિચરણ કરવા માટે નિકળતા હોય છે. આ દુર્લભ પ્રાણીઓ કેટલીક વાર કેટલાય દિવસો પછી જોવા મળતા હોય છે. કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવી બધી જ ચીજો મોજુદ છૅ, જે કોઇ પણ રાષ્ટ્રીય ઉદ્યાનની વિશેષતા હોય છે. અહિંયા વનાચ્છાદિત ધરતીની સાથે વન્ય પ્રાણીઓ ઉપરાંત કલકલ કરતા જળધોધ અને વળાંકો લેતી ઘુમતી કાંગેર નદી પણ છે. અહીંની નિરવતા એક અલગ વાતાવરણ બનાવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ઉદ્યાન સ્વર્ગ સમાન છે. અહિંયા રોમાંચક ખેલ જેમ કે ટ્રેકિંગ, મેચર ટ્રેલ પર વિચરણ, રેપલિંગ આદિની અસીમ સંભાવના રહેલી છૅ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]