મોરબી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મોરબી
—  શહેર  —
મણીમંદિર, મોરબી
મણીમંદિર, મોરબી

મોરબીનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°48′43″N 70°49′25″E / 22.811989°N 70.823619°E / 22.811989; 70.823619
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
વસ્તી ૧,૯૪,૯૪૭ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

મોરબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનો મહત્વના મોરબી તાલુકામાં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.[૨][૩]

એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબી ને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું.

મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.

શૈક્ષણિક સ્થળો[ફેરફાર કરો]

 • સ્નાતક કોલેજ
 • એલ. ઇ. એન્જિનિયરિંગ કોલેજ (ડિપ્લોમા અને ડિગ્રી)
 • દોશી હાઇસ્કુલ મોરબી
 • વી.સી. ટેક્નીકલ હાઇસ્કુલ
 • ગર્લ્સ હાઇસ્કુલ
 • ઓમ વિવિઆઇએમ
 • શ્રી સ્વામીનારાયણ ગુરૂકૂળ
 • આર્યાવર્ત એડયુકેશનલ એકેડેમી
 • શ્રી યુ. અને. મહેતા આર્ટ્સ કોલેજ
 • શ્રી એમ. એમ. સાયન્સ કોલેજ
 • જી. જે. શેઠ કૉમર્સ કોલેજ
 • સરસ્વતી ભગવતી વિદ્યાલય -બરવાળા

મોરબીના જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

 • મયુર પુલ/પાડા પુલ
 • ઝૂલતો પુલ
 • મણીમંદિર
 • વાઘ મહેલ
 • ગ્રીન ચૉક ટાવર
 • નહેરુ ગેટ (નગર દરવાજો )
 • ન્યુ પેલેસ (આર્ટ દેકો પેલેસ)
 • મચ્છૂ માતાજી મંદિર
 • રફાળેશ્વર મહાદેવ મંદિર

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Morvi City Census 2011 data". Population Census 2011. Retrieved ૩૦ એપ્રિલ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 2. "Morbi ::: Ceramic wall - Vitrified - Digital tiles". Retrieved ૧૨ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 3. "Tale Of A City: How Morbi Lost The Plot". web.archive.org. 2014-05-21. Retrieved 2020-05-18. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]