ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

વિકિપીડિયામાંથી

અહીં ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી આપેલ છે.[૧][૨]

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો[ફેરફાર કરો]

ક્રમ જિલ્લો રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના વર્ષ રક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.) મુખ્ય વન્ય પ્રાણીઓ
ગીર સોમનાથ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૬૫ ૨૫૮.૭૧ સિંહ, દિપડો, ચિતલ
જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) ૧૯૮૨ ૧૬૨.૮૯ દરિયાઈ જીવસૃષ્ટિ: વાદળી, પરવાળા, જેલીફીશ, અષ્ટભુજ (ઓક્ટોપસ), તારામાછલી, મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ.
નવસારી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૭૯ ૨૩.૯૯ દિપડો
ભાવનગર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૭૬ ૩૪.૦૮ વરૂ, કાળિયાર, ખડમોર
કુલ વિસ્તાર ૪૭૯.૬૭

ગુજરાતના અભયારણ્યો[ફેરફાર કરો]

ક્રમ જિલ્લો અભ્યારણ સ્થાપના વર્ષ રક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.) મુખ્ય વન્ય પ્રાણીઓ
બનાસકાંઠા બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય ૧૯૮૯ ૫૪૨.૦૮ રીંછ, નીલગાય, ઝરખ
બનાસકાંઠા જેસોર રીંછ અભયારણ્ય ૧૯૭૮ ૧૮૦.૬૬ રીંછ, નીલગાય, ઝરખ
કચ્છ ઘુડખર અભયારણ્ય ૧૯૭૩ ૪૯૫૩.૭૦ ઘુડખર, નીલગાય
કચ્છ સુરખાબનગર અભયારણ્ય ૧૯૮૬ ૭૫૦૬.૨૨ ચિંકારા, વરૂ
કચ્છ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય ૧૯૮૧ ૪૪૨.૨૩ ચિંકારા, નીલગાય, હેણોતરો
કચ્છ કચ્છ ઘોરાડ અભયારણ્ય ૧૯૯૨ ૨.૦૩ ચિંકારા, ઘોરાડ
દેવભૂમિ દ્વારકા જિલ્લો મહાગંગા પક્ષી અભયારણ્ય ૧૯૮૮ ૩.૩૩ પક્ષીઓ
જામનગર ખીજડીયા અભયારણ્ય ૧૯૮૧ ૬.૦૫ પક્ષીઓ
પોરબંદર પોરબંદર પક્ષી અભયારણ્ય ૧૯૮૮ ૦.૦૯ યાયાવર પક્ષીઓ
૧૦ પોરબંદર બરડા અભયારણ્ય ૧૯૭૯ ૧૯૨.૩૧ દિપડો, નીલગાય
૧૧ રાજકોટ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ૧૯૮૦ ૬.૪૫ ચિંકારા, વરૂ, નીલગાય
૧૨ અમરેલી પાણીયા અભયારણ્ય ૧૯૮૯ ૩૯.૬૪ સિંહ, નીલગાય, દીપડા, ચૌશિંગા, ચિંકારા
૧૩ મોરબી રામપરા અભયારણ્ય ૧૯૮૮ ૧૫.૦૧ ચિંકારા, વરૂ, નીલગાય
૧૪ અમદાવાદ
સુરેન્દ્રનગર
નળ સરોવર પક્ષી અભયારણ્ય ૧૯૬૯ ૧૨૦.૮૨ યાયાવર પક્ષીઓ
૧૫ નર્મદા શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ૧૯૮૨ ૬૦૭.૭૦ રીંછ, દિપડો, વાંદરા
૧૬ પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય ૧૯૯૦ ૧૩૦.૩૮ દિપડો, રીંછ, ઝરખ
૧૭ ડાંગ પુર્ણા અભયારણ્ય ૧૯૯૦ ૧૬૦.૮૪ દિપડો, ઝરખ
૧૮ મહેસાણા થોળ અભયારણ્ય ૧૯૮૮ ૬.૯૯ પક્ષીઓ
૧૯ દાહોદ રતનમહાલ અભયારણ્ય ૧૯૮૨ ૫૫.૬૫ રીંછ, દિપડો
૨૦ અમરેલી મીતીયાળા વન્યજીવન અભયારણ્ય ૨૦૦૪ ૧૮.૨૨ સિંહ, દિપડો, હરણ
કુલ વિસ્તાર ૧૪,૯૯૦.૪૦

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગુજરાત રાજ્યના અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી". વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-03.
  2. ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ. વન વિભાગ, ગુજરાત. પૃષ્ઠ ૬૭.