સિંધુ ખીણની સંસ્કૃતિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સિંધુ ખીણની સંસ્કૃતિ
IVC major sites
ભૌગોલિક ક્ષેત્ર ભારતીય ઉપખંડ
કાળ કાંસ્ય યુગ
સમયગાળો c. ૩૩૦૦ – c. ૧૭૦૦ ઇ.સ. પૂર્વે(સંદર્ભ આપો)
મોહેં-જો-દડોના ખંડેરો, સિંધ પ્રાંત, પાકિસ્તાન, પાશ્વભાગમાં સ્નાનાગાર દર્શાવેલ છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.સ. પૂર્વે ૩૩૦૦ થી ઈ.સ. પૂર્વે ૧૭૦૦)[૧] વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચરમાં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતાના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો.[૨] મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "सिंधु घाटी सभ्यता". aajtak.intoday.in (in હિન્દી). Retrieved ૨૧ જુલાઇ ૨૦૧૭. 
  2. Ching, Francis D; Jarzombek, Mark; Prakash, Vikramaditya (૨૦૦૬). A Global History of Architecture. Hoboken, NJ: Wiley & Sons. pp. ૨૮–૩૨. ISBN 0471268925. 


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.