લખાણ પર જાઓ

ખંભાળિયા

વિકિપીડિયામાંથી
ખંભાળિયા
જામ ખંભાળિયા / ખંભાલીયા
—  નગર  —
ટાવર, જામ ખંભાળિયા
ટાવર, જામ ખંભાળિયા
ખંભાળિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°12′19″N 69°39′32″E / 22.2052603°N 69.6587765°E / 22.2052603; 69.6587765
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો
વસ્તી ૪૧,૭૩૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૧૩૦૫
    • ફોન કોડ • +૦૨૮૩૩-XXXXXX
    વાહન • જીજે ૩૭

ખંભાળિયા કે ખંભાલિયા અથવા જામ ખંભાળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાં આવેલું નગર છે જે જિલ્લા તેમજ તાલુકાનું મુખ્યમથક છે. ખંભાળિયાનો રાજકીય વહીવટ નગરપાલિકા હસ્તક છે.[]

ખંભાળિયા જામનગરથી દ્વારકા જતા રાજ્ય ધોરીમાર્ગ ૬ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯૪૭) પર આશરે ૫૬ કિ.મી.ના અંતરે આવેલું છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અહિંથી લગભગ ૭૯ કિ.મી. જેટલું દૂર છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
દ્વારકા દરવાજો, ખંભાળિયા
સરકારી તાલુકા પુસ્તકાલય, હજામ પાળા પાસે

ખંભાળિયા પર સૌપ્રથમ વાઢેલોનું શાસન હતું અને જામ રાવલે તેમની પાસેથી કબ્જે કર્યું હતું. જ્યારે નવાનગર મુઘલોના શાસન હેઠળ હતું ત્યારે ખંભાળિયા નવાનગર રજવાડાનું મુખ્યમથક હતું. જૂનું શહેર કિલ્લેબંધી ધરાવતું હતું. તે આશરે ૩૫૦ વર્ષ પહેલાં કિલ્લેબંધ કરાયું હતું.[] નગર દરવાજો, પોર દરવાજો, જોધપુર દરવાજો, સલાયા દરવાજો અને દ્વારકા દરવાજો - એમ પાંચ દરવાજા નગરના કોટમાં આવેલા હતા.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

રામનાથ મહાદેવ મંદિર, ખામનાથ મહાદેવ મંદિર, આશાપુરી માતા, કલ્યાણરાયજી અને જડેશ્વર મહાદેવના મંદિરો અહીં આવેલા છે. અન્ય ધાર્મિક સ્થળોમાં મહાપ્રભુની બેઠક અને અજમેર પીર દરગાહનો સમાવેશ થાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Khambhalia City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧ ફેબ્રુઆરી ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ Gujarat (૧૯૭૦). Gazetteers: Jamnagar District. Directorate of Government Print., Stationery and Publications. પૃષ્ઠ ૨૬૭.