કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી

કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા કેમ્પબેલ બે નેશનલ પાર્ક (અંગ્રેજી: Campbell Bay National Park) એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ભારત દેશના અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર આવેલ ગ્રેટ નિકોબાર (નિકોબાર ટાપુઓમાં સૌથી મોટો ટાપુ) ખાતે તેમ જ ભારતીય મહાસાગર માં સુમાત્રાથી લગભગ ૧૯૦ કિલોમીટર અંતરે ઉત્તર દિશામાં આવેલ છે. વર્ષ ૧૯૯૨માં આ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. આ ઉદ્યાન ગ્રેટ નિકોબાર જૈવક્ષેત્રનો એક ભાગ છે.

આ રાષ્ટ્રીય ઉદ્યાન અંદાજે ૪૨૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે અને તેનાથી નાના ગલથેઆ રાષ્ટ્રીય ઊદ્યાનથી ૧૨ કિલોમીટર પહોળા જંગલક્ષેત્ર દ્વારા અલગ પાડવામાં આવેલ છે.

07°06′46″N 93°45′43″E / 7.11278°N 93.76194°E / 7.11278; 93.76194