દાદરા, દાદરા અને નગરહવેલી

વિકિપીડિયામાંથી
વાનગંગા તળાવ, દાદરા

દાદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના દાદરા અને નગરહવેલી જિલ્લામાં આવેલું એક ગામ છે. દાદરા ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. તેઓ તેમની કુકણા બોલી, ધોડિઆ બોલીનો ઉપયોગ પોતાના સામાન્ય વહેવાર દરમ્યાન કરે છે.