પુના

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પુના
पुणे
દખ્ખણની મહારાણી, ભારતનું ડિટ્રાયટ
—  Tier 1 city  —
Clockwise from bottom: the National War Memorial Southern Command, the HSBC Global Technology India Headquarters, Mahatma Gandhi Road, Fergusson College and Shaniwar Wada
પુનાનુ
મહારાષ્ટ્ર અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 18°28′25″N 73°47′52″E / 18.47361°N 73.79778°E / 18.47361; 73.79778Coordinates: 18°28′25″N 73°47′52″E / 18.47361°N 73.79778°E / 18.47361; 73.79778
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો Pune
તાલુકો Haveli taluka
Mayor Mohansingh Rajpal[૧]
Municipal Commissioner Mahesh Zagade
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૩૩,૩૭,૪૮૧[૨] (8th) (2009)

• ૭,૨૧૪ /km2 (૧૮,૬૮૪ /sq mi)
• ૫૨,૭૩,૨૧૧[૩] (8th) (2009)

અધિકૃત ભાષા(ઓ) મરાઠી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૧,૧૦૯.૬૯ ચોરસ કિલોમીટર (૪૨૮.૪૫ ચો માઈલ)

• ૫૬૦ મીટર (૧,૮૪૦ ફુ)

વેબસાઇટ www.punecorporation.org

પુના (મરાઠી: पुणे) ને પુનવાડી અથવા પુણ્ય-નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતનું આઠમા ક્રમનું સૌથી મોટું શહેર છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ પછી બીજું સૌથી મોટું શહેર છે. તે મુળા અને મુઠા નદીના સંગમ સ્થાને ડેક્કન ઉચ્ચ પ્રદેશ પર સમુદ્રની સપાટીથી ૫૬૦ મિટરની ઊંચાઇએ આવેલું છે.[૪] પુણે એ પુણે જિલ્લાની વહીવટી રાજધાની છે અને ભારતનું 7મું મેટ્રો સિટી છે.

પુણે એક શહેર તરીકે ઇ.સ. 937થી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.[૫] મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી કિશોરાવસ્થામાં પુણેમાં રહેતા હતા અને તેમના શાસન દરમિયાન શહેરની નોંધપાત્ર વૃદ્ધિ અને વિકાસ થયો હતો. 1730માં સતારાના છત્રપતિના વડાપ્રધાન પેશ્વાની ગાદી તરીકે પુણે મહત્વનું રાજકીય કેન્દ્ર બન્યું હતું. 1817માં શહેરને બ્રિટીશ ભારત સાથે જોડી દેવામાં આવ્યા બાદ ભારતને સ્વતંત્રતા મળી ત્યાં સુધી તે કેન્ટોનમેન્ટ શહેર અને બોમ્બે પ્રેસિડન્સીની "ચોમાસાની રાજધાની" રહ્યું હતું.[૬]

આજે પુણે તેની શૈક્ષણિક સુવિધાઓ માટે જાણીતું છે જ્યાં એકસોથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને નવ યુનિવર્સિટી છે.[૭] પુણેમાં 1950-60થી સારી રીતે પ્રસ્થાપિત મેન્યુફેક્ચરિંગ, ગ્લાસ, ખાંડ અને ફોર્જિંગ ઉદ્યોગ છે. પુણેમાં વિકસી રહેલો ઔદ્યોગિક વિસ્તાર છે જેમાં ઘણી ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ઓટોમોટિવ કંપનીઓ પુણે જિલ્લામાં પોતાના કારખાના નાખી રહ્યા છે. આ ઉપરાંત, પુણે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે શાસ્ત્રીય સંગીત, રમતગમત, સાહિત્ય, વિદેશી ભાષાના અભ્યાસ અને વહીવટશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજ વિજ્ઞાનના અભ્યાસ માટે જાણીતું છે. આ પ્રવૃત્તિ અને રોજગારની તકના કારણે ભારતભરમાંથી કામદારો અને વિદ્યાર્થીઓ અહીં ખેંચાઇ આવે છે તથા મધ્ય-પૂર્વ, ઇરાન, પૂર્વ યુરોપ, અગ્નિ એશિયાના વિદ્યાર્થીઓને તે આકર્ષે છે જેથી તે વિવિધ સમુદાય અને સંસ્કૃતિનું શહેર બને છે.

અનુક્રમણિકા

નામનો અભ્યાસ[ફેરફાર કરો]

પુણે નામ (પુના તરીકે અંગ્રેજીકરણ) પૂણ્ય નગરી (સંસ્કૃતમાં 'પૂણ્યનું શહેર') પરથી ઉતરી આવ્યું છે. આ નામનો સૌથી જૂનો ઉલ્લેખ ઇસ 937માં રાષ્ટ્રકૂટ તાંબાની પ્લેટમાં જોવા મળ્યો છે. વર્તમાન યુગ જેમાં શહેરનો ઉલ્લેખ પૂણ્ય-વિષય અથવા પૂનક વિષય તરીકે કરવામાં આવ્યો છે.[૮] 13મી સદી સુધીમાં તે કસ્બે પુણે અથવા પુનાવડી તરીકે ઓળખાવા લાગ્યું હતું. અંગ્રેજીમાં ક્યારેક શહેરનો ઉલ્લેખ પુના તરીકે કરવામાં આવે છે, જે બ્રિટીશ રાજ વખતે એક સામાન્ય પ્રથા હતી, તેનો સ્પેલિંગ "pune" હવે સામાન્ય બની ગયો છે.[clarification needed] પુણેનો ઉલ્લેખ "સ્ટુડન્ટ કેપિટલ ઓફ ઇન્ડિયા" તરીકે પણ કરવામાં આવે છે કારણ કે ત્યાં વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે. (સંદર્ભ આપો)

ઇતિહાસ[ફેરફાર કરો]

રાષ્ટ્રકુટા વંશ દરમિયાન પાતાલેશ્વર ગુફા મંદિર ખાતે બંધાયેલો વર્તુળાકાર નંદી મંડપ

પ્રાચીન અને મધ્યયુગ[ફેરફાર કરો]

758 અને 768ના મળી આવેલા તાંબાના પત્રકો પરથી જાણવા મળે છે કે આજનું પુના જ્યાં છે ત્યાં 8મી સદી સુધીમાં 'પૂન્નકા' તરીકે ઓળખાતા કૃષિ આધારિત વિસ્તારો અસ્તિત્વ ધરાવતા હતા. પ્લેટ પરથી જાણવા મળે છે કે આ વિસ્તારમાં રાષ્ટ્રકૂટોનું શાસન ચાલતું હતું. ખડક કાપીને બનાવાયેલું પાટલેશ્વર મંદિર પરિસર પણ આ યુગમાં બાંધવામાં આવ્યું હતું.

9મી સદીથી 1327 સુધી પુણે દેવગીરીના યાદવ સામ્રાજ્યનો હિસ્સો હતું. ત્યાર બાદ તેના પર નિઝામશાહી સુલ્તાનનું રાજ આવ્યું જે 17મી સદીમાં તેને મુઘલ સામ્રાજ્ય સાથે જોડવામાં આવ્યું ત્યાં સુધી ચાલ્યું હતું. 1595માં માલોજી ભોંસલેને મુઘલો દ્વારા પુણે અને સુપેના જાગીરદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૮]

મરાઠા અને પેશ્વા શાસન[ફેરફાર કરો]

1625માં શાહજી ભોસલેએ રંગો બાપુજી ધાડફળે (સારદેશપાંડે)ને પુણેના વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ શહેરના સૌ પ્રથમ વિકાસકાર પૈકી એક હતા જેમણે કસ્બા, સોમવાર, રવિવાર અને શનિવાર બજારના નિર્માણ કામનું નિરીક્ષણ કર્યું હતું. 1630માં અને ત્યાર બાદ 1636થી 1647 સુધી વિજાપુરના સુલ્તાન દ્વારા શહેર પર આક્રમણ વખતે શહેર નષ્ટ કરવાની ઘટના બાદ શાહજી ભોંસલેના લશ્કરી અને વહીવટી અધિકારી દાદોજી કોનદેવએ આ વિસ્તારમાં વિકાસ અને બાંધકામ પ્રવૃત્તિ કરાવી હતી. તેમણે પુણે અને 12 મવાળની મહેસુલી વ્યવસ્થા સ્થિર બનાવી એટલું જ નહીં, વિવાદ ઉકેલવા અને કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે અસરકારક પદ્ધતિઓ પણ વિકસાવી હતી. શાહજીના પુત્ર શિવાજી ભોંસલે (પછી છત્રપતિ શિવાજી ) તેમના માતા જીજાબાઇ સાથે ત્યાં આવવાના હતા ત્યારે લાલ મહલ પેલેસનું નિર્માણ શરૂ થયું હતું. લાલ મહલનું બાંધકામ 1640માં પૂર્ણ થયું હતું.[૮] જીજાબાઇએ કસ્બા ગણપતિ મંદિરનું બાધકામ જાતે શરૂ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પર બેસાડવામાં આવેલી ગણપતિની મૂર્તિ શહેરના મુખ્ય દેવતા (ગ્રામદેવતા ) સમાન ગણવામાં આવે છે.[૯]

શિવાજીનો 1674માં છત્રપતિ તરીકે રાજ્યાભિષેક થયો હતો. તેમણે પુણેનો વધુ વિકાસ નિહાળ્યો જેમાં ગુરુવાર, સોમવાર, ગણેશ અને ઘોરપડે પીઠનો સમાવેશ થતો હતો.

બાજીરાવ પ્રથમ 1720માં મરાઠા સામ્રાજ્યના પ્રથમ પેશ્વા બન્યા હતા જેનું શાસન છત્રપતિ શાહુજીએ સંભાળ્યું હતું.[૧૦] 1730 સુધીમાં શનિવારવાડાનો મહેલ મુથા નદીના કિનારે બાંધવામાં આવ્યો હતો જેનાથી શહેર પર પેશ્વાના આધિપત્યની શરૂઆત થઇ હતી. પેશ્વાની દેખરેખ હેઠળ શહેરમાં ઘણા મંદિરો અને પૂલોનું નિર્માણ થયું હતું જેમાં લકડીપૂલ, પાર્વતી મંદિર અને સદાશિવ, નારાયણ રસ્તા અને નાના પીઠનો સમાવેશ થાય છે. 1761માં પાણીપતની ત્રીજી લડાઇમાં પરાજય મળ્યા બાદ પેશ્વાઓના પતનની શરૂઆત થઇ હતી. 1802માં પુનાની લડાઇમાં યશવંતરાવ હોલ્કર દ્વારા પેશ્વાઓ પાસેથી પુણે છીનવી લેવાયું હતું જેના કારણે તુરંત 1803-05નું બીજું એંગ્લો-મરાઠા યુદ્ધ થયું હતું.નવી પીઠ, ગંજ પીઠ અને મહાત્મા ફુલે પીઠ બ્રિટીશ રાજ વખતે પુણેમાં બની હોવાનું માનવામાં આવે છે.

બ્રિટીશ રાજ[ફેરફાર કરો]

1817માં મરાઠા અને બ્રિટીશ વચ્ચે ત્રીજું એંગ્લો-મરાઠા યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ખડકીની લડાઇ (ત્યારે કીર્કી તરીકે નોંધાયું)માં પેશ્વાને પુણે પાસે 5 નવેમ્બર, 1817ના રોજ પરાજય આપવામાં આવ્યો હતો અને શહેર પર કબ્જો કરાયો હતો.[૧૧] તેને બોમ્બે પ્રેસિડન્સીના વહીવટ હેઠળ મૂકવામાં આવ્યું હતું અને અંગ્રેજોએ શહેરના પૂર્વમાં એક વિશાળ લશ્કરી કેન્ટોનમેન્ટ બાંધ્યું હતું. (હવે જેનો ઉપયોગ ભારતીય સેના કરે છે) પુણે મ્યુનિસિપાલિટીની રચના 1858માં કરવામાં આવી હતી. પુણે એક સમયે બોમ્બે પ્રેસિડન્સીનું "મોન્સુન કેપિટલ" હતું.

છેલ્લા પેશ્વા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાના સાહેબ પેશ્વાએ 1857માં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે ભારતીય વિપ્લવના ભાગરૂપે વિદ્રોહ કર્યો હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ અને તાત્યા ટોપેએ તેમની મદદ કરી હતી. સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ બાદ મરાઠા સામ્રાજ્યનો બાકી રહેલો હિસ્સો પણ બ્રિટીશ ભારત સાથે જોડી દેવાયો હતો.

19મી સદીના અંતમાં પુણે સામાજિક અને ધાર્મિક સુધારણા ચળવળ માટે એક મહત્વનું કેન્દ્ર હતું. બાલ ગંગાધર તિલક એટલે કે લોકમાન્ય તિલક, મહર્ષી વિઠ્ઠલ રામજી શિંદે અને જ્યોતિરાવ ફુલે સહિત ઘણા અગ્રણી સામાજિક સુધારાવાદી અને સ્વાતંત્ર્ય સેનાની ત્યાં વસવાટ કરતા હતા.

1996ના ઉત્તરાર્ધમાં પુણેમાં બ્યુબોનિક પ્લેગ (ગાંઠિયો તાવ) ફાટી નીકળ્યો હતો. ફેબ્રુઆરી 1897ના અંત સુધીમાં રોગચાળો વકર્યો હતો અને મૃત્યુઆંક સામાન્ય કરતા બમણો થયો હતો અને અડધા ભાગ કરતા વધુ વસતી શહેર છોડી ગઇ હતી. ઇન્ડિયન સિવિલ સર્વિસિસના એક અધિકારી ડબલ્યુ સી રેન્ડના અધ્યક્ષપદ હેઠળ એક સ્પેશિયલ પ્લેગ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી અને કટોકટીનો સામનો કરવા માટે સૈનિકો બોલાવાયા હતા. મેના અંત સુધીમાં રોગચાળો નિયંત્રણમાં આવી ગયો હતો. 22 જુન 1897ના રોજ રાણી વિક્ટોરિયાના રાજ્યાભિષેકની ડાયમંડ જ્યુબિલી વખતે સ્પેશિયલ પ્લેગ કમિટીના અધ્યક્ષ રેન્ડ અને તેમના લશ્કરી એસ્કોર્ટ લેફ્ટનન્ટ એયર્સ્ટ ગવર્નમેન્ટ હાઉસથી પરત આવતા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો. બંને માર્યા ગયા હતા. એયર્સ્ટનું મોત ઘટના સ્થળે જ થયું હતું જ્યારે રેન્ડનું મોત તેમની ઇજાના કારણે 3 જૂન, 1897ના રોજ નીપજ્યું હતું. ચાપેકર બંધુ અને તેમના બે સાથીદારો પર તેમની વિવિધ ભૂમિકા તથા બે બાતમીદારો પર ગોળીબાર કરવાના પ્રયાસ અને એક પોલીસ ઓફિસરને ગોળી મારવા બદલ આરોપ લગાવાયા હતા. ત્રણેય ભાઈને દોષી જાહેર કરીને ફાંસી આપવામાં આવી હતી. તેમના સાથીદારને પણ આવી જ સથા કરવામાં આવી હતી જ્યારે એક શાળાના વિદ્યાર્થીને 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી.

સ્વતંત્રતા પછી[ફેરફાર કરો]

ભારતની સ્વતંત્રતા પછી પુણેમાં ઘણો વિકાસ થયો હતો જેમ કે ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી, પાસાણ ખાતે નેશનલ કેમિકલ લેબોરેટરીની સ્થાપના વગેરે. પુણે ભારતીય સેનાના સધર્ન કમાન્ડનું હેડક્વાર્ટર પણ છે.[૧૨] હડપસર, ભોસરી, પિંપરી અને પાર્વતી ખાતે 1950-60ના દાયકામાં ઓદ્યોગિક વિકાસની શરૂઆત થઇ હતી.[૧૩] ટેલ્કો (હવે ટાટા મોટર્સ)એ 1961માં કામગીરી શરૂ કરી હતી જેનાથી ઓટોમોબાઇલ સેક્ટરને ભારે પ્રોત્સાહન મળ્યું હતું. પુણેને તે સમયે – પેન્શનર્સના સ્વર્ગ—તરીકે એળખવામાં આવતું હતું કારણ કે ત્યાં ઘણા સરકારી અધિકારી, સિવિલ એન્જિનિયર્સ અને આર્મીના અધિકારી નિવૃત્તિ પછી પુણેમાં વસવાટ કરવાનું પસંદ કરતા હતા.

શનિવાર વાડા

જુલાઇ 1961માં પાંસેટ ડેમ તૂટી જતા તેના પાણી શહેરમાં ભરાઇ ગયા હતા અને જૂના વિસ્તારોમાં ભારે વિનાશ ફેલાયો હતો તેથી આધુનિક ટાઉન પ્લાનિંગના વિચારોને અમલમાં મૂકવાની તક મળી હતી. કમનસીબ ઘટનાના કારણે શહેરના રચનાત્મક વિકાસની શરૂઆત થઇ હતી અને નિર્માણ તથા ઉત્પાદન સેક્ટરમાં શહેરના અર્થતંત્રમાં તેજી જોવા મળી હતી. 1966 સુધીમાં સિટીએ દરેક દિશામાં વિસ્તાર ફેલાવો કર્યો હતો.[૧૩]

1970 પછી પુણે દેશના અગ્રણી એન્જિનિયરિંગ શહેર તરીકે ઉભરી આવ્યું હતું જેમાં ટેલ્કો, બજાજ, કાઇનેટિક, ભારત ફોર્જ, આલ્ફા લાવલ, એટલાસ કોપકો, સેન્ડવિક અને થર્મેક્સ જેવી કંપનીઓએ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણ કર્યું હતું. આ સમય દરમિયાન શહેરે મોટી સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાઓના કારણે 'પૂર્વના ઓક્સફર્ડ' તરીકે નામના મેળવી હતી. 1989માં દેહુ રોડ-કાતરાજ બાયપાસ (વેસ્ટર્ન બાયપાસ) પૂર્ણ થયો હતો જેનાથી શહેરના અંદરના ભાગમાં ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો હતો. 1990માં પુણેએ વિદેશી મૂડી આકર્ષવાનું શરૂ કર્યું ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ઉદ્યોગમાં તેજી આવી હતી. શહેરમાં અને આસપાસના વિસ્તારમાં ફ્લોરિકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ જેવા નવા બિઝનેસ સ્થપાવા લાગ્યા હતા. 1998માં મુંબઇ-પુણે વચ્ચે છ લેનના મુંબઇ-પુણે એક્સપ્રેસવેનું નિર્માણ શરૂ થયું હતું. જે દેશ માટે બહુ મોટી સિદ્ધિ હતી. એક્સપ્રેસવે 2001માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.[૧૪] 2000 અગાઉના ત્રણ વર્ષમાં પુણેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં ભારે રોકાણ થયું હતું તથા અનુધ, હિંજેવાડી અને નગર રોડ પર આઇટી પાર્કની રચના થઇ હતી. 2005 સુધીમાં આઇટીમાં પુણે મુંબઇ અને ચેન્નાઇ કરતા પણ આગળ નીકળી ગયું અને ત્યાં 2 લાખ (200,000)થી વધુ આઇટી પ્રોફેશનલ્સ હતા.2006માં પીએમસીએ બીઆરટી (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જે ભારતીય શહેરોમાં પ્રથમ પ્રોજેક્ટ હતો પરંતુ શહેરના સાંકડા રસ્તાઓના કારણે તે યોગ્ય રીતે કારગર થયો ન હતો. જોકે, પીએમસી આ પ્રોજેક્ટના અવરોધો પર કામ કરી રહ્યું છે અને બીઆરટીની નજીક સ્કાયવોક બાંધે છે તથા અન્ય ફેરફાર થાય છે. 2008ના વર્ષમાં ચકન અને તાલેગાંવ વિસ્તારમાં ભારે વિકાસ થયો હતો જ્યા બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNC) જેવી કે જનરલ મોટર્સ, ફોક્સવાગન અને ફિયાટએ પુણે પાસે પોતાના પ્લાન્ટ નાખ્યા છે. આ ઉપરાંત 2008માં કોમનવેલ્થ યુથ ગેમ્સ પુણેમાં યોજાઇ હતી તેથી ઉત્તર-પૂર્વ વિસ્તારમાં વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું અને પુણેના રોડ પર કેટલાક કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) આધારિત બસની સંખ્યા વધી હતી.[૧૫] પુણે મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA)એ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે પ્રોત્સાહન આપવા પહેલ કરી છે જેમાં મેટ્રો (રેપિડ ટ્રાન્ઝિટ રેલ) અને બસના વિકાસની સિસ્ટમ તથા પાણી અને કચરાના ટ્રીટમેન્ટની અસરકારક સુવિધાનો સમાવેશ થાય છે.

ભૂગોળ[ફેરફાર કરો]

મધ્ય પુણેની એક શેરી અપ્પા બલવંત ચોક, પેઠ વિસ્તારનું દ્રશ્ય
પાષાણ તળાવ માનવ સર્જિત તળાવ છે.

પુણે ડેક્કન ઉચ્ચ પ્રદેશના પશ્ચિમી માર્જિન પર સમુદ્રની સપાટીથી ઉપર આવેલું છે.૫૬૦ મી (૧,૮૪૦ ફુ) તે સહ્યાદ્રી પર્વતમાળાની (પશ્ચિમ ઘાટ ) નીચેની બાજુએ આવેલું છે જે તેને અરેબિયન સમુદ્રથી અલગ કરે છે. તે પ્રમાણમાં હિલ પર આવેલું શહેર છે જ્યાં સૌથી ઊંચી હિલ વેતાલ હિલ છે જે સમુદ્રની સપાટીથી વધારે ઊંચી છે.૮૦૦ મી (૨,૬૦૦ ફુ) શહેરની બહાર જ 1300 મીટરની ઊંચાઇએ સિંહગઢ કિલ્લો આવેલો છે.

મધ્ય પુણે મુલા અને મુથા નદીના સંગમસ્થાને આવેલું છે. ભીમા નદીમાં સમાઇ જતી પવન અને ઇન્દ્રાયણી નદીઓ મેટ્રોપોલિટન પુણેની બહાર ઉત્તરપૂર્વમાંથી પસાર થાય છે. પુણે કોયના ડેમ, જે શહેરથી 100 કિમી દક્ષિણમાં આવેલું છે, તેની આસપાસ સિસ્મેટિક સક્રિય ઝોનની બહુ નજીક આવેલું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તેને ઝોન 4માં મૂકવામાં આવ્યું છે. (2થી 5ના સ્કેલમાં 5નો સ્કેલ ભૂકંપની સૌથી વધુ શક્યતા દર્શાવે છે.) ભૂતકાળમાં પુણેએ કેટલાક મધ્યમ તીવ્રતાના અને ઘણા બધા ઓછી તીવ્રતાના ભૂકંપનો અનુભવ કર્યો છે. પુણેમાં કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી, પરંતુ 17 મે, 2004ના રોજ કતરાજ વિસ્તાર નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.[૧૬] 2008માં 30 જુલાઇ 2008ની રાતે ઓછી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેની તીવ્રતા 4.2 હતી એમ રાતે 12.41ના સમાચારમાં જણાવાયું હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કોયના ડેમ ફિલ્ડ હોવાનું જાણવા મળ્યું હતું.[૧૭]

આબોહવા[ફેરફાર કરો]

Pune
Climate chart (explanation)
J F M A M J J A S O N D
 
 
0
 
30
11
 
 
1
 
33
13
 
 
5
 
36
17
 
 
17
 
38
21
 
 
41
 
37
23
 
 
116
 
32
23
 
 
187
 
28
22
 
 
122
 
28
21
 
 
120
 
29
21
 
 
78
 
32
19
 
 
30
 
31
15
 
 
5
 
30
12
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: World Weather Information Service

પુણેમાં ઉષ્ણકટિબંધીય ભીનું અને સૂકું હવામાન રહે છે જ્યાં તાપમાન 20 °C થી 28 °C વચ્ચે નોંધાય છે.

પુણેમાં ત્રણ વિશેષ ઋતુનો અનુભવ થાય છેઃ ઉનાળો, ચોમાસુ અને શિયાળો. માર્ચથી મે સુધી ઉષ્ણ કટિબંધીય મહિના હોય છે જ્યારે મહત્તમ તાપમાન હોય છે.૩૦ થી ૩૮ °સે (૮૬ થી ૧૦૦ °ફૅ) પુણેમાં સૌથી ગરમ મહિનો એપ્રિલ છે જોકે ઉનાળો મે મહિના સુધી ચાલે છે, શહેરમાં ઘણી વખત મે માસમાં ગાજવીજ સાથે વરસાદ પડે છે. (ભેજનું પ્રમાણ જોકે ઘણું ઊંચું રહે છે.) સૌથી ગરમ મહિનાઓમાં પણ પુણેની ઊંચાઇના કારણે રાતે સામાન્ય રીતે ઠંડી રહે છે. પુણેમાં સૌથી ઊંચું તાપમાન૪૩.૩ °સે (૧૦૯.૯ °ફૅ) 30 એપ્રિલ, 1897ના રોજ નોંધાયું હતું.[૧૮]

ચોમાસુ જૂનથી ઓક્ટોબર સુધી ચાલે છે જેમાં સામાન્ય વરસાદ અને તાપમાન રહે છે.૧૦ થી ૨૮ °સે (૫૦ થી ૮૨ °ફૅ) શહેરના વાર્ષિક 722 મિમિ વરસાદમાંથી મોટા ભાગનો વરસાદ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે પડે છે અને જુલાઇ એ વર્ષમાં સૌથી વધુ વરસાદ લાવતો મહિનો છે. પુણેમાં એક વખત સતત 29 દિવસ સુધી વરસાદ પડ્યો હતો.(સંદર્ભ આપો)

શિયાળાની શરૂઆત નવેમ્બરમાં થાય છે, નવેમ્બરને ખાસ કરીને રોઝી કોલ્ડ (શબ્દાનુસાર ભાષાંતર) ઉલ્લેખ કરવામાં આવે છે.મરાઠી: गुलाबी थंडी દિવસ દરમિયાન તાપમાન આશરે૨૮ °સે (૮૨ °ફૅ) રહે છે જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રાતે તાપમાન ૧૦ °સે (૫૦ °ફૅ)થી નીચું રહે છે અને ઘણી વખત ઘટીને સુધી પહોંચે છે.૫ થી ૬ °સે (૪૧ થી ૪૩ °ફૅ) 17 જાન્યુઆરી, 1935ના રોજ સૌથી નીચું તાપમાન 1.7 °C નોંધાયું હતું.[૧૯]

પરિવહન[ફેરફાર કરો]

ઢાંચો:Cleanup-rewrite

માર્ગો[ફેરફાર કરો]

પુણે બીઆરટીએસ ભારતની સૌ પ્રથમ બસ રેપિડ ટ્રાન્ઝિસ સિસ્ટમ છે.

પુણેમાં જાહેર અને પ્રાઇવેટ પરિવહન બંને લોકપ્રિય છે. પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડ (PMPML) દ્વારા શહેર અને પરાના વિસ્તારોમાં જાહેર બસો દોડાવાય છે. પુણે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની દરખાસ્ત કરવામાં આવી છે જેમાં બસ શહેરમાં ઝડપથી પ્રવાસ કરી શકે તે માટે ખાસ બસ લેન બનશે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ઇન્ટરસિટી બસ દોડાવવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીઓ પણ ભારતના મોટા શહેરો માટે બસો દોડાવે છે.

પુણે અન્ય શહેરો સાથે પણ ભારતીય હાઇવે અને સ્ટેટ હાઇવે દ્વારા સારી રીતે જોડાયેલું છે. નેશનલ હાઇવે 4 (NH 4) તેને મુંબઇ અને બેંગલોર સાથે જોડે છે, NH 9 દ્વારા સોલાપુર અને હૈદરાબાદ સાથે જોડાય છે, અને NH 50થી નાસિક સાથે જોડાય છે. સ્ટેટ હાઇવેથી તે અહમદનગર, ઔરંગાબાદ અને અલાંડી સાથે જોડાય છે.

2002થી પુણે મુંબઇ-પુણે એક્સપ્રેસવેથી મુંબઇ સાથે જોડાયેલું છે, જે ભારતનો પ્રથમ છ લેનનો હાઇ સ્પીડ એક્સપ્રેસવે છે. ટ્રાફિક ઓછો કરવા માટે એક રિંગ રોડ બનાવવાની યોજના છે.

ખંડાલામાંથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેનું દ્રશ્ય

પુણેમાં બે ઇન્ટ્રા સિટી હાઇવે આવેલા છેઃ

 1. જૂનો પુણે-મુંબઈ હાઇવે મુખ્ય ધમનીરૂપ રોડ છે જે પુણે મેટ્રોપોલિટન એરિયાને સેવા આપે છે. હાઇવે શહેરના કેન્દ્ર શિવાજી નગરથી શરૂ થાય છે અને દેહુ રોડ સુધી પહોંચે છે. હાઇવેના મોટા ભાગના સેક્શનમાં 8 લેન છે. તેમાં શ્રેણીબદ્ધ ફ્લાયઓવર અને અંડરપાસ છે જેનાથી કેટલાક ટ્રાફિક સેક્સન સિગ્નલ મુક્ત બન્યા છે.
 2. કટરાજ-દેહુ રોડ બાયપાસઃ આ રોડ નેશનલ હાઇવે 4નો હિસ્સો છે અને શહેરનો મેટ્રોપોલિટન બાયપાસ રચે છે જે પશ્ચિમી સરહદ પાસેથી પસાર થાય છે. તે વેસ્ટર્ન બાયપાસ તરીકે ઓળખાય છે. તે ઉત્તરમાં દેહુ રોડથી દક્ષિણમાં કટરાજ સુધી જાય છે. આ હાઇવેમાં 4 લેન અને કેટલાક ફ્લાયઓવર/ગ્રેડ સેપરેટર્સ આવેલા છે. પશ્ચિમ તરફના પુણેના તમામ રોડ આ હાઇવેને છેદે છે.
 3. નાસિક શહેર-પુણે હાઇવે NH 50 આ હાઇવે 4 લેન ધરાવે છે અને તેમાં કેટલીક ટનલ અને બાયપાસ આવેલા છે.સંગામર બાયપાસ હજુ નિર્માણ હેઠળ છે. તે ગોલ્ડન ટ્રાયેન્ગલ (નાસિક-પુણે-મુંબઈ)નો હિસ્સો બનશે.

રેલ[ફેરફાર કરો]

પુણે માટે એક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની દરખાસ્ત છેલ્લા 5 વર્ષથી કરવામાં આવી છે જે 2010માં તેનું કામ શરૂ કરશે.[૨૦] દિલ્હી મેટ્રોનું બાંધકામ કરનાર અને તેના સંચાલક દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સાથે સહયોગથી તેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેના માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

 • વારજે-ચિંચવાડ વાયા કારવે રોડ, જંગલી મહારાજ રોડ, શિવાજીનગર અને પુણે-મુંબઈ રોડ (22 કિમી, એલિવેટેડ)
 • શિવાજીનગર-કલ્યાણીનગર વાયા રાજા બહાદુર મિલ રોડ અને પુણે-અહમદનગર રોડ (13 કિમી, એલિવેટેડ)
 • એગ્રીકલ્ચર કોલેજ-સ્વારગેટ, વાયા શિવાજી રોડ (10 કિમી, અંડરગ્રાઉન્ડ)

શહેરમાં બે રેલવે સ્ટેશન છે, એક શહેરમાં છે અને બીજું શિવાજીનગરમાં છે. બંને સ્ટેશનનું સંચાલન મધ્ય રેલવેના પુણે ડિવિઝન દ્વારા કરવામાં આવે છે જે લોનાવાલા (જેનું સંચાલન મુંબઈ સીએસટીએમ ડિવિઝન દ્વારા થાય છે.) પછીના સ્ટેશનથી દૌંડ (જે સોલાપુર ડિવિઝન હેઠળ આવે છે) પહેલાથી બારામતી અને ત્યાંથી હુબલી (વાયા મિરાજ) સુધી જાય છે.(સંદર્ભ આપો) પુણે સુધીની તમામ રેલવે લાઇન બ્રોડ ગેજ છે જેમાં લોનાવાલા સુધી ડબલ ઇલેક્ટ્રિફાઇડ લાઇન (1500 વોલ્ટ ડીસી ટ્રેક્શન), દૌંડ સુધી ડબલ નોન ઇલેક્ટ્રિફાઇડ લાઇન અને કોલ્હાપુર વાયા મિરાજ અને બારામતી વાયા દૌંડ નોન ઇલેક્ટ્રિફાઇડ લાઇન્સ છે.

શહેરમાં પુણે-મિરાજ-હુબલી-બેંગલોર રેલ ટ્રેક છે જે મહારાષ્ટ્રમાં સૌથી મહત્વના ટ્રેક પૈકી એક છે.

લોકલ ટ્રેનો (EMUs)પુણેને ઔદ્યોગિક શહેર પિંપરી-ચિંચવાડ સાથે અને લોનાવાલા હિલ સ્ટેશન સાથે જોડે છે જ્યારે દૈનિક એક્સપ્રેસ ટ્રેન પુણેને મુંબઈ, હાવરા, દિલ્હી, જમ્મુતાવી, ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગલોર, જમશેદપુર (ટાટાનગર) વગેરે સાથે જોડે છે. નાસિક અને પુણેને સાંકળતી ટ્રેન પણ છે. પુણેમાં ડીઝલ લોકોમોટિવ શેડ (ડીએલએસ) અને ઇલેક્ટ્રિક ટ્રિપ શેડ (ઇટીએસ) આવેલું છે.

હવાઇ માર્ગ[ફેરફાર કરો]

પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ લોહેગાંવ ખાતેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે જેનું સંચાલન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મારફત થાય છે. તેના રનવેમાં પડોશમાં આવેલા ઇન્ડિયન એરફોર્સના બેઝની હિસ્સેદારી છે અને વિશ્વમાં આ પ્રકારનો એકમાત્ર રનવે છે.[૨૧] તમામ મોટા ભારતીય શહેરોમાં સ્થાનિક ફ્લાઇટ ઉપરાંત આ એરપોર્ટ બે આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન પણ કરે છે જેમાંથી એક દુબઇ (એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત) અને બીજી ફ્રેન્કફર્ટ (એક્સક્લુઝિવ બિઝનેસ ક્લાસ જેટ મારફત લુફ્થાન્સા દ્વારા સંચાલિત) ફ્લાઇટ છે. ચકન ખાતે ટૂંક સમયમાં નવું એરપોર્ટ શરૂ થશે. મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નવા પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ડિઝાઇન અને નિર્માણ માટે જવાબદાર છે. ચકન અને રાજગુરુનગર વચ્ચેનો વિસ્તાર, ચાંડુસ અને શિરોલી આસપાસના ગામડાં, હાલમાં કન્સ્ટ્રક્શન સાઇટ ગણવામાં આવે છે. જો અહીં નિર્માણ થશે તો તે મધ્ય પુણેથી 40 કિમી દૂર પુણે-નાસિક નેશનલ હાઇવે (NH-50) પર હશે અને એશિયામાં તે સૌથી મોટું હશે. સ્થાનિક એરલાઇન્સ પુણેને મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ, બેંગલોર, હૈદરાબાદ, અમદાવાદ, નાગપુર, ગોવા, ઇન્દોર, રાયપુર અને શિરડીને જોડે છે.

નગર વહીવટ[ફેરફાર કરો]

IUCAA, પુણેના મેદાન પર આર્યભટ્ટનું પૂતળુ.આ દેખાવ અંગે કોઈ માહિતી નહિ હોવાના કારણે આર્યભટ્ટની કોઈ પણ છબિ કલાકારની પોતાની કલ્પનામાંથી ઉદભવેલ છે.

પુણે શહેરનો વહીવટ પુણે મ્યુનિસિપાલ કોર્પોરેશન (પીએમસી) દ્વારા થાય છે. કોર્પોરેશનમાં 149 સીધા ચૂંટાયેલા કાઉન્સિલર છે[૨૨] જેમનું નેતૃત્વ પુણેના મેયર કરે છે જે એક કહેવા પૂરતો હોદ્દો છે અને શહેરના રાજદૂત અથવા પ્રતિનિધિ સમાન ગણાય છે. વાસ્તવિક એક્ઝિક્યુટિવ સત્તા મ્યુનિસિપલ કમિશનરના હાથમાં રહેલી છે જે ભારતીય સનદી સેવાના અધિકારી હોય છે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની નિમણૂક થાય છે.

પીએમસી ઉપરાંત પુણે મેટ્રોપોલિટન એરિયામાં ચાર અન્ય વહીવટી સંસ્થાઓ સક્રિય છે.

સિંગલ પુણે મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએમઆરડીએ) સ્થાપવાની યોજના, જેમાં સંયુક્ત મ્યુનિસિપલ કાઉન્સિલ, કોર્પોરેશન અને પુણેની અન્ય સ્થાનિક સરકારો, પિંપરી-ચિંચવાડ, લોનાવાલા, તાલેગાંવ, ભોર, શિરુર, સાસ્વદ અને ત્રણ કેન્ટોનમેન્ટ તથા શહેરની આસપાસના સેંકડો ગામો સામેલ હશે, તેના પર 1997થી વિચારણા ચાલે છે જે ચાલુ વર્ષમાં શક્ય બને તેમ લાગે છે.[૨૬] આ સંસ્થા ત્યાર બાદ એક્ઝિક્યુટિંગ ઓથોરિટી બનશે જે પુણે મેટ્રોપોલિટન એરિયા માટે જમીન ખરીદીને વિકસાવશે.

પુણે પોલિસનું નેતૃત્વ પુણેના પોલિસ કમિશનર કરે છે જેઓ ભારતીય પોલિસ સર્વિસના અધિકારી હોય છે. પુણે પોલિસ રાજ્ય સરકાર હસ્તક કામ કરે છે.

લશ્કરી મથકો[ફેરફાર કરો]

પુણે કન્ટોનમેન્ટમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઘોર પદી, મહારાષ્ટ્ર

પુણે 1800ની શરૂઆતથી અગ્રણી કેન્ટોનમેન્ટ રહ્યું છે. પુણેમાં અને તેની આસપાસ કેટલીક મહત્વની લડાઇઓ થઇ છે જેમાં ખડકીની લડાઇ (1817) અને કોરેગાંવની લડાઇ (1818) સામેલ છે. ત્યાં ઘણા લશ્કરી મથકો સ્થાપવામાં આવ્યા છે જેમાં સામેલ છે,

મહાન લડાઇમાં પુણેમાંથી જેમણે યુદ્ધમાં ભાગ લીધો હતો તેમની યાદમાં એક જૂનું યુદ્ધ મેમોરિયલ સાસૂન હોસ્પિટલની સામે આવેલું છે. નવું કહી શકાય તેવું મેમોરિયલ નેશનલ વોર મેમોરિયલ સધર્ન કમાન્ડ પુણે કેન્ટોનમેન્ટમાં ધોરપડી નજીક આવેલું છે. આ મેમોરિયલ ભારતીય સશસ્ત્ર દળોના એવા મહારાષ્ટ્રીયન સૈનિકોના બલિદાનને સન્માનિત કરે છે જેમણે સ્વતંત્ર ભારતની લડાઇઓમાં પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી.

વસતી-વિષયક માહિતી[ફેરફાર કરો]

2001ની ભારતની વસતી ગણતરી પ્રમાણે પુણેના શહેરી ભાગોમાં કુલ વસતી 3,329,000 હતી.[૨૯] તેમાં ખડકી, પિંપરી-ચિંચવાડ અને દેહુ નગરની વસતી સામેલ છે. સોફ્ટવેર અને શિક્ષણ ક્ષેત્રમાં વૃદ્ધિના કારણે ભારતભરમાંથી અહીં કૌશલ્યબદ્ધ કામદારોનું આગમન થાય છે. 2005માં શહેરના કુલ વિસ્તારમાં વસતી 4,485,000 હોવાનો અંદાજ છે.[૩૦] સ્થળાંતર કરીને આવેલા લોકોની વસતી 2001માં 43,900થી વધીને 2005માં 88,200 થઇ હતી.[૩૧] પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે 2001માં 38.9 ટકા લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.[૩૨] 1991-2001ના દાયકામાં તીવ્ર વધારો થવા માટે 38 છુટાછવાયા ગામોને શહેર સાથે જોડી દેવાનું પગલું કારણભૂત છે.[૨૮] સાક્ષરતા દર 81% ટકા છે જે રાષ્ટ્રીય એવરેજ કરતા 1% વધુ છે.[૩૩]

મરાઠી એ સત્તાવાર અને સૌથી વધુ બોલવામાં આવતી ભાષા છે જ્યારે હિંદી અને અંગ્રેજી સમજવામાં આવે છે અને બહોળા પ્રમાણમાં બોલાય છે. પુણેમાં મરાઠીભાષીના ઉચ્ચારને ભાષાના "ધોરણ" સમાન ગણવામાં આવે છે.[૩૪] પુણેમાં શિક્ષણ, સંશોધન અને તાલીમ સંસ્થાઓ શહેરભરમાં આવેલી હોવાથી અહીં વ્હાઇટ-કોલર વ્યવસાયિકોની મોટી સંખ્યા છે.

પુણેમાં બ્રાહ્મણ અને મરાઠાની નોંધપાત્ર વસતી છે. પુણેમાં મુસ્લિમની પણ વિશાળ વસતી છે જેમાંથી અડધા મરાઠી બોલે છે જ્યારે બાકીના હિંદી અથવા ઉર્દુ બોલે છે. પુણેમાં ખ્રિસ્તી અને યહુદીઓની વસતી પણ મોટી છે. દાઉદી વોહરા સમુદાયના લોકો શહેરમાં મળી આવે છે. પુણેમાં મોટી સંખ્યામાં પારસી રહે છે જેઓ કેમ્પ, પુણે સ્ટેશન, કોરેગાંવ પાર્ક અને નગર રોડ વિસ્તારમાં રહે છે. પુણે કેમ્પ, ગણેશ પીઠ, લુલ્લા નગર અને દેહુ રોડ વિસ્તારમાં શીખની વસતી પણ સારી એવી છે. પુણેમાં બૌદ્ધ લોકો મુખ્યત્વે યેરાવાડા અને પાર્વતી વિસ્તારમાં રહે છે. પુણેના બહુમતી લોકો મરાઠી છે.

અર્થતંત્ર[ફેરફાર કરો]

પુણેમાં ઇન્ફોસિસનું કાર્યાલય

ભારતમાં સૌથી મોટા શહેર પૈકી એક હોવાના નાતે અને અનેક કોલેજો અને યુનિવર્સિટીઓ હોવાથી પુણે આઇટી અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે વિસ્તરણના એક મહત્વના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. પુણેમાં છઠ્ઠા ક્રમનું સૌથી મોટું મેટ્રોપોલિટન અર્થતંત્ર છે અને દેશમાં સૌથી ઊંચી માથાદીઠ આવક ધરાવે છે.[૩૦]

ઓટોમોટિવ[ફેરફાર કરો]

પુણેમાં ઓટોમોટિવ સેક્ટર ખાસ વિકસ્યો છે. અહીં ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા આવેલું છે જે ભારતમાં ઉપલબ્ધ તમામ વાહનોનું હોમોલોગેશન કરે છે. ઓટોમોટિવ ઉદ્યોગના તમામ સેક્ટરનું અહીં પ્રતિનિધિત્વ છે જેમાં ટુ-વ્હીલર અને ઓટો રિક્ષા (બજાજ ઓટો, કાઇનેટિક મોટર કંપની)થી લઇને કાર (ફોક્સવાગન ગ્રૂપ, જનરલ મોટર્સ, ટાટા મોટર્સ, મર્સિડીઝ બેન્ઝ, ફિયાટ, પ્યુજો), ટ્રેક્ટર્સ (જોન ડેરી), ટેમ્પો, એક્સકેવેટર્સ (જેસીબી મેન્યુ. કંપની લિ.) અને ટ્રક (ફોર્સ મોટર્સ) સામેલ છે. કેટલાક ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ જેવા કે ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિ, રોબર્ટ બોસ્ક જીએમબીએચ, વિસ્ટેઓન, કોન્ટીનેન્ટલ કોર્પોરેશન, ITW, સ્ક્ફ, મેગના વગેરે અહીં આવેલ છે. અન્ય ઓટોમોટિવ કંપની જેમ કે જનરલ મોટર્સ, ફોક્સવાગન અને ફિયાટએ પુણે પાસે ગ્રીનફિલ્ડ ફેસિલીટી સ્થાપી છે તેથી ધ ઇન્ડિપેન્ડન્ટ એ પુણેને ભારતનું "મોટર સિટી" ગણાવ્યું છે.[૩૫]

અન્ય ઉત્પાદકો[ફેરફાર કરો]

પુણેમાં બનતા એન્જિનિયરિંગ ગુડ્સમાં ફોર્જસ (ભારત ફોર્જ), ટ્રક ટ્રાન્સમિશન્સ સિસ્ટમ્સ, ક્લચ અને હાઇડ્રોલિક કમ્પોનન્ટ્સ ઇટોન કોર્પોરેશન અને એન્જિન (કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ, ક્યુમિન્સ) સામેલ છે. અન્ય અગ્રણી ઉત્પાદકોમાં સામેલ છે આલ્ફા લાવાલ, થાઇસિન ક્રૂપ અને બ્લેક એન્ડ વીચ, સેઇન્ટ ગોબેઇન સિકુરીટ (ઓટોમોટિવ સેફ્ટી ગ્લાસ).

ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ જૂથ[૩૬] કિર્લોસ્કર ગ્રૂપ પુણે સ્થિત છે અને તે પુણેમાં સૌથી પહેલા ઉત્પાદન સુવિધા સ્થાપવામાં અગ્રણી હતું. કિર્લોસ્કર બ્રધર્સ લિ. (ભારતમાં પંપનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર અને એશિયામાં સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પંપિંગ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર)[૩૭], કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ (ભારતની સૌથી મોટી ડિઝલ એન્જિન કંપની)[૩૮], કિર્લોસ્કર ન્યુમેટિક્સ કંપની લિ. અને અન્ય કિર્લોસ્કર કંપનીઓ પુણેમાં આવેલી છે.

આ વિસ્તારમાં અન્ય ચીજોનું ઉત્પાદન પણ થાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે વ્હર્લપૂલ કોર્પોરેશન અને એલજી ગ્રૂપ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવાય છે. ફ્રિટો લે અને કોકા કોલાજેવી ફૂડ કંપનીઓ અહીં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ ધરાવે છે જ્યારે ટેસ્ટી બાઇટ્સ જેવી નવી કંપનીઓ નજીકમાં ફાર્મ ધરાવે છે. ઘણી નાની અને મધ્યમ કદની કંપનીઓ પણ સક્રિય છે જેઓ મોટી કંપનીઓ માટે કમ્પોનન્ટનુ ઉત્પાદન કરે છે અને ભારતીય માર્કેટ માટે વિશેષ કમ્પોનન્ટ બનાવે છે.

સોફ્ટવેર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી[ફેરફાર કરો]

કલ્યાણી નગર ખાતે આવેલી HSBC ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર સમગ્ર HSBC ગ્રૂપ માટે સોફ્ટવેર વિકસાવે છે.[૩૯]

MIDCએ પુણેમાં આઇટી સેક્ટરને ઉત્તેજન આપવા માટે હિંજેવાડી આઇટી પાર્ક (સત્તાવાર રીતે જે રાજીવ ગાંધી આઇટી પાર્ક તરીકે ઓળખાય છે) શરૂ કર્યો છે. હિંજેવાડી આઇટી પાર્ક પૂરો થશે ત્યારે તે 2800 એકરના વિસ્તારમાં પથરાયેલું હશે. આ પ્રોજેક્ટમાં રોકાણ થનારી અંદાજિત રકમ છે રૂ. 600 કરોડ[૪૦] આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપવા માટે સરકારે તેની આઇટી અને આઇટીઇએસ પોલિસી 2003માં ઉદારવાદી સુધારા કર્યા હતા અને MIDCની જમીન પર પ્રોપર્ટી લીઝ પર આપી હતી.[૪૧]

પુણેના તેજીમય આઇટી સેક્ટરમાં 70,000થી વધુ લોકો કામ કરે છે. પુણેમાં સક્રિય મોટી આઇટી કંપનીઓમાં ઇન્ફોસિસ, વિપ્રો, સત્યમ, ટીસીએસ, કોગ્નિઝન્ટ, ટેક મહિન્દ્રા અને આઇબીએમ ગ્લોબલ સામેલ છે. મહાકાય સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ હિંજેવાડીમાં રૂ. 700 કરોડ (રૂ. 7 અબજ)નો પ્રોજેક્ટ સ્થાપવા માંગે છે.[૪૧]

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ[ફેરફાર કરો]

પુણે ફૂડ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ[૪૨] જે વિશ્વ બેન્ક દ્વારા ભંડોળ મેળવતું એક સાહસ છે અને SIDBIની મદદથી શરૂ કરવામાં આવ્યું છે, ક્લસ્ટર ક્રાફ્ટ[૪૩] પુણેમાં અને તેની આસપાસ ફળ અને શાકભાજી પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે છે.

શિક્ષણ અને સંશોધન[ફેરફાર કરો]

ફર્ગ્યુસન કોલેજ ભારતની સૌથી જૂની કોલેજો પૈકીની એક છે
પુણે યુનિવર્સિટી
નેશલન કેમિકલ લેબોરેટરી

પુણેમાં એકસોથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને નવ યુનિવર્સિટીઓ છે,[૭] જેણે 'પૂર્વના ઓક્સફર્ડ' તરીકે ખ્યાતિ મેળવી છે જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ પુણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવે છે. વિશ્વના કોઇ પણ શહેરની તુલનાએ પુણેમાં વધુ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ છે.(સંદર્ભ આપો).

પાયાનું અને વિશેષ શિક્ષણ[ફેરફાર કરો]

સરકારી શાળાઓ (જે મ્યુનિસિપાલિટી સ્કૂલ તરીકે ઓળખાય છે)નું સંચાલન પીએમસી કરે છે અને તેઓ MSBSHSE સાથે જોડાયેલી હોય છે. ખાનગી શાળાઓ શૈક્ષણિક ટ્રસ્ટ અને વ્યક્તિગત રીતે ચલાવાય છે. તેઓ સામાન્ય રીતે રાજ્યના બોર્ડ અથવા રાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ જેમ કે આઇસીએસઇ (ICSE), સીબીએસઇ (CBSE) અથવા એનઆઇઓએસ (NIOS) બોર્ડ સાથે જોડાયેલ હોય છે.

પુણે ભારતમાં જાપાનીઝ શીખવા માટે સૌથી મોટું કેન્દ્ર છે.[૪૪] JLPT પરીક્ષા દર વર્ષે ડિસેમ્બરમાં લેવામાં આવે છે. જાપાનીઝમાં શિક્ષણ પુણે યુનિવર્સિટી સહિત અનેક શિક્ષણસંસ્થાઓ દ્વારા અપાય છે. અન્ય ભાષાઓમાં જર્મન (મેક્સ મુલર ભવન ખાતે શીખવાય છે) અને ફ્રેન્ચ (આલિયાન્સ ફ્રેન્કાઇઝ ડી પુના ખાતે) પણ શહેરમાં લોકપ્રિય છે.

ચિત્ર:Coep.jpg
એન્જિનિયરિંગ કોલેજ, પુણે

યુનિવર્સિટી શિક્ષણ[ફેરફાર કરો]

પુણેમાં મોટા ભાગની કોલેજો 1948માં સ્થપાયેલી પુણે યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સાત અન્ય ડીમ્ડ યુનિવર્સિટી પણ શહેરમાં સ્થાપવામાં આવી છે.[૪૫]

1854માં સ્થપાયેલી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, પુણે એશિયાની ત્રીજી સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ છે. ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના સામાજિક અને રાજકીય ચળવળકાર બાલ ગંગાધર તિલક[૪૬] સહિત કેટલાક સ્થાનિક લોકોએ 1884માં કરી હતી જે 1885માં ફર્ગ્યુસન કોલેજની સ્થાપના માટે જવાબદાર હતી. આ સોસાયટી હાલમાં પુણેમાં 32 સંસ્થાઓનો વહીવટ કરે છે અને ચલાવે છે.

ભારતની સ્વતંત્રતા પછી પુણે યુનિવર્સિટી, નેશનલ ડિફેન્સ એકેડેમી, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા, નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ અને નેશનલ કેમિકલ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી હતી.

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, જે પુણેમાં 33 વિવિધ કોલેજ અને સંસ્થાઓનું સંચાલન કરે છે, તે ભારતની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટીઓ પૈકી એક છે.[૪૭] સિમ્બાયોસિસ ઇન્સ્ટિટયુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (SIBM)ની ગણના દેશની ટોચની મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ્સમાં થાય છે.[૪૮]

ઇન્ડિયન લો સોસાયટી દ્વારા સ્થાપવામાં આવેલી ILS લો કોલેજ ભારતની ટોચની દશ લો સ્કૂલ પૈકી એક છે. પ્રસ્થાપિત મેડિકલ સ્કૂલ જેમ કે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ અને બાઇરામજી જીજેભોય મેડિકલ કોલેજ સમગ્ર મહારાષ્ટ્ર અને ભારતમાંથી આવેલા વિદ્યાર્થીઓને તાલીમ આપે છે અને તે ભારતની ટોચની મેડિકલ કોલેજો પૈકી એક છે. AFMCની ગણના સાતત્યસભર રીતે ભારતની ટોચની પાંચ મેડિકલ કોલેજોમાં થાય છે.[૪૯].

સંશોધન સંસ્થાઓ[ફેરફાર કરો]

પુણે યુનિવર્સિટી ઉપરાંત પુણેમાં રાષ્ટ્રીય મહત્વની કેટલીક સંશોધન સંસ્થાઓ આવેલી છે. પુણે યુનિવર્સિટી ઉપરાંત પુણેમાં રાષ્ટ્રીય મહત્વની કેટલીક રિસર્ચ સંસ્થાઓ આવેલી છે. યુનિવર્સિટીની બિલકુલ નજીક નેશનલ કેમિકલ લેબોરેટરી, ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સિસ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) પૈકીની એક અને સેન્ટર ફોર મટિરીયલ્સ ફોર ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી (C-MET) આવેલી છે જ્યારે યુનિવર્સિટી કેમ્પસમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ અને નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સિસ આવેલી છે.

કેમ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર, સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન (CW & PRS), નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ બેન્ક મેનેજમેન્ટ (NIBM), NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી, અગરકર રિસર્ચ ઇન્સ્ટિટયુટ અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ARAI), યુનિટ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ (URDIP)અને નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટ વગેરે પુણેમાં અથવા તેની આસપાસ આવેલા છે. પુણેમાં રાજભવનની બાજુમાં એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓફ મહારાષ્ટ્ર, YASHADA આવેલી છે.

ભંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયુટની સ્થાપના 1917માં થઇ હતી અને તે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાઓમાં રિસર્ચ અને અભ્યાસ માટેની વિશ્વપ્રસિદ્ધ ઇન્સ્ટિટયુટ છે જ્યાં 20,000થી વઘુ હસ્તપ્રત રાખવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાઇરોલોજી અને નેશનલ ઇન્શ્યોરન્સ એકેડેમી પુણેમાં આવેલી છે. પુણેમાં ટાટા રિસર્ચ ડેવલપમેન્ટ અને ડિઝાઇન સેન્ટર આવેલું છે જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું રિસર્ચ એકમ છે અને કમ્પ્યુટર સાયન્સ અને મટિરીયલ પ્રોસેસિંગ માટે મોડેલિંગ/સિમ્યુલેશનના ક્ષેત્રમાં કામ કરે છે.

કેટલીક લશ્કરી અને શસ્રો પર સંશોધન કરતી સંસ્થાઓ પણ પુણેમાં આવેલી છે (લેખમાં લશ્કરી મથકો સેક્સનમાં જુઓ)

સંસ્કૃતિ[ફેરફાર કરો]

મરાઠીભાષી લોકોની વધારે વસતી હોય તેવા સૌથી મોટા શહેર તરીકે પુણે મરાઠી કળા, સંસ્કૃતિ, નાટક અને ધાર્મિક માન્યતાઓથી નજીકથી સંકળાયેલું છે. ઘણા મરાઠી લેખકો, કવિ, અભિનેતા, ગાયકો અને અન્ય સેલિબ્રિટી પુણેમાં વસવાટ કરે છે. તાજેતરના વર્ષોમાં સિનેમા, ડિસ્કો ક્લબ પણ ખૂલી જ્યાં યુવાન અને પશ્ચિમીઢબે જીવતા વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ તેમની હાજરી વર્તાવે છે. પુણેમાં ફૂડ કલ્ચર પણ છે જેમાં શેરીઓમાં અનેક પ્રકારના ખાણીપીણી જેમ કે વડાપાઉં, પાણી પૂરી, રગડા પાવ, કચ્છી દાબેલી, સેવ પુરી, દહી પૂરી, પાવ ભાજી, એગ ભુરજી, ચણાચુર, ગુંદી કે બોલ અને ગોલા વગેરે.[૫૦] પુણેમાં અન્ય ભારતીય રાજ્યોમાંથી આવીને લોકોની પણ મોટી વસતી છે. સપ્ટેમ્બર 2009માં શહેરમાં આશરે ચાર લાખ મલયાલીએ થિરૂ ઓનમની ઉજવણી કરી હતી જે કેરળનો સૌથી મોટો અને સૌથી વધુ મહત્વનો તહેવાર છે.[૫૧] તેવી જ રીતે શહેરમાં આશરે ત્રણ લાખ બંગાળી છે જેઓ દર વર્ષે દુર્ગા પૂજાની ઉજવણી કરે છે.[૫૨]

ખોરાક[ફેરફાર કરો]

આવર્તી ઢાંચો મળ્યો : ઢાંચો:Refimprove પુણેના સ્થાનિક ભોજનમાં નાળિયેર અને લસણનો ખાસ સ્વાદ છે જેમાં મોટા પ્રમાણમાં મરચા વપરાય છે. જુવાર અને બાજરાનો ઉપયોગ પુણેના પરંપરાગત ભોજનમાં મુખ્ય સામગ્રી તરીકે થાય છે. પુણેના વિશિષ્ટ ભોજનમાં પોળી, ભાખરી (જુવારની ચપટી પેનકેક જેવા આકારની) સાથે પીઠલા (લોટ આધારિત કઢી), વડા પાંવ, ભેળપૂરી, પાણી પૂરી, મિસલ અને [[કચ્છી દાબેલી{{0}, પાંવ ભાજીનો સમાવેશ થાય છે.|કચ્છી દાબેલી{{0}, પાંવ ભાજીનો સમાવેશ થાય છે.[૫૩]]] સૂકા મેવાથી ભરપૂર ઘટ્ટ મિલ્કશેક મસ્તાની આ શહેરની વિશેષતા છે. તેનું નામ 17મી સદીમાં થઇ ગયેલા પેશ્વા બાજીરાવ પ્રથમની વિવાદાસ્પદ રખાત મસ્તાનીના નામ પરથી પડ્યું છે.(સંદર્ભ આપો)

કોઇ પણ કોસ્મોપોલિટન શહેરની જેમ શહેરની રેસ્ટોરાંઓમાં દુનિયાભરનું ખાણું ઉપલબ્ધ છે. મોટી સંખ્યામાં ઉડુપી, કોલ્હાપુરી અને મહારાષ્ટ્રીયન રેસ્ટોરાં પણ મળી આવે છે જે ઉપરાંત વિદ્યાર્થીઓ અને ઓફિસે જતા લોકો માટે મોટી સંખ્યામાં સસ્તા દરના ડાઇનિંગ હોલ પણ છે.

સાહિત્ય અને રંગભૂમિ[ફેરફાર કરો]

પુણેમાં જે ઢબની મરાઠી બોલવામાં આવે છે તે આ ભાષા માટે ધોરણ ગણાય છે.[૫૪]

ઇસ્ટર્ન મિશિગન યુનિવર્સિટી[૫૫]ના લાઇબ્રેરિયન લિસા ક્લોપફરે શહેરના મેટ્રોપોલિટન વિસ્તારમાં જિલ્લા લાઇબ્રેરી પર નિરીક્ષણમાં જણાવ્યું હતું કે "અહીં 50 લાખથી વધુની વસતી હોવા છતાં તેણે પોતાના જૂના રહેણાક વિસ્તાર જાળવી રાખ્યા છે અને અહીં બૌદ્ધિક કેન્દ્રની છાંટ જોવા મળે છે."[૫૬] તાજેતરના દાયકાઓમાં એગ્રો-ફાર્માસ્યુટિકલ બિઝનેસ ઘટ્યો છે તેથી ભૂતપૂર્વ આદિવાસી લોકોનું સ્થળાંતર હવે વસતી વધારામાં 70 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય ઔદ્યોગિક વિસ્તારોના સાપેક્ષમાં હજુ શૈક્ષણિક અભ્યાસક્રમ વ્યવસ્થિત કરી શકાયો નથી.[૫૭][૫૮]

તેના કારણે એવું વિશિષ્ટ વાતાવરણ સર્જાયું છે જેમાં સરકાર શૈક્ષણિક માળખાનું વિસ્તરણ કરી શકે છે મરાઠી સાહિત્યને એવા ઘણા ક્ષેત્રમાં ગ્રાન્ટ મળી રહી છે જેની અગાઉ અવગણના કરવામાં આવી હતી. મરાઠી થિયેટર (મરાઠીમાં नाटक અથવા रंगभूमी) એ મરાઠી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. મરાઠી સમુદાય તરફથી પ્રાયોગિક ((प्रायोगिक रंगभूमी)અને વ્યવસાયિક રંગમંચને ભારે પ્રોત્સાહન મળે છે. તિલક સ્મારક મંદિર, બાલ ગાંધર્વ રંગમંદિર, ભારત નાટ્ય મંદિર, યશવંતરાવ ચવાણ નાટ્યગૃહ અને સુદર્શન રંગમંચ વગેરે શહેરમાં અગ્રણી થિયેટર છે. નવા થિયેટરમાં સ્વર્ગેત ગણેશ કલા ક્રિડા રંગમંચ એસી અને ડોલ્બી સરાઉન્ડ સિસ્ટમ ધરાવતું એશિયાનું સૌથી મોટું થિયેટર છે જ્યાં 3000 લોકો બેસી શકે છે.

કોમિક પ્રતિભા સ્પાઇક મિલિગન (અહમદનગરમાં 1918માં જન્મ) બાળપણમાં 1922થી 1930 વચ્ચે પુણેમાં ક્લિમો રોડ પર સિવિલ લાઇન્સમાં રહેતા હતા. શહેરે તેમના પર નોંધપાત્ર અને લાંબાગાળાનો પ્રભાવ પાડ્યો હતો. તેમણે પોતાના બાકી જીવનમાં ભારત વિશે લખ્યું હતું અને તેમની કલ્પનામાં પુણેના દ્શ્યો, અવાજ અને પ્રવૃત્તિની અસર છવાયેલી રહી હતી. તેઓ પોતાની આયા પાસે ઉર્દુ શીખ્યા હતા અને 2002માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમાં વાક્ય રચના કરતા હતા.

પુણેમાં વસવાટ કરતા હતા વિખ્યાત દેવગાંધર્વ પંડિત ભાસ્કરબુઆ બખાલે તેમણે 1911માં પુણે ભારત જ્ઞાન સમાજની સ્થાપના કરી હતી. તેઓ બાલગાંધર્વ અને માસ્ટર ક્રિષ્નારાવના ગુરુ છે.

દર વર્ષે ડિસેમ્બરમાં પુણેમાં ત્રણ દિવસ સુધી સવાઇ ગાંધર્વ સંગીત ઉત્સવ મનાવવામાં આવે છે. તે હિંદુસ્તાની અને કાર્નેટિક શાસ્ત્રીય સંગીતનું પ્રતિનિધિત્વ કરે છે. દિવાળીના તહેવાર દરમિયાન પહત દિવાલી નામે સંગીત કાર્યક્રમ યોજાય છે જે વહેલી સવારે શરૂ થાય છે. પુણેમાં વસંતોત્સવ સંગીત ઉત્સવ પણ યોજાય છે.

પુણેએ પરંપરાગત ભારતીય સંગીત વિશ્વને ઘણા વિખ્યાત કલાકારો આપ્યા છે. તેમાં મહાન ગાયક પંડિત ભીમસેન જોશી અને વિખ્યાત સિતારવાદક પંડિત ચંદ્રકાંત સરદેશમુખ જેવી શરૂઆતની પેઢીના નામ જાણીતા છે.

પંડિત ભીમસેન જોશીની ઇચ્છા પ્રમાણે પંડિત ચંદ્રકાંત સરદેશમુખએ પુણે યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી સ્થાપક તરીકે 1980માં અંડર ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિક ડાન્સ અને ડ્રામાની રચના કરી હતી. તેને લલિત કલા કેન્દ્ર નામ અપાયું હતું અને 1987માં વિધિવત રીતે શરૂ થયું હતું જેમાં પંડિત ચંદ્રકાંત સરદેશમુખ પ્રથમ જોઇન્ટ કોઓર્ડિનેટર હતા. આ વિભાગનું અધ્યક્ષપદ અત્યારે પ્રોફેસર સતીશ આલેકર સંભાળે છે. આ વિભાગમાં ગુરુકુળ અને વિધિવત શિક્ષણ વ્યવસ્થાનો સમન્વય છે. જાણીતા મહાન ગાયક પંડિત ભીમસેન જોશી, પ્રસિદ્ધ કથક નૃત્યાંગના રોહીણી ભાટે અને મનીષા સાઠે, વિખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના સુચેતા ભીંડે ચાપેકર, વિખ્યાત વાયોલિન વાદક અતુલ ઉપાધ્યાય અને બીજા ઘણા કલાકારો યુનિવર્સિટી શિક્ષક અને પરંપરાગત ગુરુ તરીકે શીખવવા આવે છે.

ધર્મ[ફેરફાર કરો]

ચતુરશ્રૃંગી મંદિર
દગડુશેઠ હવેલી ગણપતિ મંદિર
વર્ષે 200,000 મુલાકાતી સાથે ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટક, પુણે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સેન્ટર્સ પૈકી એક છે.

પુણેમાં હિંદુ એ સૌથી વધુ લોકો દ્વારા અનુસરવામાં આવતો ધર્મ છે, જોકે અહીં શહેરભરમાં ઘણી મસ્જિદ, ગુરુદ્વારા, જૈન મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પણ આવેલા છે.(સંદર્ભ આપો) પુણેમાં સૌથી જાણીતું હિંદુ મંદિર પાર્વતી મંદિર છે જે પાર્વતી હિલ પર આવેલું છે અને મોટા ભાગના આંતરિક વિસ્તારોમાંથી જોઇ શકાય છે. સૌથી લોકપ્રિય મંદિર કદાચ ચતશ્રૃંગી મંદિર છે જે શહેરની ઉત્તરપશ્ચિમે આવેલા ઢોળાવ પર આવેલું છે. નવરાત્રી (જે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં આવે છે) દરમિયાન આ મંદિરે મોટું સરઘસ લઇ જવાય છે અને દેશભરના શ્રદ્ધાળુઓ અહીં પ્રાર્થના કરવા આવે છે.પુણે શહેરના મુખ્ય દેવતા કસ્બા ગણપતિ છે જેમનું મંદિર મધ્ય પુણેમાં કસ્બા પીઠમાં આવેલું છે.

1984થી પુણેમાં ગણેશ ચતુર્થી દશ દિવસ લાંબા તહેવાર તરીકે ઉજવાય છે જેમાં મોટા ભાગના વિસ્તારોમાં પંડાલ (તંબુ)માં ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે જેને ધાર્મિક રીતે રજૂ કરાય છે, લાઇટ દ્વારા શણગારાય છે અને ઉત્સવનું સંગીત વગાડાય છે. ઉત્સવના અંતે શહેરમાંથી ગણેશની મૂર્તિ સાથે એક પરેડ નીકળે છે જે સ્થાનિક નદી સુધી જાય છે જ્યાં મૂર્તિનું વિસર્જન (ગણેશ વિસર્જન ) થાય છે. શહેરના મુખ્ય દેવતા તરીકે કસ્બા ગણપતિ આ પ્રદર્શનમાં સૌથી આગળ રહે છે. જાહેર ઉત્સવનો વિચાર સૌથી પહેલા લોકમાન્ય તિળકએ પુણેમાં રજૂ કર્યો હતો અને ત્યારથી તે ઘણા શહેરોમાં, ખાસ કરીને મુંબઈમાં ફેલાયો છે જ્યાં દર વર્ષે મોટું પ્રદર્શન યોજાય છે.

અગ્રણી ધાર્મિક આગેવાનો સંત જ્ઞાનેશ્વર (13મી સદીમાં અલાંદીમાં જન્મ) અને કવિ સંત તુકારામ (17મી સદીમાં દેહુમાં જન્મ)પુણેમાં જનમ્યા હતા. શહેર સાથે તેમના જોડાણ રૂપે 300 કિમી દૂર આવેલા પંઢરપુરની વાર્ષિક યાત્રા યોજાય છે જેમાં બંને વ્યક્તિની પાલખી કાઢીને હિંદુ દેવતા વિઠોબાના મુખ્ય મંદિર લઇ જવામાં આવે છે. આ યાત્રા અષાઢી એકાદશીના પવિત્ર દિવસે સમાપ્ત થાય છે. આ યાત્રા અષાઢી એકાદશી ના પવિત્ર દિવસે સમાપ્ત થાય છે.

અહમદનગર રોડ પાસે ફુલગાંવ ગામ નજીક સૃષ્ટિસાગર આશ્રમ ખાતે વેદાંત રિસર્ચ સેન્ટર અને ભગવાન દક્ષિણામૂર્તિનું મંદીર આવેલું છે જે ભીમા, ભામા અને ઇન્દ્રયાણી નદીના સંગમસ્થાન નજીક સ્થિત છે. તેની સ્થાપના 1989માં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી. અહીં મરાઠી અને અંગ્રેજીમાં શ્રુતિ અને સ્મૃતિ ની વિગતવાર સમજૂતિ મળી શકે છે. (વેદ, ભગવદ ગીતા, ઉપનીષદ અને પુરાણ સહિત)

પુણે કેટલાક મહત્વના આધ્યાત્મિક ગુરુઓ સાથે પણ સંકળાયેલું છે. ઓશો (અગાઉ ભગવાન શ્રી રજનીશ તરીકે ઓળખાતા) 1970 અને 1980ના દાયકામાં પુણેમાં રહેતા અને શીખવતા હતા. ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્રો પૈકી એક છે જે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલું છે. ત્યાં એકસોથી વધુ દેશોમાંથી મુલાકાતી આવે છે.[૫૯] પુણે આધ્યાત્મિક ગુરુ મેહેર બાબાનું જન્મસ્થળ છે જોકે, યાત્રાળુઓ સામાન્ય રીતે મેહેરાબાદ જાય છે. પોતાના સમયના પાંચ પરફેક્ટ માસ્ર્ટર્સ પૈકીના એક મેહેર બાબાના કહેવા પ્રમાણે હઝરત બાબાજાન તેમના જીવનના છેલ્લા 25 વર્ષ પુણેમાં રહ્યા હતા. તેમણે સૌથી પહેલા રાસ્તા પીઠમાં બુખારી શાહની મસ્જિદ પાસે એક લીમડાના ઝાડ નીચે અંતિમ રહેઠાણ બનાવ્યું હતું. ત્યારબાદ પુણેથી અલગ વિસ્તાર ચાર બાવડીમાં અન્ય લીમડાના ઝાડ નીચે વસવાટ કર્યો હતો જ્યાં તેમણે બાકીનું જીવન ગાળ્યું હતું. પુણેમાં તેમના નામે એક લીમડાના ઝાડ નીચે મઝાર છે જેની નીચે તેમણે શેરીનું અંતિમ ઘર બનાવ્યું હતું.[૬૦]

ઇસ્કોન ચળવળ પણ શ્રી રાધા કુંજબિહારી મંદિર દ્વારા શહેરમાં હાજરી ધરાવે છે.

બી કે એસ આયંગર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગ ગુરુએ પુણેમાં 1975 રામમણી આયંગર મેમોરિયલ યોગા ઇન્સ્ટિટયુટની સ્થાપના કરી હતી. જ્યાં આયંગર યોગા સિસ્ટમ ના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે.


મ્યુઝિયમ, બગીચા અને પ્રાણી સંગ્રહાલયો[ફેરફાર કરો]

પુ.લા. દેશપાંડે ગાર્ડન

પુણેમાં પ્રસિદ્ધ મ્યુઝિયમમાં રાજા દિનકર કેલકર મ્યુઝિયમ, મહાત્મા ફુલે મ્યુઝિયમ, બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમ, પુણે ટ્રાઇબલ મ્યુઝિયમ અને નેશનલ વોર મ્યુઝિયમ સામેલ છે.

પુણેમાં મોટી સંખ્યામાં જાહેર બગીચા જેવા કે કમલા નહેરુ પાર્ક, સાંભાજી પાર્ક, શાહુ ઉદ્યાન, પેશ્વા પાર્ક, સારસ બાગ, એમ્પ્રેસ ગાર્ડન અને બુંદ ગાર્ડન આવેલા છે. પુણે-ઓકાયામા ફ્રેન્ડશિપ ગાર્ડન, જેને હવે પુ લા દેશપાંડે ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે તે જાપાનના ઓકાયામા સ્થિત કોરાકુઆન ગાર્ડનની પ્રતિકૃતિ છે.[૬૧]

રાજીવ ગાંધી ઝુલોજિકલ પાર્ક શહેરની નજીક કતરાજમાં આવેલું છે.[૬૨] પેશ્વા પાર્ક ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયને 1999માં કતરાજના રેપ્ટાઇલ પાર્ક સાથે ભેળવી દેવાયું હતું.

કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ ખાતે એક નાનકડું રેલ મ્યુઝિયમ આવેલું છે જે કોર્પ્સ ઇક્વિપમેન્ટ મ્યુઝિયમનો હિસ્સો છે. મુંબઈ રેલવે લાઇન પર શહેરથી 60 કિમી દૂર લોનાવાલા ખાતે એક મોટું રેલવે મ્યુઝિયમ બની રહ્યું છે.

રાત્રી જીવન[ફેરફાર કરો]

શહેરમાં પબ ડિસ્કોથેક, બાર, હોટેલ અને બીજા ઘણા સ્થળ બન્યા છે જ્યાં નાગરિકોની રાતની જરૂરિયાતો સંતોષાય છે. તેઓ મોટા ભાગે શહેરના ઉત્તર ભાગમાં આવેલા છે ખાસ કરીને કોરેગાંવ પાર્કમાં જેમ કે ગાઇયા, સોલ, સ્ટોન વોટર ગ્રીલ, પોલારિસ, કિવા-ધ લાઉન્જ, નોર્થ મેઇન, કેસાબેલા. જાન્યુઆરી 2009માં કોરેગાંવ પાર્કમાં ચોથું હાર્ડ રોક કાફે ઓફ ઇન્ડિયા ખુલ્યું હતું.[૬૩] અન્યમાં સામેલ છે લશ લાઉન્જ એન્ડ ગ્રીલ, સ્ક્રીમ, ઝોહો, ફાયર એન આઇસ, 262 ધ લાઉન્જ, એરિયા 51 વગેરે જે શહેરના ઉત્તરના પરા વિસ્તારોમાં આવેલા છે.[૬૪]

પડોશનો વિસ્તાર[ફેરફાર કરો]

પુણે શહેરને નીચે મુજબના ઝોનમા વિભાજિત કરી શકાયઃ

 • મધ્ય પુણે : લગભગ સત્તર પીઠ અથવા લત્તાનો સમાવેશ થાય છે. મરાઠા અને પેશ્વા શાસન દરમિયાન તે સ્થાપિત કરીને વિકસાવાયા હતા અને તેને જૂના શહેર તરીકે ઓળખવામાં આવે છે.
 • પશ્ચિમ બાજુનું પુણે (આંતરિક): મુખ્યત્વે ડેક્કન જિમખાના, પશ્ચિમમાં ઇરેન્ડવાને અને શિવાજીનગર, પૂર્વમાં કેમ્પ, ધોલે પાટિલ રોડ અને કોરેંગાવ પાર્ક, અને દક્ષિણમાં સ્વારગેટ, પાર્વતી, સહાકરનગર, મુકુંદનગર, મહર્ષિનગર, ગુલટેકડી અને સાલિસબરી પાર્ક. ઉત્તરમાં મુલા-મુથા નદી શહેરની સરહદ બાંધે છે.
 • પૂર્વબાજુનું પુણે (બાહ્ય): તેમાં ઉત્તર પશ્ચિમમાં નવા વિકસિત વિસ્તાર જેમ કે ખડકી, ઔંધ અને ગણેશખિંડ, પશ્ચિમમાં કોથરુડ અને પૌડ રોડ, દક્ષિણ પશ્ચિમમાં દત્તાવાડી, સહકારનગર અને ધાનકાવાડી, દક્ષિણ પૂર્વમાં બિબવેવાડી, લુલ્લાનગર અને અપર કોંઢવા, ઉત્તર પૂર્વમાં યેરવડા (કલ્યાણી નગર અને શાસ્ત્રી નગર સહિત), ઉત્તરમાં વિશ્રાંતવાડી અને પૂર્વમાં ઘોરપડી, ફાતિમનગર, વોનેવરી અને હડપસર સાઉથ.
 • પરા વિસ્તારઃ તેમાં સામેલ છે ઉત્તરપશ્ચિમમાં બાનેર અને પાશાણ, પશ્ચિમમાં બાવધાન અને વારજે, દક્ષિણપશ્ચિમમાં વડગાંવ, ધાયારી અને આંબેગાંવ, દક્ષિણ પૂર્વમાં કટરાજ, લોઅર કોંઢવા, ઉંદરી અને મોહમ્મદવાડી, પૂર્વમાં હડપસર, નોર્થ, મુંધવા અને મંજરી, ઉત્તરપૂર્વમાં વડગાંવ શેરી અને ખરાડી અને ઉત્તરમાં ધાનોરી અને કલાસ.

પુણે મેટ્રોપોલિટન એરિયામાં નીચેના વિસ્તાર સામેલ છે જે પુણે શહેરના ઉત્તરપશ્ચિમમાં આવેલા છે. તેનું સંચાલન પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.

 • પિંપરી અને તેની આસપાસના વિસ્તારઃ ચિખલી, કાલેવાડી, કેસરવાડી, ફુગેવાડી અને પિંપલ સૌદાગર.
 • ચિંચવાડ અને તેની આસપાસના વિસ્તારઃ થેરગાંવ, તથાવાડે અને તલાવડે.
 • સાંગવી અને તેની આસપાસના વિસ્તારઃ દાપોડી, વાકાડ, હિંજેવાડી, પિંપલ નિકાખ અને પિંપલ ગુરવ.
 • ભોસરી અને તેની આસપાસના વિસ્તારઃ મોશી, દિઘી, દુદુલગાંવ અને ચારહોલી બુદરુક.
 • નીગડી-અકુરડી અને તેની આસપાસના વિસ્તારઃ રાવેત, દેહુ રોડ અને સોમાતને.

મિડીયા અને કમ્યુનિકેશન[ફેરફાર કરો]

મરાઠી ભાષાના અખબાર જેમ કે સકાલ , લોકસત્તા , લોકમત , કેસરી , મહારાષ્ટ્ર ટાઇમ્સ અને પુંઢરી લોકપ્રિય છે. મોટા અંગ્રેજી દૈનિકોમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા , ઇન્ડિયન એક્સપ્રેસ , પુણે મિરર , મિડડે . ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ (DNA) સાકાલ ટાઇમ્સ (અગાઉનું મહારાષ્ટ્ર હેરાલ્ડ) પુણેથી આવૃત્તિ પ્રકાશિત કરે છે જેમાં વધારાની સ્થાનિક પૂર્તિ હોય છે.

સ્ટાર માઝા, ઝી મરાઠી, દૂરદર્શન સહ્યાદ્રી અને ઇટીવી મરાઠી, મી મરાઠી વગેરે લોકપ્રિય ટીવી ચેનલ છે. મોટી અંગ્રેજી અને મનોરંજન અને ન્યૂઝ ચેનલો પણ જોવામાં આવે છે. પુણેમાં છેલ્લા કેટલાક વર્ષોથી એફએમ રેડિયો સર્વિસ પણ સારી રીતે ચાલે છે. લોકપ્રિયતાના રેટિંગમાં રેડિયો મિર્ચી (98.3 MHz) ટોચ પર છે, (શહેરમાં શરૂ કરવામાં આવેલી તે પ્રથમ ખાનગી એફએમ ચેનલ હતી.) એર એફએમ (101.MHz), રેડિયો સિટી, (91.10) રેડિયો વન (94.30), રેડ એફએમ (93.5) અને વિદ્યાવાણી (પુણે યુનિવર્સિટીની પોતાની એફએમ ચેનલ) પણ પોતાની હાજરી ધરાવે છે.

પુણેને ભારતનું પ્રથમ વાયરલેસ શહેર બનાવવાની યોજના છે. ઇન્ટેલ કોર્પોરેશન, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)અને માઇક્રોસેન્સએ શહેરમાં 802.16d વાઇમેક્સ નેટવર્કનો પ્રથમ તબક્કો વ્યાપારી ધોરણે શરૂ કરવા માટે જોડાણ કર્યું છે. અનવાયર પુણે પ્રોજેક્ટ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 25 km2 વિસ્તારમાં વાયરલેસ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. લગભગ ચાર મહિનામાં પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી પુણે મ્યુનિસિપલ કોર્પ નાગરિકોને કોમર્શિયલ ધોરણે સર્વિસ ઓફર કરશે જેમાં 256 kbit/sની ઝડપ હશે.[૬૫]

રમતગમત અને મનોરંજન[ફેરફાર કરો]

પુણેમાં લોકપ્રિય રમતોમાં એથલેટિક્સ, ક્રિકેટ, બાસ્કેટબોલ, બેડમિંટન, ફિલ્ડ હોકી, સોકર, ટેનિસ, કબડ્ડી, ખો-ખો, રોઇંગ અને ચેસ સામેલ છે. પુણે ઇન્ટરનેશનલ મેરેથોન એક વાર્ષિક મેરેથોન છે જે પુણેમાં યોજાય છે. 2008 કોમનવેલ્થ યુથ ગેમ્સનું આયોજન પુણેમાં કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ[ફેરફાર કરો]

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એમસીએ), જે સ્થાનિક ક્રિકેટ ટીમ (મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ)નું સંચાલન કરે છે. તેની સાથે જોડાયેલી ક્લબ વચ્ચે ક્રિકેટ યોજાય છે. આ ટીમ, મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત ત્રણ ટીમ પૈકી એક છે, ઇન્ટરસ્ટેટ મેચ અને લીગ જેવી કે રણજી ટ્રોફીમાં સ્પર્ધા કરે છે.

ફૂટબોલ[ફેરફાર કરો]

પુણે ફુટબોલ ક્લબ પુણે એફસી તરીકે પણ ઓળખાય છે જે તાજેતરમાં રચાયેલી ફુટબોલ ક્લબ છે જે ઇન્ડિયન ફુટબોલ લીગમાં રમે છે. તેની સ્થાપના ઓગસ્ટ 2007માં કરવામાં આવી હતી.

બાસ્કેટબોલ[ફેરફાર કરો]

પુણેમાં ડેક્કન જીમખાના ક્લબ અને ફર્ગ્યુસન કોલેજ ખાતે બાસ્કેટબોલ છે.[૬૬]. અમેરિકન ફુટબોલ કોચ જે ડી વોલ્સએ પુણેમાં તેનો પ્રથમ જે ડી બાસ્કેટબોલ ઇન્ડિયા કેમ્પ યોજ્યો હતો.[૬૭]

રમતગમત સંસ્થાઓ[ફેરફાર કરો]

પુણેમાં અગ્રણી રમતગમત સંસ્થાઓમાં નેહરુ સ્ટેડિયમ, ડેક્કન જિમખાના, પીવાયસી હિંદુ જિમખાના અને બાલેવાડી ખાતે શ્રી છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. નેહરુ સ્ટેડિયમ એ મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉન્ડ છે અને ત્યાં ઘણી પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્પર્ધાઓ યોજાય છે જેમાંથી એક મેચ 1996 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન યોજાઇ હતી. ડેક્કન જિમખાના ખાતે કેટલીક વખત ડેવિસ કપની મેચ યોજાઇ છે. બાલેવાડી ખાતેની સુવિધામાં 1994માં નેશનલ ગેમ્સ યોજાઇ હતી તેવી જ રીતે 2008માં કોમનવેલ્થ યુથ ગેમ્સ યોજાઇ હતી. રોયલ કોનોટ બોટ ક્લબ એ મુલા-મુથા નદી પર આવેલી બોટિંગ ક્લબ પૈકી એક છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મહાલુંગા ગામ પાસે એક નવું ક્રિકેટ સ્ટેડિયમ, પુણે ઇન્ટરનેશનલ ક્રિકેટ સેન્ટર 2010 સુધીમાં બાંધવામાં આવશે.

પુણેમાં તૈયાર થયેલા પ્રતિષ્ઠિત ખેલાડીઓમાં ક્રિકેટર ડી બી દેવધર, પિતા-પુત્રની ક્રિકેટર જોડી હેમંત અને ઋષિકેશ કાનિટકર, ટેનિસ ખેલાડી રાધિકા તુલપુડે, ગૌરવ નાટેકર અને નિતીન કિર્તાને અને ટેબલ ટેનિસ ખેલાડી અનિકેત કોપારકર. અભિજિત કુંતે અને પ્રવિણ થિપ્સે ચેસ ગ્રાન્ડ માસ્ટર્સ અને રાષ્ટ્રીય ચેમ્પિયન છે. ભારતીય રાષ્ટ્રીય ફિલ્ડ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લે. સ્થાનિક એમપી સુરેશ કલમાડી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ છે.

નેશનલ એજ્યુકેશન ફાઉન્ડેશન (NEF) પુણેમાં એન્ડ્યુરો 3નું આયોજન કરે છે જે ક્રોસ કન્ટ્રી એડવેન્ચર રેસ છે. તે 2-3 દિવસની સ્પર્ધા છે જેમાં સાઇકલિંગ, ટ્રેકિંગ, રિવર-ક્રોસિંગ અને રાઇફલ શૂટિંગનો સમાવેશ થાય છે.[૬૮] શહેરમાં 2009માં FIVB મેન્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજવામાં આવી હતી.

ઘોડાદોડ[ફેરફાર કરો]

પુણે રેસ કોર્સ, જે પુણે કેન્ટોનમેન્ટ, મહારાષ્ટ્ર, ભારતમાં આવેલું છે, તે 1830માં 118.5 એકર જગ્યામાં બાંધવામાં આવ્યું હતું. આ જમીન પર ભારતીય સેનાનું નિયંત્રણ છે. રેસિંગ સિઝન દર વર્ષે જુલાઇથી ઓક્ટોબર વચ્ચે યોજાય છે. રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ આ રેસ કોર્સનું સંચાલન કરે છે. કોર્સમાં બે ટ્રેનિંગ ટ્રેક્સ અને બે રેસિંગ સરફેસ આવેલા છે. મોટી રેસિંગ સ્પર્ધાઓમાં પુણે ડર્બી , RWITC ઇન્વિટેશનલ , ઇન્ડિપેન્ડન્સ કપ અને સધર્ન કમાન્ડ કપ નો સમાવેશ થાય છે.[૬૯]

બેડમિંટન[ફેરફાર કરો]

બેડમિંટનની શરૂઆત 19મી સદીના મધ્યના પુણેમાં (ત્યારે પુના તરીકે જાણીતું હતું) ઉલ્લેખ ધરાવે છે. એક પાર્ટી દરમિયાન કેટલાક મહેમાનોએ શેમ્પેનના કોર્ક સાથે પીંછા બાંધ્યા હતા અને બોટલનો ઉપયોગ બેટ તરીકે કર્યો હતો. તેમણે આ રમતને પુનાઇ નામ આપ્યું હતું.[૭૦] રમતના સૌથી પહેલા નિયમો બ્રિટીશએ 1873માં પુણેમાં ઘડ્યા હતા.[૭૧]

ભગીની શહેરો[ફેરફાર કરો]

ભગીની શહેરો દેશ
સાન જોસ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાયુનાઇડેટ સ્ટેટ્સ
ફેરબેન્ક્સ
બ્રેમેન જર્મનીજર્મની
ટ્રોમ્સો નોર્વેનોર્વે
ટોયોટા જાપાનજાપાન

પ્રવાસીઓના રસના સ્થળો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Mohansingh Rajpal is Pune's first Sikh mayor". Times of India. 
 2. Pune Population. World Gazetteer. Retrieved 28 July 2009
 3. Pune Metro Area Population. World Gazetteer. Retrieved 28 July 2009
 4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 5. http://www.pune.org.uk/history.html
 6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 7. ૭.૦ ૭.૧ Kaul, Sanat (May 2006) (PDF). Higher Education in India: Seizing the Opportunity (working paper). Indian Council for Research on International Economic Relations, New Delhi, India. http://www.icrier.org/pdf/WP_179.pdf. Retrieved 2008-04-04. 
 8. ૮.૦ ૮.૧ ૮.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.પુણેની ટાઇમ લાઇન
 9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 12. "Southern Command in India". Retrieved $ january 2010. 
 13. ૧૩.૦ ૧૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 15. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 16. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 17. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 18. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 19. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 21. "Pune City". St. Thomas Evangelical Church of India. 
 22. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 25. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 26. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. ૨૮.૦ ૨૮.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 29. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 30. ૩૦.૦ ૩૦.૧ http://www.punepages.com/demographics-of-pune
 31. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 32. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 33. પુણે ભારતનું સાતમું મેટ્રો સિટી બનશે: એસોચેમ - ઇકોનોમો એન્ડ પોલિટિક્સ - livemint.com
 34. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 35. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 36. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 37. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 38. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 39. [96]
 40. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 41. ૪૧.૦ ૪૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 42. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 43. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 44. http://cities.expressindia.com/fullstory.php?newsid=191801
 45. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 46. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 47. "One city, many faces". Frontline. 
 48. ભારતની શ્રેષ્ઠ બિઝનેસ-સ્કૂલ્સ - બિઝનેસ ટૂડે
 49. "Chap". Sainik Samachar. 
 50. હમસિની રવી દાબેલીવાલાના જીવનમાં ડોકીયું 25 જૂન 2009નઝર
 51. http://timesofindia.indiatimes.com/news/city/pune/City-to-celebrate-Onam-today/articleshow/4961237.cms
 52. http://timesofindia.indiatimes.com/news/city/pune/Bengalis-in-city-set-to-celebrate-Durga-Puja/articleshow/5044386.cms
 53. "Pune Cuisines - Pune India Food". Retrieved 2008-04-04 Pune's Timeline. 
 54. મરાઠીનું પ્રમાણભૂત સ્વરૂપ
 55. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 56. Klopfer, Lisa (2004) (PDF), Commercial Libraries in an Indian City: an Ethnographic Sketch, Saur, http://www.librijournal.org/pdf/2004-2pp104-112.pdf, retrieved 2009-06-21 
 57. Pordié, Laurent; Lalitha, N. (2006-05-24), Research Update: Transversal Themes of Indian Society and Medicines, Department of Social Sciences, The French Institute of Pondicherry, http://www.ifpindia.org/ecrire/upload/ss_societies_and_medicines_presentation.pdf 
 58. ઢાંચો:PDF
 59. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 60. પુણે સ્થિત બાબાજાનની સમાધી કબર યાત્રાધામનો ફોટો
 61. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 62. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 63. http://www.hardrock.com/locations/cafes3/cafe.aspx?LocationID=512&MIBenumID=3
 64. http://www.citipals.com/t_cg:night-life_sc:discos-dance-clubs_ct:pune%7Cother nightlife venues
 65. Tech2.com India > પુણે વાયરલેસ બનશે> ન્યૂઝ ઓન ઇન્ટરનેટ એન્ડ સોફ્ટવેર
 66. "Pune Basketball". Open Salon. 
 67. "J D Walsh - Press release point". 
 68. "Pump up the adrenaline - Pune Times". Times of India. 
 69. "RWITC - The Pune Race Course". 
 70. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 71. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:


ઢાંચો:Pune topics ઢાંચો:Maharashtra