રેડિયો સિટી

વિકિપીડિયામાંથી

રેડિયો સિટી ભારતનું એક ખાનગી એફ. એમ. રેડિયો સ્ટેશન છે, જેનો પ્રારંભ વર્ષ ૨૦૦૧ ના જુલાઇ મહિના ની ૩જી તારીખે બેગલુરુ મા થયો હતો.[૧] [૨]વર્તમાનમાં ભારતમાં રેડિયો સિટી ના ૨૬ શહેરોમાં સ્ટેશન કાર્યરત છે.[૩] મોટા ભાગ ના શહેરો મા ૯૧.૧ ફ્રીક્વન્સી સાથે પોતાના કાર્યક્રમો પ્રસારિત કરે છે. અમુક શહેરોમાં રેડિયો સિટી ની ફ્રીક્વેન્સી ૧૦૪, ૧૦૪.૮ અને ૯૧.૯ પણ છે. રેડિયો સિટી ડિસેમ્બર ૨૦૧૪ મા હિન્દી દૈનિક સમાચાર પત્ર સમૂહ દૈનિક જાગરણ દ્વારા ખરીદી લેવામાં આવ્યું. રેડિયો સિટી ના ઉદ્ઘોષક જેમને રેડિયો જોકી કહેવાય છે, પોતાની વાતો હિન્દી અને સ્થાનિક ભાષાઓમાં શ્રોતાઓ સુધી પ્રસારીત કરે છે. મુખ્યત્વે હિન્દી ફિલ્મોના ગીતો પ્રસરિત કરતું રેડિયો સિટી અમુક સ્થાનો પર સ્થાનિક ભાષાઓ ના ગીતો પણ પ્રસારિત કરે છે. ગુજરાત દિવસ પર રેડિયો સિટીના ગુજરાતના પ્રત્યેક કેન્દ્ર પર થી ગુજરાતી ગીતો પ્રસારિત કરવા મા આવે છે. વર્તમાન મા એબ્રાહમ થોમસ રેડિયો સિટી ના સી.ઇ.ઓ. અને કાર્તિક કલ્લા પ્રોગ્રમિઙના રાષ્ટ્રીય પ્રમુખ છે. રેડિયો સિટીએ પોતાનુ પ્રથમ વેબ રેડિયો "ફન કા એન્ટિના" નામ થી પ્રારમ્ભ કર્યુ હતુ. આજે રેડિયો સિટી ના ૨૧ વેબ રેડિયો પોર્ટલ્સ છે.

કાર્યરત કેન્દ્રો[ફેરફાર કરો]

 1. અજમેર
 2. અમદાવાદ
 3. અહમદનગર
 4. ઉદયપુર
 5. કાનપુર
 6. કોટા
 7. કોયમ્બટૂર
 8. કોલ્હાપુર
 9. ચેન્નૈ
 10. જયપુર
 11. દિલ્હી
 12. નાગપુર
 13. નાશિક
 14. પટિયાલા
 15. પુણે
 16. બેંગલુરૂ
 17. મદુરૈ
 18. મુમ્બઇ
 19. લખનૌ
 20. વડોદરા
 21. વાઇઝેગ
 22. સુરત
 23. હૈદરાબાદ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Radio City / Companies : Radio Gaga". India Today.
 2. "Radio City / Companies : India's first pvt. FM goes on air". The Hindu. મૂળ માંથી 2014-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-19.
 3. "Radio City". મૂળ માંથી 2017-03-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-19.