દમણ અને દીવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દમણ અને દીવ
ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ
૧૯૮૭–૨૦૨૦
St. Paul's Church Daman & Diu, Diu Dsc-0002.jpg
Diu fort Diu india.jpg
Diu1.jpg
સેંટ પોલ ચર્ચ, દીવ કિલ્લો, દીવનો દરવાજો
IN-DD.svg
દમણ અને દીવનો નકશો
રાજધાનીદમણ
વિસ્તાર 
• 
112 km2 (43 sq mi)
વસ્તી 
• 
242911
સરકાર
સંચાલક 
• ૧૯૮૭ (પ્રથમ)
ગોપાલ સિંઘ
• ૨૦૧૯ (છેલ્લા)
પ્રફૂલ ખોડા પટેલ
ઇતિહાસ 
• સ્થાપના
૩૦ મે ૧૯૮૭
• દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
૨૬ જાન્યુઆરી ૨૦૨૦
રાજકીય ઉપવિભાગો૨ જિલ્લાઓ
પહેલાં
પછી
ગોઆ, દમણ અને દીવ
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની રચના

દમણ અને દીવ (/dəˈmɑːn ... ˈd/) ભારતનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. 112 km2 (43 sq mi) વિસ્તાર સાથે તે ભારતની મુખ્યભૂમિ પરનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હતો. આ વિસ્તારમાં દમણ જિલ્લા અને દીવ જિલ્લાનો સમાવેશ થતો હતો, જે ભૌગોલિક રીતે ખંભાતના અખાતથી અલગ હતા.

ઇતિહાસ[ફેરફાર કરો]

આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.

૨૦૧૯માં દમણ અને દીવને તેની નજીક આવેલા દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાનો ખરડો પસાર થયો હતો, જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં મૂકાયો હતો.[૧]

જિલ્લાઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Staff, The ID (4 December 2019). "Dadra & Nagar Haveli and Daman & Diu UTs merge for 'better admin efficiency, service': MoS Home". Indus Dictum. મેળવેલ 5 December 2019.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]