લખાણ પર જાઓ

બાલારામ પેલેસ

વિકિપીડિયામાંથી
બાલારામ પેલેસ
બાલારામ પેલેસ, ૨૦૨૩
નકશો
સામાન્ય માહિતી
નગર અથવા શહેરચિત્રાસણી
દેશભારત
પૂર્ણ૧૯૨૨ થી ૧૯૩૬
અસીલતાલે મહંમદ ખાન
તકનિકી માહિતી
માપ૫૪૨ ચોરસ કિ.મી.

બાલારામ પેલેસ અથવા બાલારામ પેલેસ રીસોર્ટ ગુજરાતની ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલો મહેલ છે. આ મહેલને હવે હોટેલ અને પ્રવાસી આકર્ષણ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે.[૧][૨] અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ, અર્જુન રામપાલની દિલ તુમ્હારા હૈ જેવા બોલીવુડ ચલચિત્રોનું છાયાચિત્રણ અહીં થયું હતું.[૩]

મહેલમાં નવઆધુનિક શૈલીના થાંભલાઓ અને યુરોપિયન કમાનો સાથેની અગાસી આવેલી છે. મહેલ અને નદીની વચ્ચે સ્નાનાગાર આવેલું છે. પેલેસ નદીના પટ, ઝાડીઓ, ખેતીની જમીન, જંગલ વિસ્તાર અને આદિવાસી ગામડાઓની વચ્ચે આવેલો છે.[૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

આ મહેલનું બાંધકામ પાલનપુરના ૨૯મા નવાબ તાલે મહમદ ખાને ૧૯૨૨ થી ૧૯૩૬ દરમિયાન કરાવ્યું હતું. આ મહેલનું બાંધકામ કુલ ૫૪૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવેલ છે.[૫]

બાલારામ પેલેસ હોટેલ[ફેરફાર કરો]

બાલારામ નદીમાંથી દેખાતો બાલારામ પેલેસ
બાલારામ પેલેસ

બાલારામ પેલેસ રીસોર્ટમાં હોટેલની પણ સુવિધા છે જેનું ખાનગી રીતે સંચાલન કરવામાં આવે છે. તેમાં ચાર ગોલ્ડ રૂમ, બાર પ્લેટિનમ રૂમ અને એક નવાબી સ્યુટ એમ ત્રણ પ્રકારના રહેવાના ઓરડાઓની વ્યવસ્થા પણ છે. ઉપરાંત, ૭૦ જેટલા વ્યક્તિઓ બેસી શકે તેવો સભા ખંડ પણ આવેલો છે.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Balaram Palace Resort". gujarattourism.com. મૂળ માંથી 2016-02-07 પર સંગ્રહિત. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૬.
  2. "On a heritage trek to Gujarat". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મેળવેલ ૭ ફેબ્રુઆરી ૨૦૧૬.
  3. "गुजरात के इस पेलेस में होती है बॉलीवुड फिल्मों की शूटिंग, ऐसा है नजारा". Dainik Bhaskar (હિન્દીમાં). 2017-11-01. મેળવેલ 2020-11-25.
  4. Desai, A. H. (2007). India Guide Gujarat. India: India Guide Publications.
  5. "Balaram Palace Resort | District Banaskantha, Government of Gujarat | India" (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-25.
  6. "પ્રવાસીઓનું આકર્ષણ : બાલારામ પેલેસ". Divya Bhaskar. 2010-02-06. મેળવેલ 2020-11-25.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]