ધોળાવીરા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Dholavira Sophisticated Water Reservoir

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલ છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે.

પાણીની વ્યવસ્થા[ફેરફાર કરો]

પ્રવેશ દ્વાર[ફેરફાર કરો]

ધોળાવીરાના ઉત્તરીય પ્રવેશદ્વાર પર લખાયેલા દસ અક્ષર

એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અન્ય[ફેરફાર કરો]

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

ધર્મ સ્થળ[ફેરફાર કરો]

આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો (મહાદુર્ગ) તરીકે ઓળખે છે. મૂળ તો ધોળાવીરા ગામની નજીક આવેલી હોવાને કારણે એ પુરાતત્ત્વીય સાઈટનું નામ ધોળાવીરા પડી ગયું છે! ૧૯૬૭માં પુરાતત્ત્વવિદ્ જગત્પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી.

નગરની બાંધણી[ફેરફાર કરો]

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે અને પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

  • શાસક અધિકારી નો રાજમહેલ
  • અન્ય અધિકારી ઓના આવાસ
  • સામાન્ય નગરજનો નો આવાસ

શાસક અધિકારીનો રાજમહેલ[ફેરફાર કરો]

નગરમાં શાશક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

અન્ય અધિકારી ઓના આવાસ[ફેરફાર કરો]

અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં.

સામાન્ય નગરજનો નો આવાસ[ફેરફાર કરો]

સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.

ધોળાવીરા જવા માટે[ફેરફાર કરો]

  • હવાઇ માર્ગે ભુજ હવાઇ મથક પર ઉતરી ધોળાવીરા સડક માર્ગે ભચાઉથી વાહન દ્વારા જઇ શકાય છે.
  • રેલ્વે માર્ગ દ્વારા અમદાવાદ-ભુજ રેલ્વે માર્ગ પર સામખીયાળી ઉતરી સડક માર્ગે વાહન દ્વારા પંહોચી શકાય છે.
  • સડક માર્ગે અમદાવાદ, પાલનપુર, રાપર અથવા ભચાઉ પંહોચી ધોળાવીરા જઇ શકાય છે.
  • પાણીની વ્યવસ્થા જાતે કરીને જવું. શાકાહારી જમવાનું મળે છે.
  • સડક માર્ગ પાકો છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં પ્રવાસ કરવો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]