લખાણ પર જાઓ

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય

Coordinates: 24°21′22″N 72°38′34″E / 24.3561°N 72.6427°E / 24.3561; 72.6427
વિકિપીડિયામાંથી
બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થતો રસ્તો
સ્થળબનાસકાંઠા જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરપાલનપુર
અક્ષાંશ-રેખાંશ24°21′22″N 72°38′34″E / 24.3561°N 72.6427°E / 24.3561; 72.6427
વિસ્તાર૫૪૨.૦૮ ચો. કિમી
સ્થાપના૭ ઓગસ્ટ ૧૯૮૯
નિયામક સંસ્થાગુજરાત રાજ્ય વનવિભાગ
gujaratforest.gov.in
બાલારામ-અંબાજી અભયારણ્ય

બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અભયારણ્ય છે.

આ અભયારણ્યની સ્થાપના ૭ ઓગસ્ટ ૧૯૮૯માં કરવામાં આવી હતી.[] અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય અંબાજીથી દાંતા થઇને પાલનપુર જવા ના રસ્તા પર, અંબાજીથી બાલારામ જવાના રસ્તા આસપાસ, તથા અંબાજીની આસપાસ આવેલ છે. (નકશો જુવો). આ અભયારણ્યમાંથી બાલારામ નદી વહે છે.

આ અભયારણ્ય રાજસ્થાનના થારના રણને ગુજરાત તરફ આગળ વધતુ અટકાવવામાં બહુ મોટો ફાળો આપી રહ્યુ છે.[] અહીનું અદ્વિતિય પર્યાવરણ ૧૦૭ જેટલા વૃક્ષોના, ૫૮ જેટલા છોડના ૨૧૯ જેટલા ઔષધના, ૪૦ જેટલા ઘાસ અને ૪૯ જેટલા લતાના એમ કુલ મળીને ૪૮૩ જેટલા વનસ્પતિના વૈવિધ્યને સંઘરી રહ્યુ છે. મોડદ, ખૈર, ધાવડો, સાલેડી, કડાયો, ટીમરુ, ખાખરો, બોર, દેશી બાવળ, બીલી, દુધી, ગોલર, કાંજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન સાદડ, જાંબુ અને બેહડા એ અહીયા સામાન્ય પણે જોવા મળતી વનસ્પતિ છે.[]

આ પણ જુવો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ગુજરાત સરકારના વન વિભાગની વેબસાઇટ પર બાલારામ-અંબાજી અભયારણ્ય". ગુજરાત સરકાર વન વિભાગ. મૂળ માંથી 2016-01-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "ગુજરાત સરકારના વન વિભાગની વેબસાઇટ પર બાલારામ-અંબાજી અભયારણ્ય". ગુજરાત સરકાર વન વિભાગ. મૂળ માંથી 2013-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)