રંગપુર (તા. ધંધુકા)
સ્થાન | રંગપુર, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંસ-રેખાંશ | 22°26′N 71°55′E / 22.433°N 71.917°E |
પ્રકાર | રહેઠાણ |
ઇતિહાસ | |
સમયગાળો | હડપ્પા ૧ થી લોહ યુગ |
સંસ્કૃતિઓ | સિંધુ ખીણની સંસ્કૃતિ |
રંગપુર ગુજરાત, ભારતના ધંધુકા તાલુકામાં ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે આવેલું પુરાતત્વીય સ્થળ અને ગામ છે. તે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળાનું સ્થળ છે અને લોથલથી ઇશાન દિશામાં આવેલું છે.[૧]
ખોદકામ
[ફેરફાર કરો]૧૯૩૫માં ભારતના પુરાતત્વીય વિભાગ (ASI) દ્વારા એમ. એસ. વાત્સ ની આગેવાની હેઠળ અહીં ખોદકામ થયું હતું. પછીથી, ગુર્યે (૧૯૩૯), દિક્ષિત (૧૯૪૭) અને એસ. આર. રાવ (૧૯૫૩-૫૫) વડે ASI હેઠળ ખોદકામ ચાલ્યું હતું.[૨] એસ. આર. રાવ દ્વારા આ સ્થળને ચાર સમયગાળાઓમાં ત્રણ ઉપ સમય ગાળાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એસ. આર. રાવ સમયગાળાને આ રીતે વર્ણવે છે.
- સમયગાળો ૧ - ઇ.સ. પૂર્વે ૩૦૦૦,
- સમયગાળો ૨ - હડપ્પીય: ઇ.સ. પૂર્વે ૨૦૦૧-૧૫૦૦,
- સમયગાળો ૨બી - પાછલો હડપ્પીય: ઇ.સ. પૂર્વે ૧૫૦૦-૧૧૦૦,
- સમયગાળો ૨સી - હડપ્પાનો ફેરફારનો ગાળો: ઇ.સ. પૂર્વે ૧૧૦૦-૧૦૦૦,
- સમયગાળો ૩ - ઇ.સ. પૂર્વે ૧૦૦૦-૮૦૦.[૨]
સ્થાપત્ય અને નગર આયોજન
[ફેરફાર કરો]રંગપુરમાં બાંધકામ, સાધનો અને લાકડાની વસ્તુઓ માટે બાવળનું લાકડું ઉપયોગ કરવામાં આવ્યું હતું.[૩]
શોધખોળ
[ફેરફાર કરો]કાળા અને લાલ મણકાં ધરાવતી થાળીઓ અને મોટા ગળાની બરણીઓ અહીંથી મળી છે.[૪] શંખ કામના પુરાવાઓ અહીંથી મળ્યા છે.[૫]
ખેતી
[ફેરફાર કરો]રંગપુરમાંથી અનાજનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. બાજરી,[૬]ચોખા[૭](સમયગાળો ૨એ), બાજરી (સમયગાળો એચ૧) મળી આવ્યા હતા.[૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ History of Ancient and Early Medieval India, by Upinder Singh
- ↑ ૨.૦ ૨.૧ "Excavations - Important - Gujarat". asi.nic.in. મૂળ માંથી 2007-12-12 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-25.
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley : New Perspectives.
- ↑ Archaeological Survey of India Publication: Indian Archeology 1955-56.
- ↑ Singh, Upinder (૨૦૦૮). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. પૃષ્ઠ ૧૬૪. ISBN 9788131711200.
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley : New Perspectives.
- ↑ History of Ancient and Early Medieval India, by Upinder Singh
- ↑ Bridget and Raymond Allchin (1968) The Rise of Civilisaton in India and Pakistan.
પૂરક વાચન
[ફેરફાર કરો]- Shikaripur Ranganatha Rao; Braj Basi Lal (૧૯૬૦). Excavation at Rangpur and Other Explorations in Gujarat.