તાનસેન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાનતમ ગાયકોમાં તાનસેનનું નામ ગણવામાં આવે છે. તેઓ શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક હતા.

તાનસેનનો ગુજરાત સાથેનો નાતો પણ હતો. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખાહિન્દુસ્તાનમાં ફર્યા, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે ગુજરાત રાજ્યના એક સમયના પાટનગર વડનગર ખાતે રહેતી બે બહેનોએ રાગ મલ્હાર ગાઇ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી. આ બહેનોનાં નામ તાના અને રિરિ હતાં. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.