મોહેં-જો-દડો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરોમાં મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. અહીંનાં મકાનોને પૂર તથા ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે નીચલા વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં. મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓ ઉપર પડવાને બદલે (ગલીમાં) પડતા હતા. ઊંચાણવાળા ભાગની ફરતે કિલ્લો અને સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી.

રસ્તાઓ[ફેરફાર કરો]

મોહેં-જો-દડો નગરના રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. પરિણામે સમગ્ર નગરના ચોરસ અને લંબચોરસ એવા ખંડ પડતા હતા. આ રસ્તાઓ એવી રીતે બાંધેલા હતા કે પવન ફૂંકાતાં તેના પર વેરાયેલો કચરો સાફ થઇ જતો. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસમાન ખાડા રાત્રિપ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા.

ગટરયોજના[ફેરફાર કરો]

મોહેં-જો-દડો ની ભૂગભૅ ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર-આયોજનની આગવી વિશિષટતા હતી. મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો.

જાહેર સ્નાનાગાર[ફેરફાર કરો]

જાહેર સ્નાનાગાર ૧૧.૮૮ મી. લાબું અને ૭.૦૧ મી. પહોળું અને ૨.૪૩ મી. ઊંડુ છે. કુંડમાં ઊતરવા માટે પગથિયાં બાંધેલાં છે.[૧]

જાહેર મકાનો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]