લખાણ પર જાઓ

નળ સરોવર

વિકિપીડિયામાંથી
નળ સરોવર પક્ષી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
પરોઢીયે પક્ષી નિરિક્ષણ માટે નિકળતી હોડીઓ
Map showing the location of નળ સરોવર પક્ષી અભયારણ્ય
Map showing the location of નળ સરોવર પક્ષી અભયારણ્ય
સ્થળઅમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરઅમદાવાદ
અક્ષાંશ-રેખાંશ22°46′33″N 72°02′21″E / 22.77583°N 72.03917°E / 22.77583; 72.03917
વિસ્તાર૧૨૦.૮૨ ચો. કિ.મી.
સ્થાપના૧૯૬૯
નિયામક સંસ્થાForest Department of Gujarat
Designations
અધિકૃત નામનળ સરોવર
ઉમેરેલ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨
સંદર્ભ ક્રમાંક.૨૦૭૮[૧]

નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં[૨] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૩] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૪] શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે. તદઉપરાંત આ સ્થળ એક રામસર સ્થળ પણ છે.

આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે. નળ સરોવર નો સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

નળ સરોવરનો નક્શો

નળ સરોવર જળાશય અને નળ સરોવર અભયારણ્યની સરહદ એકમેકમાં પરોવાયેલી છે. રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગ અને વન વિભાગ દ્વારા નીચે પ્રમાણેની સરહદ જાહેર કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગ અને વન વિભાગ દ્વારા પ્રમાણીત નળ સરોવર જળાશય અને નળ સરોવર અભયારણ્યની સરહદ[૫]
દિશા સરહદ
ઉત્તર શાહપુર
પૂર્વ કાયલા, વેકરીયા, મેણી, દુર્ગી
દક્ષીણ શિયાળ
પશ્ચિમ દિગ્વિજયગઢ, પરાળી, મુળબાવળા કે મુળ બાવળા, રાણાગઢ, ભગવાનપર, જાળીયાળા, નાની કઠેચી
અક્ષાંશ અને રેખાંશ 22° 46'33" N અને 72° 02'21"E
સમુદ્રની સપાટીથી ઉંચાઇ ૯.૧૦ મીટર

ઇકોલોજી[ફેરફાર કરો]

આ અભયારણ્ય સરેરાશ ૧,૭૪,૧૨૮ જેટલા પક્ષીઓનું આશ્રયસ્થાન છે. પક્ષી-વસતિ ગણતરીનો ડેટા નીચે મુજબ છે.

૧૯૯૨ થી ૨૦૧૦ સુધીની પક્ષી-ગણતરી દરમ્યાન નોંધાયેલ પક્ષી સંખ્યા[૬]
વર્ષ ૧૯૯૨ ૧૯૯૬ ૨૦૦૦ ૨૦૦૨ ૨૦૦૪ ૨૦૦૬ ૨૦૦૮ ૨૦૧૦ સરેરાશ
કુલ સંખ્યા ૧,૮૭,૭૩૪ ૧,૪૧,૫૩૪ ૫૦,૫૮૧ ૧,૩૪,૯૭૫ ૧૯૮,૧૩૯ ૨,૫૨,૬૮૨ ૨,૫૩,૨૫૪ ૧,૩૧,૩૦૬ ૧,૭૪,૧૨૮
૨૦૧૧ થી ૨૦૨૦ સુધીની પક્ષી-ગણતરી દરમ્યાન નોંધાયેલ પક્ષી સંખ્યા[૭]
વર્ષ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ સરેરાશ
કુલ સંખ્યા ૧,૪૩,૦૦૦ ૩,૧૫,૦૦૦

પ્રવાસન મહિતિ[ફેરફાર કરો]

નળ સરોવર ખાતે નૌકાયન માટેનું ભાવપત્રક

અભયારણ્યનાં મુખ્ય અધિકારીના કાર્યાલય નળ સરોવર ખાતે આવેલું છે, જે પ્રવાસન માહિતી પૂરી પાડે છે.

વસવાટ[ફેરફાર કરો]

નળ સરોવર, તેમાં આવેલા ટાપુઓ અને આસપાસનાં ગામોમાં પઢાર નામની વિચરતી જનજાતી વસતી જોવા મળે છે જે ગુજરાતમાં ફ્કત આ વિસ્તાર પુરતી મોટેભાગે સિમિત રહી છે. આ જાતિના લોકો વિશીષ્ટ સાંસ્કૃતિક વારસો ધરાવે છે.

આરક્ષીત યાદીમાં સ્થાન ધરાવતા જીવતા પક્ષીઓ અને શિકાર માટેનાં જાળ અને અન્ય સાધનો અહીંથી પકડાયા છે.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Nalsarovar". Ramsar Convention Sites Information Service. મેળવેલ 25 April 2018.
  2. ગુજરાત વનવિભાગ, નળ સરોવર[હંમેશ માટે મૃત કડી]
  3. "આરક્ષીત વિસ્તારોની યાદી". worldwildlife.org. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
  4. "નળ સરોવર અભયારણ્ય ની માહિતિ". gujaratforest.gov.in. વનવિભાગ, ગુજરાત સરકાર. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
  5. મહેસુલ વિભાગ, ગુજરાત રાજ્ય
  6. નળ સરોવર પક્ષી અંદાજનો ડેટા, વન વિભાગ, ગુજરાત રાજ્ય
  7. તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે દિવ્યભાષ્કરની અમદાવાદ આવૃત્તિમાં પાંચમાં પાના પર પ્રસિદ્ધ થયેલો લેખ.
  8. નવગુજરાત સમય (૧૬ જાન્યુઆરી ૨૦૧૬). "નવગુજરાત સમયનાં સમાચાર" (PDF). નવગુજરાત સમય. નવગુજરાત સમય. મૂળ (PDF) માંથી ૧૬ જાન્યુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]