લખાણ પર જાઓ

દાદરા અને નગરહવેલી

વિકિપીડિયામાંથી
દાદરા અને નગરહવેલી
ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ
સેલ્વાસમાં દમણગંગા નદી
દાદરા અને નગરહવેલી
દાદરા અને નગરહવેલી
અક્ષાંશ-રેખાંશ: 20°16′N 73°01′E / 20.27°N 73.02°E / 20.27; 73.02
દેશ ભારત
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ, દીવ
મુખ્યમથકસેલ્વાસ
વિસ્તાર ક્રમ૩૨મો
ઊંચાઇ
૧૬ m (૫૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩,૪૩,૭૦૯
 • ક્રમ૩૩મો
ભાષાઓ[]
 • અધિકૃતહિંદી, ગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીDN-09
વેબસાઇટcollectordnh.gov.in

દાદરા અને નગરહવેલીભારત દેશનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો, જે હવે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સમાવેશ થયો છે. તે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસમાં આવેલું હતું. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.

અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
પોર્ટુગીઝ શાસન સમયમાં દમણ, દાદરા અને નગર હવેલીનો નકશો

૧૯૪૭માં ભારતની આઝાદી પછી દાદરા અને નગર હવેલીના નાગરિકો, યુનાઇટેડ ફ્રંટ ઓફ ગોઅન્સ ‍(UFG), ધ નેશનલ મુવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન (NMLO), અને આઝાદ ગોમંતક દળે દાદરા અને નગર હવેલીનો કબ્જો પોર્ટુગીઝો પાસેથી ૧૯૫૪માં લઇ લીધો હતો.[]

૩૧ ડિસેમ્બર ૧૯૭૪ના રોજ ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા હતા.[]

ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં દાદરા અને નગર હવેલીને દમણ અને દીવ સાથે જોડીને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. દાદરા અને નગર હવેલી હવે કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણમાંનો એક જિલ્લો છે.[][][]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

આ પ્રદેશમાં ખાનવેલ જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. ખાનવેલ દાદરા અને નગરહવેલીના પાટનગર સેલવાસથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. સેલવાસથી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. દાદરામાં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). 29 March 2016. પૃષ્ઠ 87. મૂળ (PDF) માંથી 25 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 January 2018.
  2. P S Lele, Dadra and Nagar Haveli: past and present, published by Usha P. Lele, 1987
  3. "Treaty Between the Government of India and the Government of the Republic of Portugal on Recognition of India's Sovereignty Over Goa, Daman, Diu, Dadra and Nagar Haveli and Related Matters 1974". મૂળ સંગ્રહિત માંથી 3 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 2 June 2013.
  4. Dutta, Amrita Nayak (10 July 2019). "There will be one UT less as Modi govt plans to merge Dadra & Nagar Haveli and Daman & Diu". The Print. મેળવેલ 22 August 2019.
  5. "Govt plans to merge 2 UTs -- Daman and Diu, Dadra and Nagar Haveli".
  6. http://164.100.47.4/BillsTexts/LSBillTexts/Asintroduced/366_2019_LS_Eng.pdf