લખાણ પર જાઓ

જેતલસર (તા. જેતપુર)

વિકિપીડિયામાંથી
જેતલસર
—  ગામ  —
જેતલસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°45′16″N 70°37′20″E / 21.754422°N 70.622322°E / 21.754422; 70.622322
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો જેતપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, સીમેન્ટ ઉદ્યોગ
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

જેતલસર (તા. જેતપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જેતપુર તાલુકામાં આવેલું એક ગામ છે. જેતલસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જેતલસર ગામ બે ભાગમાં વહેંચાયેલું છે, જેતલસર જંકશન અને જેતલસર ગામ. જેતલસર જંકશનમાં મોટા ભાગની વસ્તી રેલ્વે કર્મચારીઓની છે. ત્યાં સૌરાષ્ટ્રનું મોટું રેલ્વે સ્ટેશન આવેલું છે. અહીંથી રાજકોટ, ભાવનગર, પોરબંદર અને વેરાવળ તરફ રેલ્વે દ્રારા યાત્રા કરી શકાય છે. જેતલસર ગામ જેતપુર-જુનાગઢ ધોરી માર્ગ પર આવેલું છે. અહીંના વણેલા ગાંઠિયા વખણાય છે.

જેતપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન