અકબર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Akbar1.jpg

અકબર એક મુઘલ શાસક હતો.

પરિચય[ફેરફાર કરો]

અકબરના દાદા બાબરે ભારતના ઇતિહાસમાં મુગલ શાસનની સ્થાપના કરી અને ઈ.સ. ૧૫૨૭માં રાણા સંગ્રામ સિંહને હરાવી આગ્રા કબજે કર્યું અને પોતાની આત્મકથા 'તુઝ-કે-બાબરી' પણ લખી. તે પોતે ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે અફ્ઘાનિસ્તાનથી ભારત પહોચ્યો હતો.

જન્મ[ફેરફાર કરો]

બાબરના મૃત્યુના દસ વર્ષમાં જ (સને ૧૫૩૦) તેમના પુત્ર હુમાયુના હાથમાંથી ગાદી સરકી ગઇ. તે પોતાનો જીવ બચાવવા અહીં તહીં ભટકી રહ્યો હતો. તે દરમ્યાન સને ૧૫૪૧માં હુમાયુના લગ્ન હમીદા બાનો સાથે થયા અને સને ૧૫૪૨માં અકબરનો જન્મ થયો. અકબરના માતા પિતા પોતનો જીવ બચાવવા ઈરાન ભાગી ગયા અને અકબર પોતાના કાકાઓના સંરક્ષણમાં રહ્યો. પહેલા થોડાં દિવસો તે કંદહારમાં રહ્યો અને ૧૫૪૫થી કાબુલમાં. હુમાયુને પોતાના ભાઈઓ સાથે સંબંધ બહુ સારા ન હોવાથી અકબરની સ્થિતી બંદી કરતા થોડી જ સારી હતી. છતાં પણ સૌ તેની સાથે સારો વ્યહવાર કરતા અને કંઈક વધુ પ્રમાણમાં જ લાડ લડાવતા.

આરંભિક કાળ[ફેરફાર કરો]

સને‌ ૧૫૪૫માં જ્યારે હુમાયુએ ફરીથી કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણમાં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ના ટુંકા ગળામાં અકબરના કાકા કમરાનએ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. અકબર પોતાના માતા-પિતાના સંરક્ષણમાં જ રહ્યો. તેના માતા-પિતાએ અકબરને સારી શિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે શિક્ષાથી વિમુખ જ રહ્યો. પરંપરાગત અભ્યાસમાં તેને બિલકુલ રસ ન હતો. પરવર્તી કાળમાં અકબરે પોતાને નિરક્ષર બતાવ્યો છે પરંતુ આ વાતનો આત્મસ્વીકૃતિમાં સત્યાંશ બસ એટલો જ છે કે તેણે સ્વયં ક્યારેય કંઈ પણ નથી લખ્યું. પોતના પરવર્તી જીવનમાં અકબર પુસ્તકોથી ખૂબ મોહિત થયા અને અન્યો દ્વારા વંચાવી તે સાંભળતા.

પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. સને ૧૫૫૬માં રાજધાની દિલ્લીમાં તે મૃત્યુ પામ્યો. ગુરદાસપુરના કલનૌર નામનાં સ્થાન પર જ્યારે અકબરનો રાજ્યાભિષેક થયો તે સમયે તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે મુગલ રાજ્ય માત્ર કાબુલથી દિલ્હી સુધી જ ફેલાયેલું હતું અને હેમુના નેતૃત્વમાં અફઘાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સામે પડકાર બની ઊભી હતી.

શાસન[ફેરફાર કરો]

રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી. શરૂઆતના ચાર વર્ષ સુધી બૈરામ ખાને જ શાસન સંભાળ્યું. પરંતુ સને‌ ૧૫૬૦માં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો. હવે અકબરના પોતાના હાથોમાં સત્તા હતી - જો કે આ વાસ્તવિકતા સમજવામાં કેટલાક લોકો ને ઘણો સમય લગ્યો. તે સમયે અનેક ગંભીર તકલીફો આવી, જેમકે - શમ્સુદ્દીન અતકા ખાનની હત્યા પર ઉભરાયેલો જન આક્રોશ (૧૫૬૩), ઉઝબેક વિદ્રોહ (૧૫૬૪-૬૫)અને મિર્ઝા ભાઈઓનો વિદ્રોહ (૧૫૬૬-૬૭). પરંતુ અકબરે ખુબ કુશળતાથી આ સમસ્યાઓ હલ કરી. પોતાની કલ્પનાશક્તિથી તેણે પોતાના સામંતોની સંખ્યા વધારી. સને‌ ૧૫૬૨માં આમેરના શાસક સાથે તેણે સંધિ કરી. આમ રાજપૂત રાજાઓ પણ તેની સાથે થઈ ગયા. આ જ પ્રકારે તેણે ઇરાનથી આવનારાઓને પણ ઘણી સહયાતા કરી. ભારતીય મુસલમાનોને પણ તેણે પોતાના કુશળ વ્યવહારથી પોતાની તરફ કરી લીધા. ધાર્મિક સહિષ્ણુતાનો તેણે અનોખો પરિચય આપ્યો. હિંદુ તીર્થ સ્થાનો પર લાગેલો જઝિયા નામનો કર હટાવી લેવામાં આવ્યો (સને‌ ૧૫૬૩). આથી બધા રાજ્યવાસીઓને અનુભવ થઈ ગયો કે તે એક પરિવર્તિત નીતિ અપનાવવામાં સક્ષમ છે.