સિંધ
સિંધ | ||
![]() | ||
પાટનગર: | કરાચી | |
વિસ્તાર: | 140,914 km² | |
વસ્તી: | 49,978,000 | |
![]() |
![]() |
સિંધ પાકિસ્તાનના ચાર પ્રાંતમાંથી એક છે. તે દેશના અગ્નિ ખૂણે આવેલો છે. તેની દક્ષિણમાં અરબી સમુદ્ર છે. સિંધનું સૌથી મોટુ શહેર કરાચી છે અને અહીં દેશની ૧૫% વસ્તી રહે છે. સિંધ સિંધી લોકોનું મૂળ વતન છે. તેની સાથે જ અહીં ભાગલા દરમ્યાન આવીને વસેલા વિસ્થાપીતોની પણ વસ્તી વિશેષ છે.
નામ[ફેરફાર કરો]
સિંધ સંસ્કૃતના સિંધુ શબ્દથી બન્યું છે, જેનો અર્થ થાય છે સમુદ્ર. આજ નામની સિંધુ નદી, આ પ્રદેશની લગભગ વચ્ચેથી વહે છે. ફારસી લોકો "સ"ને "હ" ની જેમ ઉચ્ચારણ કરતા હતા. ઉદા. "દસ"ને બદલે "દહા", અથવા સપ્તાહ ને બદલે હફતા (અહીં કહેવાનો અર્થ એ નથી કે તે સંસ્કૃત શબ્દોના ફારસી ઉચ્ચારણ છે, પણ આ ભાષાઓનું મૂળ એક જ હતું) એટલે જ તેઓ "સિંધ" ને "હિંદ" કહેતા હતા. અસીરિયાના ઐતિહાસીક પુસ્તકોમા ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં તેનો ઉલ્લેખ "સિંદા"ના નામથી થયો છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષો પહેલાથી ઈ.સ.પૂર્વે ૧૯૦૦ સુધી અહીં સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો તેના સમકાલિન મિસર અથવા મેસોપોટામિયા સાથે વેપાર કરતા હતા. મિસરમાં કપાસ માટે સિંધ શબ્દ વાપરવામાં આવતો હતો. જેનાથી એવું લાગે છે કે ત્યાં કપાસની આયાત સિંધ પ્રાંતમાંથી જ કરવામાં આવતી હતી. ઈ.સ.૧૯૦૦ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિનો કોઈ અનિશ્ચિત કારણોસર વિનાશ થયો. તેની લિપિને વાંચવામાં આજ સુધી સફળતા મળી નથી, જેને કારણે ત્યાંના મૂળ નિવાસીયો વિષે વધુ જાણકારી મળી શકી નથી.
જિલ્લાઓ[ફેરફાર કરો]
![]() |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |