રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
रणथंबोर राष्ट्रीय उद्यान
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
Ranthambore National Park.JPG
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન रणथंबोर राष्ट्रीय उद्यान
Map showing the location of રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન रणथंबोर राष्ट्रीय उद्यान
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થળસવાઇ માધોપુર, ભારત
નજીકનું શહેરજયપુર
વિસ્તાર૩૯૨ ચોરસ કિલોમીટર (૧૫૧ ચોરસ માઇલ)
સ્થાપના૧૯૮૦

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર ભારતનાં વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકીનો એક છે. તે જયપુર થી ૧૩૦ કિલોમીટર દક્ષિણમાં અને કોટાથી ૧૧૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સવાઇ માધોપુર જિલ્લામાં આવેલ છે. તેની સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને નગર સવાઇ માધોપુર અહીંથી ૧૧ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સને ૧૯૭૩ના વર્ષમાં ૧૧૧૩.૩૬૪ ચોરસ કિલોમીટર વિસ્તારને પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રણથંભોર વ્યાઘ્ર સંરક્ષિત ક્ષેત્ર (રણથંભોર ટાઇગર રિઝર્વ) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.[૧] ત્યારબાદ સને ૧૯૮૦ના વર્ષમાં તેમાંના ૩૯૨ ચોરસ કિલોમીટર ભૂપ્રદેશને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]