વેરાવળ
વેરાવળ | |||||
— શહેર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 20°54′53″N 70°21′56″E / 20.914825°N 70.365672°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | ગીર સોમનાથ
` | ||||
વસ્તી | ૧,૫૩,૬૯૬ (૨૦૧૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 0 metres (0 ft) | ||||
કોડ
|
વેરાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનું મહત્વનું શહેર છે અને વેરાવળ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]વેરાવળ સોમનાથથી ૭ કિ.મી.ના અંતરે આવેલું છે. વેરાવળ 20°54′N 70°22′E / 20.9°N 70.37°E પર સ્થિત છે. તેની સરેરાશ ઊંચાઈ ૦ મીટર (૦ ફુટ) છે
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૩મી-૧૪ સદીમાં રાજપૂત રાવ વેરાવળજી વઢેર દ્વારા વેરાવળની સ્થાપના કરવામાં આવી હતી. વેરાવળ એક સમયે જુનાગઢના રાજવી પરિવારના કિલ્લાબંધ બંદરનું એક નગર હતું. તે ૧૯૪૭ સુધી જુનાગઢના રાજ્યનો એક ભાગ હતું. શહેર હજુ પણ જૂના નવાબી વારસાના કેટલાક અવશેષો ધરાવે છે, જેમાં સુંદર નવાબી ઉનાળાના મહેલનો સમાવેશ થાય છે. વેરાવળની આસપાસ નવાબી કિલ્લા અને નવાબી દ્વારોના ખંડેરો છે. બંદરની જૂની દિવાલો હવે ખંડેર બની છે. જુનાગઢ દ્વાર અને પાટણ દરવાજો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.
નવાબી મહેલ જે મુખ્ય આકર્ષણોમાંથી એક છે, તે સોમનાથ કોલેજ તરીકે જાણીતું છે (આ મહેલને નવાબ દ્વારા છોડી દેવામાં આવ્યા પછી કૉલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો). હાલમાં તે સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ફેરવાઈ છે. આ શહેરને ઘણીવાર સોમનાથના ભવ્ય મંદિરના પ્રવેશદ્વાર તરીકે અને પ્રભાસ પાટણ અને ભાલકાના યાત્રાધામો તરીકે ઓળખવામાં આવે છે. વેરાવળ ગીર અભ્યારણ્યનું (૪૨ કિ.મી. દૂર) સૌથી નજીકનું શહેર છે.
સુરતના ઉદય પહેલાં, વેરાવળ મક્કાના યાત્રાળુઓ માટેનું મુખ્ય બંદર હતું. તેનું મહત્વ હવે માછીમારી બંદર તરીકે છે, જે ભારતમાં સૌથી મોટું છે. કોઈ પણ આધુનિક તકનીકીના ઉપયોગ વિના માછીમારો દ્વારા લાકડાની માછીમારી બોટ હજુ પણ બનાવવામાં આવે છે. આ પરંપરાગત કુશળતા પિતાથી પુત્ર સુધી પસાર થાય છે. વેરાવળથી આશરે ૨૫ કિલોમીટર દૂર ઐતિહાસિક સવાની ગામ આવેલું છે.
વસ્તીવિષયક
[ફેરફાર કરો]૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી મુજબ, વેરાવળની વસ્તી ૧,૫૩,૬૯૬ હતી. કુલ વસ્તીના ૫૧% પુરુષો છે અને સ્ત્રીઓ ૪૯% છે. વેરાવળનો સરેરાશ સાક્ષરતા દર ૬૨% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતા વધારે છે. પુરૂષ સાક્ષરતા ૭૧% છે અને સ્ત્રી સાક્ષરતા ૫૩% છે. વેરાવળમાં, ૧૪% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરની છે.
ઉદ્યોગો
[ફેરફાર કરો]મત્સ્યોદ્યોગ હંમેશાથી નગરનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે અને ખારવા (માછીમારો)ઓનું તેમાં પ્રભુત્વ છે. મોટેભાગે પરંપરાગત નાવડા પર માછીમારી કરવામાં આવે છે. વેરાવળમાં મોટા નાવડા બનાવવાના ઉદ્યોગો પણ છે. વેરાવળ જીઆઇડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) માં મોટી સંખ્યામાં માછલી સમારવાના કારખાનાઓ છે જે અમેરિકા, જાપાન, દક્ષિણ-પૂર્વ એશિયા, આરબ અને યુરોપિયન યુનિયનના દેશો માટે ઉત્તમ ગુણવત્તાની માછલીઓ અને અન્ય દરિયાઈ ખોરાક નિકાસ કરે છે. મત્સ્યઉદ્યોગ, જે સરકારી પહેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે હવે ખુબ ખીલ્યું છે અને ઘણા આયાતકારો વિશ્વભરથી વેરાવળ તરફ આકર્ષાય છે. વેરાવળ સ્થિત CIFT અને CMFRIના પ્રાદેશિક સંશોધન કેન્દ્રોએ ગુજરાતમાં ફિશરિઝ સેક્ટરના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.
વેરાવળમાં આદિત્ય બિરલા નુવો લિમિટેડ (અગાઉ: ઇન્ડિયન-રેયોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) નું કારખાનું છે, જે ભારતની સૌથી મોટી રેયોન બનાવનાર કંપનીઓ પૈકી એક છે.
વેરાવળની આસપાસ વિવિધ રાસાયણિક, દોરા અને સિમેન્ટ કંપનીઓ છે જે સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડે છે. વેરાવળ માં ગુજરાત અંબુજા સિમેન્ટ લિમિટેડ, ગુજરાત સિધ્ધિ સિમેન્ટ લિમિટેડ અને ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના કારખાના છે.
પરિવહન
[ફેરફાર કરો]વેરાવળ જંકશન પશ્ચિમ રેલવે માટે ખૂબ જ વ્યસ્ત રેલવે જંકશન સ્ટેશન છે અને 14 પ્રાદેશિક અને લાંબી-અંતર માટેની રેલગાડીઓ દ્વારા સેવા અપાય છે.
દૈનિક (અથવા બહુવિધ દૈનિક) રેલગાડીઓ ગુજરાતમાં અમદાવાદ, ભરૂચ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મુખ્ય શહેરોને જોડે છે. ગુજરાતમાં કેશોદ, જેતલસર, ગોંડલ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, નડીઆદ, આણંદ, વલસાડ, વાપી, દાહોદ અને ગોધરા જેવા અન્ય શહેરોમાં દૈનિક જોડાણૉ પણ ઉપલબ્ધ છે.
દૈનિક લાંબા અંતરની રેલગાડીઓ ભારતના ઘણા શહેરો સાથે વેરાવળને જોડે છે જેમાં ભોપાલ, જબલપુર, ઈટારસી, રતલામ, ઉજ્જૈન અને મુંબઇનો સમાવેશ થાય છે. પૂણે, ત્રિવેન્દ્રમ, કોચી, કોલ્મમ, કોટ્ટાયામ, થ્રિસુર, કોળિક્કોટ્, કુન્નુર, મેંગલોર, કરવર, મડગાંવ, રત્નાગિરી અને પાનવેલ જેવા કેટલાક શહેરો સાપ્તાહિક લાંબા અંતરની રેલગાડીઓ થી જોડાયેલા છે.
નજીકના વિમાનમથક દીવ અને રાજકોટ છે .
હવામાન
[ફેરફાર કરો]હવામાન માહિતી વેરાવળ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 33 (91) |
36 (97) |
42 (108) |
40 (104) |
40 (104) |
39 (102) |
38 (100) |
39 (102) |
38 (100) |
38 (100) |
37 (99) |
37 (99) |
42 (108) |
સરેરાશ મહત્તમ °C (°F) | 27 (81) |
27 (81) |
30 (86) |
30 (86) |
31 (88) |
31 (88) |
30 (86) |
28 (82) |
30 (86) |
32 (90) |
31 (88) |
28 (82) |
30 (85) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 16 (61) |
17 (63) |
20 (68) |
23 (73) |
26 (79) |
28 (82) |
27 (81) |
26 (79) |
26 (79) |
24 (75) |
21 (70) |
18 (64) |
23 (73) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | 8 (46) |
7 (45) |
8 (46) |
18 (64) |
20 (68) |
16 (61) |
16 (61) |
20 (68) |
21 (70) |
19 (66) |
11 (52) |
7 (45) |
7 (45) |
સરેરાશ વરસાદી દિવસો | 1 | 1 | 1 | 1 | 1 | 9 | 16 | 16 | 8 | 2 | 2 | 1 | 59 |
Average relative humidity (%) | 60 | 66 | 73 | 81 | 85 | 85.5 | 88 | 88.5 | 86 | 78 | 66.5 | 61.5 | 76.6 |
સ્ત્રોત: Weatherbase[૧] |
મહત્વ
[ફેરફાર કરો]વેરાવળ એક અગત્યનું બંદર અને રમણિય પર્યટન સ્થળ છે. વેરાવળ-સોમનાથનું પ્રાચીન મહત્વ પુરાણોમા પણ મળી આવેલ છે. વેરાવળ-સોમનાથ ની વચ્ચે ભાલકા તીર્થ, ભીડ ભંજન, ગીતા મંદિર, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ અને મહાપ્રભુજીની બેઠક જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. વેરાવળથી ૨૦કિમી દુર ઇશ્વરીયા ગામની બાજુમાં પાંડવ તપોવન ભૂમિ નામનું રમણિય પર્યટન સ્થળ આવેલું છે. કહેવામાં આવે છે કે પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન અહિં વસવાટ કર્યો હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "આબોહવા-વેરાવળ". મૂળ માંથી 2020-10-29 પર સંગ્રહિત. મેળવેલ ૨ મે ૨૦૧૨.