ઢાંચાની ચર્ચા:ગુજરાતનાં અભયારણ્યો
અહિંયાથી ગીર અભયારણ્ય હટાવવામાં આવેલ છે. કારણ?--Tekina ૦૮:૪૨, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ગીર અભયારણ્ય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ બન્ને અલગ અલગ અસ્તિત્વ ઘરાવતી વસ્તુ છે. --Tekina ૦૮:૪૫, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
જામનગર
[ફેરફાર કરો]Nileshbandhiya, મોટાભાગે રાષ્ટ્રીય ઉધ્યાનની આસપાસનો વિસ્તાર અભયારણ્ય હોય છે તેજ રીતે જામનગર પાસે ના દરીયામાં રાષ્ટ્રીય ઉધ્યાન અને અભયારણ્ય બન્ને છે. પુરતી તપાસ કર્યા વગર કશા ફેરફાર કરવાની આદત છોડો.
- મારા હિસાબે આપને રાષ્ટ્રીય ઉધાન અને અભયારણ્યમાં કશો ફરક જ નથી દેખાતો લાગતો. અને હા, દરીયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો જ છે. નિલેશ બંધીયા (talk) ૦૫:૪૩, ૨૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- અહી અંગત હિસાબ નહી પણ હકિકત ચાલે છે અને રાષ્ટ્રીય ઉધ્યાન અને અભયારણ્ય વચ્ચે શું ફરક છે તે દસ્તાવેજી હકીકત છે. કોઇ સાઈટ પર જોઇ લેજો. સમજાઈ જશે.
- અજ્ઞાત સભ્ય સાથે સહમત. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બે અલગ અલગ દરજ્જા ધરાવતા સંરક્ષિત ક્ષેત્રો છે. એક જ નામનાં બે ક્ષેત્રો હોય તો તેને એક સાથે સમાવી લેવા માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એવું લખ્યું હોય, તેનો અર્થ એમ નથી કે તે બંને ક્ષેત્રો એક જ છે, અને અલગ-અલગ અસ્તિત્વ ના ધરાવી શકે. બે નામ, એટલે કે બે ક્ષેત્રો. સંદર્ભ વગર અહીં કોઈ ઉમેરણ કે નિકાલ કરવો નહી તેમ વિનતી.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૪, ૨૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- અહી અંગત હિસાબ નહી પણ હકિકત ચાલે છે અને રાષ્ટ્રીય ઉધ્યાન અને અભયારણ્ય વચ્ચે શું ફરક છે તે દસ્તાવેજી હકીકત છે. કોઇ સાઈટ પર જોઇ લેજો. સમજાઈ જશે.
નળ સરોવરના સ્થળ વિષે
[ફેરફાર કરો]માનનીય શ્રી Harsh4101991 જી,
આપે નળ સરોવરને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખસેડીને અમદાવાદમાં લાવવાનુ કામ ક્યા આધારે કર્યુ છે?
- અધિકૃત જાળ સ્થળ મુજબ આ સરોવર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં આવેલ છે.
- GIS મુજબ પાણીના ફેલાવાની દ્ર્ષ્ટીએ સરોવરનો મહત્તમ હિસ્સો સુરેન્દ્રનગરજિલ્લામાં છે.
- હા, ઇન્ટરપ્રીટેશન સેંટર, જ્યાથી હોડીઓ ભાડે મળે છે તે જગ્યા, આર. એફ. ઓ. સાહેબની ઓફીસ અને પાર્કનો મુખ્ય દરવાજો અમદાવાદ જિલ્લામાં પડે છે પણ એટલે કાંઇ સુરેન્દ્રનગરને અન્યાય થોડો કરાય?
- હું પણ એ જ વિચારમાં પડી ગયો હતો કે અચાનક નળસરોવર સુરેન્દ્રનગરમાંથી ખસીને અમદાવાદમાં કેવી રીતે પહોચી ગયું. મેં પાછુ અમદાવાદનું સુરેન્દ્રનગર કરી દીધું છે. હર્ષભાઈ, અંગ્રેજી માં જે હોય તે જ હંમેશા સાચું એવું નથી હોતું, ક્યારેક ચોકસાઈ કરી લેવાની જરૂર હોય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૦, ૨ મે ૨૦૧૨ (IST)
- ધવલ ભાઈ મેં ચોકસાઈ કરીને જ આ કામ કર્યું છે. અને ગુજરાત સરકાર ની વેબસાઈટ માં પણ તે તાલુકો સાણંદ અને જીલ્લો અમદાવાદ લખ્યો છે આ રહી લીંક.http://www.envforguj.in/wildlife/eco-tourism/wildlife-eco-tourism-10.php અને ટેકીનાજી તમે એવું કઈ રીતે કહી શકો કે સરોવરનો મહત્તમ હિસ્સો સુરેન્દ્રનગરજિલ્લામાં છે એટલે સરોવર સુરેન્દ્રનગર જીલ્લા માં છે. કોઈ પણ જગ્યા એ જોશો તો નળ સરોવર અમદાવાદ જીલ્લા માં જ બતાવશે. એમાં સુરેન્દ્રનગર ને અન્યાય કરવાની વાત જ નથી આવતી. તો મારા મતે આ બાબતે થોડું વધારે સંશોધન કરીને નિર્ણય લેવામાં આવે. Harsh4101991 (talk) ૧૮:૩૦, ૨ મે ૨૦૧૨ (IST)
- આ રહી એક અન્ય લીંક. http://deshgujarat.com/2008/11/07/new-interpretation-centre-at-ahmedabads-nal-sarovar-bird-century/ Harsh4101991 (talk) ૧૮:૪૩, ૨ મે ૨૦૧૨ (IST)
- વનખાતાની અધિકૃત વેબસાઇટ પ્રમાણે (http://www.gujaratforest.org/wildlife-nal-sarovar1.htm) પણ અમદાવાદ-સુરેન્દ્રનગર બંન્ને જિલ્લા દર્શાવાય છે (Location:Ahmedabad and Surendranagar districts, Coverage area: 120.82 sq. km.) તો એક નમ્ર સૂચન/પ્રશ્ન, ઢાંચામાં પણ બંન્ને જિલ્લા દર્શાવી શકીએ તો કેમ ? (આથી તકનિકી રીતે આપણે સાચા જ ઠરીશું !) આ માત્ર સૂચન જ છે. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૧૭, ૨ મે ૨૦૧૨ (IST)
- અશોક મોઢવાડીયાજી આપની વાત સાથે હુ એકદમ સહમત છું. અને જો માત્ર એક જ જિલ્લો દર્શાવવો હોય તો એમા અમદાવાદ દર્શાવવો જોઇએ. પરન્તુ આ કિસ્સામાં અમદાવાદ-સુરેન્દ્રનગર બંન્ને જિલ્લા દર્શાવા જોઇએ. Harsh4101991 (talk) ૧૯:૨૫, ૨ મે ૨૦૧૨ (IST)
- બન્નેમાં દર્શાવવામાં કાંઇ ખોટુ નથી. પ્રવાસનની દ્ર્ષ્ટીએ પ્રવાસીઓએ મુખ્ય દરવાજેથી પ્રવેશ કરવાનો હોવાથી અજાણ્યા પ્રવાસીઓની સરળતા ખાતર કદાચ (મેં ઉપર લ્ખ્યા મુજબ- દરવાજો, ઓફીસ વગેરે અ'વાદમાં હોવાને કારણે) ક્યાક અમદાવાદ લખ્યુ હશે પરંતૂ મારી મારે મારી અંગત માલાકીના જી. આઇ.એસ ટ્રેકસ છે જેના આધારે હું કહુ છુ કે સરોવરનો ઘણો ખરો ભાગ અ'વાદ જીલ્લામાં નથી. વળી, પ્રબંધકશ્રીઓ ઉમેરેલ છે એ મુજબ બન્ને જીલ્લામાં આ સરોવર છે. આપે જો સુરેન્દ્રનગર રાખીને અ'વાદ ઉમેર્યુ હોત તો બધુ યોગ્ય જ રહેત પણ આપે સુરેન્દ્રનગર હટાવીને અ'વાદ મુક્યુ એ જરા ખોટુ થયુ. --Tekina (talk) ૧૯:૪૭, ૨ મે ૨૦૧૨ (IST)
- શ્રી ટેકિનાજી તથા શ્રી હર્ષજી, ચાલો આપણે બંન્ને જિલ્લા રાખવા વિષયે તો સહમત છીએ જ, તો પછી હું સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બંન્ને જિલ્લા ઉમેરી દઉં છું. આમે આપણે સરોવરને ખસેડી શકીએ તેમ નથી !!! એથી તો ભલું કે જ્યાં છે ત્યાં રહેવા દઈ (એટલે કે બંન્ને જિલ્લામાં :-) ) અને અહીં જ સર્વાનુમતે સૂધારો કરી દઈએ ! થયેલો સુધારો જોઈ કશું અયોગ્ય જણાય તો નિઃસંકોચ ફેરફાર કરશોજી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૦૩, ૨ મે ૨૦૧૨ (IST)
- આ ભાર સરસ રીતે ઉપાડી લેવા બદલ આભાર --Tekina (talk) ૨૦:૨૧, ૨ મે ૨૦૧૨ (IST)
- આભાર અશોક મોઢવાડીયાજી. --Harsh4101991 (talk) ૨૧:૧૬, ૨ મે ૨૦૧૨ (IST)
- અશોકભાઈ આભાર. આ યોગ્ય નિર્ણય છે. સૌ મિત્રોનો પણ આ નિર્ણય સાથે સહમત થવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૪, ૩ મે ૨૦૧૨ (IST)
- આભાર અશોક મોઢવાડીયાજી. --Harsh4101991 (talk) ૨૧:૧૬, ૨ મે ૨૦૧૨ (IST)
- આ ભાર સરસ રીતે ઉપાડી લેવા બદલ આભાર --Tekina (talk) ૨૦:૨૧, ૨ મે ૨૦૧૨ (IST)
- શ્રી ટેકિનાજી તથા શ્રી હર્ષજી, ચાલો આપણે બંન્ને જિલ્લા રાખવા વિષયે તો સહમત છીએ જ, તો પછી હું સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બંન્ને જિલ્લા ઉમેરી દઉં છું. આમે આપણે સરોવરને ખસેડી શકીએ તેમ નથી !!! એથી તો ભલું કે જ્યાં છે ત્યાં રહેવા દઈ (એટલે કે બંન્ને જિલ્લામાં :-) ) અને અહીં જ સર્વાનુમતે સૂધારો કરી દઈએ ! થયેલો સુધારો જોઈ કશું અયોગ્ય જણાય તો નિઃસંકોચ ફેરફાર કરશોજી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૦૩, ૨ મે ૨૦૧૨ (IST)
- વનખાતાની અધિકૃત વેબસાઇટ પ્રમાણે (http://www.gujaratforest.org/wildlife-nal-sarovar1.htm) પણ અમદાવાદ-સુરેન્દ્રનગર બંન્ને જિલ્લા દર્શાવાય છે (Location:Ahmedabad and Surendranagar districts, Coverage area: 120.82 sq. km.) તો એક નમ્ર સૂચન/પ્રશ્ન, ઢાંચામાં પણ બંન્ને જિલ્લા દર્શાવી શકીએ તો કેમ ? (આથી તકનિકી રીતે આપણે સાચા જ ઠરીશું !) આ માત્ર સૂચન જ છે. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૧૭, ૨ મે ૨૦૧૨ (IST)
- આ રહી એક અન્ય લીંક. http://deshgujarat.com/2008/11/07/new-interpretation-centre-at-ahmedabads-nal-sarovar-bird-century/ Harsh4101991 (talk) ૧૮:૪૩, ૨ મે ૨૦૧૨ (IST)
- ધવલ ભાઈ મેં ચોકસાઈ કરીને જ આ કામ કર્યું છે. અને ગુજરાત સરકાર ની વેબસાઈટ માં પણ તે તાલુકો સાણંદ અને જીલ્લો અમદાવાદ લખ્યો છે આ રહી લીંક.http://www.envforguj.in/wildlife/eco-tourism/wildlife-eco-tourism-10.php અને ટેકીનાજી તમે એવું કઈ રીતે કહી શકો કે સરોવરનો મહત્તમ હિસ્સો સુરેન્દ્રનગરજિલ્લામાં છે એટલે સરોવર સુરેન્દ્રનગર જીલ્લા માં છે. કોઈ પણ જગ્યા એ જોશો તો નળ સરોવર અમદાવાદ જીલ્લા માં જ બતાવશે. એમાં સુરેન્દ્રનગર ને અન્યાય કરવાની વાત જ નથી આવતી. તો મારા મતે આ બાબતે થોડું વધારે સંશોધન કરીને નિર્ણય લેવામાં આવે. Harsh4101991 (talk) ૧૮:૩૦, ૨ મે ૨૦૧૨ (IST)
માનનીય પ્રબંધક શ્રી ને વિનંતિ (ચિત્રો વિશે)
[ફેરફાર કરો]ઢાંચો:રાષ્ટ્રીય ઉદ્યાનો માં ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જોવા જ ન મળતા હોય તેવા નગ અને નાગની તસ્વીરોને બદલે ગીરનાર અને અને સિંહ ની તસ્વીર મુકીએ તો કેવુ રહેશે?
મુકી શકાય તો સારૂ. (વિહંગજીએ અન્યત્ર કરેલું લખાણ એકવાક્યતા અર્થે અહીં લવાયું) (પ્રબંધક : અશોક મોઢવાડીયા)
- ઉત્તમ સૂચન. ફેરફાર કરીએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- આભાર- સારૂ લાગતું હોય એમ લાગે છે? --વિહંગ (talk) ૧૬:૨૦, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ઢાંચો:ગુજરાતનાં અભયારણ્યો (ચર્ચા અહીં લાવ્યા)
[ફેરફાર કરો]જોડણી
ગુજરાતનાં અભયારણ્યો આ શબ્દમાં "નાં" પર અનુસ્વારની જરૂર છે ખરી? --sushant ૧૨:૨૧, ૧૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
બે ઢાંચા ?!!
ધવલભાઈ, એક આ અને બીજો ઢાંચો:ગુજરાતના અભયારણ્યો આમ બે સમાન ઢાંચા થયા. આ વણવપરાયેલો છે. વળી માથે મીંડી (ં) આમાં છે, બીજામાં નથી !!! તો એ વિશે વળી એક વખત સલાહ આપો અને આને હટાવવા વિશે સૂચન/ના પણ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૯, ૧૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, સૌ પ્રથમ તો મોડો ઉત્તર પાઠવવા બદલ ક્ષમાપ્રાર્થી છું. આ ઢાંચાનું નામ સાચી જોડણીવાળું હોવાથી એને સર્વત્ર વાપરવો અને અન્યને દૂર કરવો જોઈએ. કેમકે અભયારણ્ય નપુંસક/નાન્યતર જાતિનો શબ્દ હોવાથી, 'ના' પર અનુસ્વાર આવવો જોઈએ, અને એ ન્યાયે આને સાચું નામ ગણાવું છું. જો આપ સહમત થતા હોવ તો બાકીના લેખોમાંથી બોટ દ્વારા અનુસ્વાર હટાવી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૩, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અનુસ્વાર બાબતે સહમત અને મારા મતે ઢાંચો:ગુજરાતના અભયારણ્યો વધુ સમૃદ્ધ થયો હોય, બધે વપરાયો હોય, તેનું જ નામ બદલી "ઢાંચો:ગુજરાતનાં અભયારણ્યો" કરીએ અને આને દૂર કરીએ. યોગ્ય થશે ? આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૩, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)