રણથંભોરનો કિલ્લો
ઇતિહાસ
[ફેરફાર કરો]રણથંભોરનો કિલ્લો અથવા રણથંભોર દુર્ગ દિલ્હીથી મુંબઈ જતા રેલ્વે માર્ગ પર આવતા સવાઇ માધોપુર રેલ્વે સ્ટેશનથી ૧૩ કિ.મી. દૂર રણ અને થંભ નામની બે પહાડીઓની વચ્ચે સમુદ્રની સપાટીથી ૪૮૧ મીટર જેટલી ઊંચાઈ પર ૧૨ કિ.મી.ના પરિઘમાં બનાવવામાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. આ દુર્ગની ત્રણે બાજુએ પહાડોમાં કુદરતી ખાઈ બનેલી છે, જે આ કિલ્લાની સુરક્ષાને મજબૂત કરી અજેય બનાવે છે. કિલ્લા સુધી પહોંચવા માટે ઘણા ઉતાર - ચઢાવવાળા, સાંકડા તેમ જ ઢોળાવવાળો રસ્તો પસાર કરવા ઉપરાંત સાથે નૌલખા, હાથીપોલ, ગણેશપોલ અને ત્રિપોલિયા દ્વાર પાર કરવાં પડે છે. આ કિલ્લામાં હમ્મીર મહેલ, સોપારી મહેલ, હમ્મીર કચેરી, બાદલ મહેલ, જબરા -ભંવરા, ૩૨ સ્તંભોવાળી છતરી, મહાદેવજીની છતરી, ગણેશ મંદિર, ચામુંડા મંદિર, બ્રહ્મા મંદિર, શિવ મંદિર, જૈન મંદિર, પીરની દરગાહ, સામંતોની હવેલીઓ તત્કાલીન સ્થાપત્ય કલાના અનોખા પ્રતીક છે. રાણા સાંગાની રાણી કર્મવતી દ્વારા શરૂ કરાવવામાં આવેલી અધૂરી છતરી પણ દર્શનીય છે. આ દુર્ગનું મુખ્ય આકર્ષણ હમ્મીર મહલ છે. જે દેશના સૌથી પ્રાચીન રાજમહેલોમાંથી એક છે. સ્થાપત્યના નામ પર આ દુર્ગ પણ ભગ્ન-સમૃદ્ધિની ભગ્ન-સ્થળી છે.
નિર્માણ કાળ
[ફેરફાર કરો]આ કિલ્લાનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું તે કહી શકાય તેમ નથી પરંતુ મોટા ભાગના ઇતિહાસકારો આ દુર્ગના નિર્માણનું કાર્ય ચૌહાણ રાજા રણથંબન દેવ દ્વારા ઇ. સ. ૯૪૪ના વર્ષમાં નિર્મિત થયાનું માને છે. આ કિલ્લાનું અધિકાંશ નિર્માણ કાર્ય ચૌહાણ રાજાઓના શાસન કાળમાં જ થયેલું છે. દિલ્હીના સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં પણ આ કિલ્લો મોજૂદ હતો અને ચૌહાણોના જ નિયંત્રણમાં હતો.
શાસકો
[ફેરફાર કરો]ઇ. સ. ૧૧૯૨ના વર્ષમાં તહેરાઇનના યુદ્ધમાં મોહમ્મદ ઘોરી સામે હારી ગયા બાદ દિલ્હીની સત્તા પર પૃથ્વીરાજ ચૌહાણના શાસનનો અંત થઇ ગયો અને એના પુત્ર ગોવિન્દરાજે રણથંભોરને પોતાની રાજધાની બનાવી હતી. ગોવિન્દ રાજ સિવાયના વાલ્હણ દેવ, પ્રહલાદન, વીરનારાયણ, વાગ્ભટ્ટ, નાહર દેવ, જૈમેત્ર સિંહ, હમ્મીરદેવ, મહારાણા કુમ્ભા, રાણા સાંગા, શેરશાહ સુરી, અલ્લાઊદીન ખિલજી, રાવ સુરજન હાડા મુગલો ઉપરાંત આમેરના રાજાઓ આદિનું સમય - સમય પર નિયંત્રણ રહ્યું પરંતુ આ દુર્ગની સૌથી વધારે ખ્યાતિ હમ્મીર દેવ (૧૨૮૨ થી ૧૩૦૧)ના શાસન કાળમાં રહી હતી. હમ્મીરદેવના ૧૯ વર્ષોના શાસનનો સમય આ દુર્ગ માટેનો સ્વર્ણિમ યુગ હતો. હમ્મીરદેવ એ ૧૭ યુદ્ધ કર્યા જેમાં ૧૩ યુદ્ધો માં તેને વિજય શ્રી મળી. લગભગ એક શતાબ્દી સુધી આ દુર્ગ ચિત્તોડ ના મહરાણાઓના અધિકારમાં પણ રહ્યો. ખાનવા યુદ્ધ માં ઘાયલ રાણા સાંગા ને ઇલાજ માટે આ જ દુર્ગ માં લવાયા હતા.
આક્રમણ
[ફેરફાર કરો]રણથંભોર દુર્ગ પર આક્રમણો ની પણ લાંબી દાસ્તાન રહી છે જેની શરુઆત દિલ્હી ના કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને મોગલ બાદશાહ અકબર સુધી ચાલતી રહી. મોહમ્મદ ઘોરી અને ચૌહાણો વચ્ચે આ દુર્ગ ની પ્રભુસત્તા માટે ૧૩૦૯ માં યુદ્ધ થયો. આ બાદ ૧૨૨૬ માં ઇલ્તુતમીશ એ, ૧૨૩૬ માં રજિયા સુલ્તાન એ, ૧૨૪૮-૫૮ માં બલબન એ, ૧૨૯૦-૧૨૯૨ માં જલાલુદ્દીન ખિલ્જી એ, ૧૩૦૧ માં અલાઊદ્દીન ખિલજી એ, ૧૩૨૫ માં ફ઼િરોજશાહ તુગલક એ, ૧૪૯૮ માં માલવા ના મુહમ્મ્દ ખિલજી એ, ૧૪૨૯ માં મહારાણા કુમ્ભા એ, ૧૫૩૦ માં ગુજરાત ના બહાદુર શાહ એ, ૧૫૪૩માં શેરશાહ સુરી એ આક્રમણ કર્યાં. ૧૫૬૯ માં આ દુર્ગ પર દિલ્લી ના બાદશાહ અકબર એ આક્રમણ કરી આમેરના રાજાઓના માધ્યમથી તત્કાલીન શાસક રાવ સુરજન હાડા સાથે સંધિ કરી લીધી.
વર્તમાન
[ફેરફાર કરો]કેટલીય ઐતિહાસિક ઘટનાઓ અને હમ્મીરદેવ ચૌહાણના હઠ અને શૌર્યના પ્રતીક એવા આ દુર્ગનો જીર્ણોદ્ધાર જયપુરના રાજા પૃથ્વીસિંહ અને સવાઈ જગતસિંહે કરાવ્યું હતું અને મહારાજા માનસિંહે આ દુર્ગને પોતાના શિકારગાહના રૂપમાં પરિવર્તિત કરાવ્યો હતો. ભારત દેશની આઝાદી મળ્યા બાદ આ દુર્ગ સરકારને આધીન થઇ ગયો, જે ઇ. સ. ૧૯૬૪ના વર્ષ બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વહીવટી નિયંત્રણમાં છે.