આણંદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આણંદ
શહેર
આણંદ is located in ગુજરાત
આણંદ
આણંદ
આણંદ is located in India
આણંદ
આણંદ
અક્ષાંશ-રેખાંશ: 22°33′22″N 72°57′04″E / 22.556000°N 72.951000°E / 22.556000; 72.951000
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઆણંદ
તાલુકોઆણંદ
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૧,૩૦,૪૬૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૮૦૦૧

આણંદ (audio speaker iconઉચ્ચાર) શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનું તેમ જ આણંદ તાલુકાનું મુખ્ય મથક છે. આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આણંદ ૨૨.૫૭° N ૭૨.૯૩° E.[૧] પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે. આણંદ શહેર એ અમદાવાદ અને વડોદરાને જોડતી રેલ્વે લાઇન પર આવે છે.

વસ્તી[ફેરફાર કરો]

ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% હતા.

સંસ્થાઓ[ફેરફાર કરો]

આણંદ ખાતે ભારતીય ગ્રામ વ્યવસ્થાપન સંસ્થાન (Indian Institute of Rural Management - IRMA) પણ આવેલી છે. અમૂલ ડેરી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board - NDDB) અહીં આવેલા છે. અહીં આણંદ કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: