મોરબી જિલ્લો

વિકિપીડિયામાંથી
મોરબી
જિલ્લો
મોરબી જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
મોરબી જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત
સ્થાપનાઓગસ્ટ ૧૫, ૨૦૧૩
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીGJ-36
વેબસાઇટmorbi.gujarat.gov.in

મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાજકોટ જિલ્લામાંથી ચાર તાલુકા (મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેર) અને એક તાલુકો (હળવદ) સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકાઓનો નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.[૧][૨]

તાલુકાઓ[ફેરફાર કરો]

મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૩]

મોરબી જિલ્લાના તાલુકાઓ
તાલુકો ગામોની સંખ્યા ગ્રામ પંચાયતની સંખ્યા
મોરબી તાલુકો ૯૪ ૯૪
ટંકારા તાલુકો ૪૩ ૪૨
હળવદ તાલુકો ૬૭ ૬૭
વાંકાનેર તાલુકો ૧૦૨ ૧૦૧
માળિયા (મિયાણા) તાલુકો ૪૪ ૪૪

રાજકારણ[ફેરફાર કરો]

મોરબી જિલ્લામાં ૩ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૬૫ મોરબી કાંતિલાલ અમૃતિયા ભાજપ
૬૬ ટંકારા દુર્લભભાઇ દેથારિયા ભાજપ
૬૭ વાંકાનેર જીતેન્દ્ર સોમાણી ભાજપ

વસ્તી[ફેરફાર કરો]

મોરબી જિલ્લાની અંદાજિત વસ્તી ૯,૬૦,૩૨૯ અને વિસ્તાર ૪,૮૭૧.૫ ચોરસ કિમી છે. જિલ્લાની વસ્તી ગીચતા ૨૦૭ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Next Republic Day, Gujarat will be bigger..." Indian Express. ૭ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૧૯ ઓક્ટોબર ૨૦૧૨.
  2. Dave, Kapil (2013). "Narendra Modi: 7 new districts to start functioning from Independence Day". ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં). મેળવેલ ૮ મે ૨૦૧૯.
  3. "ગામ અને પંચાયતો". મોરબી જિલ્લો. મોરબી જિલ્લા વહિવટી તંત્ર, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. ૪ ડિસેમ્બર ૨૦૨૧. મેળવેલ ૮ ડીસેમ્બર ૨૦૨૧. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડી[ફેરફાર કરો]