જમ્મુ અને કાશ્મીર

વિકિપીડિયામાંથી

જમ્મુ અને કાશ્મીર ભારતનું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું. કાશ્મીરનો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતો છે.

ભારત સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.

જમ્મુ અને કાશ્મીર દક્ષિણે હિમાચલ પ્રદેશ અને પંજાબથી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ ચીન સાથે જોડાયેલ છે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાનથી અલગ પાડે છે. આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાનએ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. આ રાજ્યના ઘણા ભાગો પર પાકિસ્તાન અને ચીને પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશોના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે.

જમ્મુ અને કાશ્મીર ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હજારો હિંદુઓને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો નકશો

વર્ષ ૧૯૨૫માં મહારાજા હરીસિંહે જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજા બન્યા. વર્ષ ૧૯૪૭માં જયારે ભારતમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્યો ત્યારે તેમને ફરીથી જમ્મુ અને કાશ્મીર ના રાજા તરીકે સતા મેળવી. ભારતની સ્વતંત્રતા સાથે જ બ્રિટીશ સરકારે ઘોષણા કરી કે, મુકત થતા રજવાડા ભારત, પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અથવા પોતાના મત મુજબ સ્વતંત્ર પણ રહી શકે છે. તેમને મળેલ સ્વતંત્રતાએ માત્ર સૈધાંતિક સંભાવના હતી, કારણ કે, બ્રિટીશ શાસનના લાંબા શાસન દરમિયાન દેશી રિયાસતો પોતાની વિવિધ જરૂરિયાતો, અને આંતરિક તેમ જ બાહ્ય સુરક્ષા માટે બ્રિટીશ સરકાર પર નિર્ભર બની ચુકી હતી.

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના જિલ્લાઓ[ફેરફાર કરો]

આ રાજ્યમાં કુલ ૨૦ જિલ્લાઓ આવેલા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]