ટાઇમ્સ ઑફ ઇન્ડિયા

વિકિપીડિયામાંથી
૧૮૯૮માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ઇમારત

ટાઇમ્સ ઑ ઇન્ડિયા (ટીઑઆઇ-TOI) એ ભારતનું અંગ્રેજી ભાષાનું દૈનિક વર્તમાનપત્ર છે જેની માલિકી ટાઇમ્સ જૂથ પાસે છે. ઑડિટ બ્યુરો ઑફ સર્ક્યુલેશન્સ (ભારત) ના જણાવ્યા મુજબ તે ભારતમાં વેચાતું ત્રીજા ક્રમનું વર્તમાનપત્ર છે અને વિશ્વમાં બીજા ક્રમે વેચાતું અંગ્રેજી વર્તમાનપત્ર છે.[૧][૨][૩][૪][૫] તે ભારતનું સૌથી જૂનું અંગ્રેજી ભાષાનું વર્તમાનપત્ર છે, જેની પ્રથમ આવૃત્તિ ૧૮૪૦માં પ્રકાશિત થઈ અને હજુ સુધી અલગ અલગ નામો હોવા છતાં અસ્તિત્વમાં છે. [૬] બોમ્બે સમાચાર પછી તે ભારતનું બીજા ક્રમનું જૂનું વર્તમાનપત્ર છે જે હજુ સુધી અકબંધ રીતે ચાલુ રહ્યું છે.

૨૦મી સદીની શરૂઆતની નજીકમાં તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝને ટાઇમ્સ ઑફ ઈન્ડિયાને "એશિયામાં અગ્રણી વર્તમાનપત્ર" કહ્યું હતું.[૭][૮] ૧૯૯૧માં બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને (બીબીસી) ટાઇમ્સ ઑઈન્ડિયાને વિશ્વના છ સર્વશ્રેષ્ઠ વર્તમાનપત્રમાં સ્થાન આપ્યું હતું.[૯][૧૦]

તેની માલિકી બેનેટ, કોલમેન એન્ડ કું. લિમિટેડ (બીસીસીએલ) જોડે છે અને તે તે જ કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. બીસીસીએલની માલિકી સાહુ જૈન પરિવાર જોડે છે. ૨૦૧૨નાં બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મુજબ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડમાં ૮૮ મા ક્રમે હતું. જોકે ૨૦૧૭માં તેના ક્રમમાં પડતી આવી અને તેનો ક્રમ ૩૫૫ પર ધકેલાઈ ગયો.[૧૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

૩ નવેમ્બર ૧૮૩૮ના રોજ મહારાષ્ટ્રના સુધારાવાદી રાઓબહાદુર વેલકરે પોતાના હાથ નીચે બુધવાર અને શનિવારે બોમ્બે ટાઇમ્સ અને જર્નલ ઑફ કોમર્સના નામે આ છાપવાનું શરુ કર્યું.[૧૨] ૧૮૫૦થી તેની દૈનિક આવૃત્તિઓ છપાવાની શરુ થઈ. પછી તેમાં રોબર્ટ નાઇટે તેમાં રોકાણ કર્યું અને તેનું નામ બદલીને ટાઇમ્સ સ્ટાન્ડર્ડ અને પછી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા કર્યું. ત્યારબાદ તેની માલિકી બેનેટ અને કોલમેને ૧૮૯૨ સુધી તેમની સ્થાપેલી કંપની બેનેટ, કોલમેન એન્ડ કું. વડે માલિકી સંભાળી.[૧૩]

પછી તેનું વેચાણ રામકૃષ્ણ દાલમિયાને ૧૯૪૬માં ભારતની સ્વતંત્રતાને લીધે રુપિયા ૨૦ લાખમાં થયું.[૧૩] દાલમિયાએ તેમાં ભ્રષ્ટાચાર કર્યો અને તેથી તેમને બે વર્ષ તિહાર જેલમાં વિતાવવા પડ્યા. ત્યાં સુધી તેનું સંપાદન શાંતિલાલ જૈને કર્યું, જેઓ દાલમિયાના જમાઈ હતા.[૧૪] પણ શાંતિલાલ જૈનને પણ કાળાં બજારમાં આ પેપર વેચવા બદલ ૧૯૬૦ના દાયકાની શરુઆતમાં જેલ જવું પડ્યું અને સરકારે ૧૯૬૯માં ભારત સરકારે બોમ્બે હાઈકોર્ટના આદેશને લીધે પોતાના નિયંત્રણમાં લીધું.[૧૫][૧૬] પછી ૧૯૭૬માં જૈન પરિવારને તેની માલિકી પાછી મળી.[૧૭]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. C. S. Natarajan (13 February 2018). National Words: A Solution to the National Language Problem of India. Notion Press. પૃષ્ઠ 189–. ISBN 978-1-948147-14-9.
  2. Arnold P. Kaminsky; Roger D. Long, Ph.D. (23 September 2011). India Today: An Encyclopedia of Life in the Republic [2 volumes]: An Encyclopedia of Life in the Republic. ABC-CLIO. પૃષ્ઠ 706–. ISBN 978-0-313-37463-0. મેળવેલ 20 April 2018.
  3. "It's the best of Times". Rick Westhead. The Star. 5 February 2010. મેળવેલ 20 April 2018.
  4. "Citizens Jain Why India's newspaper industry is thriving". Ken Auletta. New Yorker. 8 October 2012. મેળવેલ 20 April 2018.
  5. "National Newspapers Total Circulation". International Federation of Audit Bureaux of Circulations (IFABC). 2011. મૂળ માંથી 20 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2014. Check date values in: |archive-date= (મદદ)
  6. S. B. Bhattacherje (1 May 2009). Encyclopaedia of Indian Events & Dates. Sterling Publishers Pvt. Ltd. પૃષ્ઠ A126. ISBN 978-81-207-4074-7. મેળવેલ 23 June 2016.
  7. Sangita P. Menon Malhan (25 July 2013). The TOI Story. HarperCollins Publishers India. પૃષ્ઠ 1945–. ISBN 978-93-5029-664-6. મેળવેલ 22 July 2017.
  8. Jaideep Bose (23 April 2013). "A daily in the life of India". Times of India. મેળવેલ 23 July 2017.
  9. C. V. Baxi; Ajit Prasad (2005). Corporate Social Responsibility: Concepts and Cases : the Indian Experience. Excel Books India. પૃષ્ઠ 167–. ISBN 978-81-7446-449-1. મેળવેલ 26 June 2016.
  10. Vir Bala Aggarwal; V. S. Gupta (1 January 2001). Handbook of Journalism and Mass Communication. Concept Publishing Company. પૃષ્ઠ 128–. ISBN 978-81-7022-880-6. મેળવેલ 26 June 2016.
  11. "The Brand Trust Report, India Study 2017". Trust Research Advisory. મેળવેલ 8 January 2018.
  12. "The Times of India | Indian newspaper". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-10.
  13. ૧૩.૦ ૧૩.૧ Kasbekar, Asha. (2006). Pop culture India! : media, arts, and lifestyle. Santa Barbara, Calif.: ABC-CLIO. ISBN 978-1-84972-386-2. OCLC 299474307.
  14. Nast, Condé. "Citizens Jain". The New Yorker (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-10.
  15. "The Glasgow Herald - Google News Archive Search". news.google.com. મેળવેલ 2019-12-10.
  16. Malhan, Sangita P. Menon (2013-07-25). The TOI Story (અંગ્રેજીમાં). Harper Collins. ISBN 978-93-5029-664-6.
  17. Subramaniam, Samanth. "How Samir Jain created the modern Indian newspaper industry". The Caravan (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-10.