ભીમસેન જોશી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભીમસેન જોશી
Pandit Bhimsen Joshi (cropped).jpg
પાર્શ્વ માહિતી
શૈલીભારતીય શાસ્ત્રીય સંગીત
વ્યવસાયોગાયક
સક્રિય વર્ષો૧૯૪૧-૨૦૧૧

ભીમસેન જોશી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના એક ભારતીય ગાયક હતા. તેમનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ ભારતના કર્ણાટક રાજ્યના ગડગ ખાતે એક કન્નડ માધવા પરિવારમાં થયો હતો.[૧] તેઓ ખયાલ પ્રકારના સંગીત તેમજ ભક્તિ સંગીત (જેમકે, ભજન અને અભંગ) માટે વિખ્યાત છે.

૧૯૯૮માં તેમને સંગીત નાટક અકાદમી અભિછાત્રવૃત્તિથી નવાજવામાં આવ્યા જે સંગીત નાટક અકાદમી દ્વારા આપતો સર્વોચ્ચ સન્માન છે.[૨] ૨૦૦૮માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન વડે નવાજવામાં આવ્યા.[૩]

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

ભીમસેન જોશીના પિતાનું નામ ગુરૂરાજ જોશી હતું અને તેઓ એક શિક્ષક અને સંસ્કૃત ભાષાના નિષ્ણાત હતા. તેમણે એક કન્નડ-અંગ્રેજી શબ્દકોષ પણ લખ્યો હતો. ભીમસેન જોશીના માતાનું નામ ગોદાવરીબાઈ હતું અને તેઓ એક ગૃહિણી હતા.[૪][૫] [૬]

સંગીતની તાલીમ[ફેરફાર કરો]

તેઓના પ્રથમ સંગીત શિક્ષક ચન્નાપ્પા કુર્તાકોટી હતા, જેમણે અનુભવી ગાયક ઈનાયત ખાનને તાલીમ આપી હતી. તેમની પાસેથી ભીમસેન જોશી ભૈરવ અને ભીમપલાસી રાગ શીખ્યા. ત્યારબાદ તેઓ પંડિત શ્યામાચાર્યના શિષ્ય બન્યા જેઓ એક બદામી ખાતે રહેતા હતા અને એક પારંપરિક ગાયક અને પુરોહિત હતા. પંડિય શ્યામાપ્રસાદે તેમને ગાયનની સાથે સાથે હાર્મોનિયમ વગાડવાની પણ તાલીમ આપી.[૭]

તેમણે નાનપણમાં અબ્દુલ કરીમ ખાનની એક ઠુમરી "પિયા બિન નહી આવત ચૈન" સાંભળી હતી જેણે તેમને સંગીતકાર બનવા પ્રેરિત કર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પંડિત સવાઈ ગાંધર્વને પણ કુંડગુલ ખાતે સાંભળ્યા. ૧૯૩૩ની સાલમાં તેઓએ ગુરુની શોધમાં ધારવાડ છોડી દીધું અને બિજાપુર જતા રહ્યા.[૮] [૯] ટ્રેનમાં સાથી મુસાફરોએ તેમને આર્થિક મદદ કરી જેના આધારે તેઓ પહેલાં ધારવાડ અને બાદમાં પૂણે પહોંચ્યા. ત્યારબાદ તેઓ માધવ સંગીત શાળામાં દાખલ થવા માટે ગ્વાલિયર પહોંચ્યા. તે શાળા ગ્વાલિયરના મહારાજાની મદદથી વિખ્યાત સરોદ વાદક હાફિઝ અલી ખાન દ્વારા ચલાવાતી હતી. તેઓએ ઉત્તર ભારતમાં યોગ્ય ગુરુની શોધમાં ત્રણ વર્ષ સુધી ભ્રમણ કર્યું. તેઓએ દિલ્હી, કોલકાતા, ગ્વાલિયર, લખનૌ અને રામપુરની મુલાકાત લીધી.[૧૦] આખરે, તેમના પિતાએ તેમને જલંધરમાં શોધી કાઢ્યા અને તેમને ઘરે પાછા લાવ્યા.

સવાઈ ગાંધર્વ[ફેરફાર કરો]

૧૯૩૬માં, સવાઈ ગાંધર્વ, જેઓ ધારવાડના વતની હતા તે તેમના ગુરુ બનવા સહમત થયા. ભીમસેન જોશી ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર તેઓના જ ઘરમાં રહ્યા. તેમણે સવાઈ ગાંધર્વ સાથે તેમની તાલીમ ૧૯૪૦ સુધી ચાલુ રાખી.

કારકિર્દી[ફેરફાર કરો]

ભીમસેન જોશીએ પહેલું જાહેર કાર્યક્રમ ૧૯૪૧માં કર્યો ત્યારે તેઓ ૧૯ વર્ષના હતા. ૧૯૪૨માં તેમનું પ્રથમ મરાઠી અને હિન્દી ભાષીય ભક્તિસંગીત ધરાવતું આલ્બમ એચએમવી દ્વારા પ્રસ્તુત કરાયું. ૧૯૪૩માં ભીમસેન જોશી મુંબઈ ખાતે સ્થાયી થયા અને એક રેડિયો કલાકાર તરીકે જોડાયા. ૧૯૪૬માં સવાઈ ગાંધર્વના ૬૦મા જન્મદિનની ઉજવણી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં તેમણે કરેલા પ્રદર્શનથી દર્શકો તેમજ તેમના ગુરુ સૌએ તેમને વધાવી લીધા.[૧૧]

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત[ફેરફાર કરો]

જોશીના પ્રદર્શનની સંગીત વિવેચકોએ પણ ખૂબ પ્રશંશા કરી જેમકે ડેક્કન હેરાલ્ડના એસ. એન. ચંદ્રશેખરે નોંધ કરી છે કે જોશીની સ્વયંસ્ફૂર્ણા, સચોટ સંગીત, તાનની ઝડપ અને લયનું રહસ્ય તેમની સ્વરની તાલીમનો સંપૂર્ણ ઉપયોગ કરે છે.[૧૨] જોશી પ્રસંગોપાત સરગમ અને તિથાઈનો ઉપયોગ કરતા અને તેઓ અવારનવાર કિરાણા ઘરાનાની પારંપરિક રચનાઓ ગાતા. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખૂબ જ રચનાત્મક સંગીતકાર હતા. તેમના સંગીતમાં તેઓ તાલમાં અચાનક જ આશ્ચર્યજનક ફેરફાર કરી શકતા જેમ કે બોલ્તાનનો અણધાર્યો ઉપયોગ. કાળક્રમે તેઓ કેટલાક સંકીર્ણ અને ગંભીર રાગોની જ તરફેણ કરતા અને તેના પર રચનાઓ બનાવતા. તેઓ શુદ્ધ સંગીતના હિમાયતી હતા અને ક્યારેય પણ પ્રાયોગિક પ્રકારનું સંગીત ન આપતા. તેમણે એક જ વખત કાર્નેટિક સંગીતકાર એમ. બાલામુરલીક્રિષ્નન સાથેની જુગલબંધી વખતે આ પ્રમાણે કરેલું.

જોશીના સંગીત પર અનેક સંગીતકારોનો પ્રભાવ જોવા મળે છે. તેમાં કેસરબાઈ કેરકર, બેગમ અખ્તર અને ઉસ્તાદ અમીર ખાન પ્રમુખ છે. જોશીને જે સંગીતની શૈલી અને ઘરાણા ગમતાં તેનો તેઓ પોતાના સંગીતમાં વિલય કરતા.[૧૩]

ભક્તિ સંગીત[ફેરફાર કરો]

ભક્તિ સંગીતમાં ભીમસેન જોશીએ કન્નડ, હિન્દી અને મરાઠીમાં ગાયેલ ભજન માટે તેઓને ખૂબ વખાણવામાં આવે છે. તેમણે રેકોર્ડ કરેલ ભક્તિસંગીત મરાઠીમાં સંતવાણી અને કન્નડમાં દાસવાણી છે.[૧૪]

દેશભક્તિ સંગીત[ફેરફાર કરો]

૧૯૮૮માં મીલે સુર મેરા તુમ્હારાના વિડીયોમાં પ્રદર્શન આપવા બદલ તેઓ સમગ્ર ભારતમાં જાણીતા છે. આ વિડીયોની શરૂઆત તેમનાથી થાય છે. આ વિડીયોનું નિર્માણ ભારતની રાષ્ટ્રિય એકતા માટે થયું હતું, તેમાં ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્ય દર્શાવવામાં આવ્યું છે. ભારતીય પ્રજાસત્તાકના ૫૦મા પ્રજાસત્તાક દિવસે એ. આર. રહેમાન દ્વારા પ્રસ્તુત કરાયેલ જન ગણ મનના પણ તેઓ ભાગ હતા.

પાર્શ્વ ગાયન[ફેરફાર કરો]

જોશીએ અનેક ચલચિત્રોમાં પાર્શ્વ ગાયન દ્વારા સ્વર આપ્યો. તેમણે બસંત બહાર (૧૯૫૬) ફિલ્મમાં મન્ના ડે સાથે અને બીરબલ માય બ્રધર (૧૯૭૩)માં પંડિત જશરાજ સાથે સ્વરાંકન કર્યું. તેમણે તનસીન (૧૯૫૮) અને આંખે (૧૯૮૫) જેવી ફિલ્મોના ગીતોને સ્વરબદ્ધ કર્યાં. આંખે ફિલ્મ માટે તેમને પાર્શ્વગાયનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.[૧૫] તેમણે કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ સ્વર આપ્યો.[૧૬]

સવાઈ ગાંધર્વ સંગીત મહોત્સવ[ફેરફાર કરો]

૧૯૫૩માં તેમના મિત્ર વસંતરાવ દેશપાંડેની મદદથી તેમણે પોતાના ગુરુ સવાઈ ગાંધર્વનું ઋણ અદા કરવા સંગીત મહોત્સવનું આયોજન કર્યું. મહોત્સવનું આયોજન સવાઈ ગાંધર્વની પ્રથમ પુણ્યતિથિએ હતું. ત્યારથી આ મહોત્સવ નિયમિત રીતે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં પૂણે ખાતે યોજાય છે અને તેનું આયોજન ૧૯૫૩ થી લઈને ૨૦૦૨ સુધી ભીમસેન જોશી પોતે કરતા રહ્યા. ૨૦૦૨માં તેમણે નિવૃત્તિ લીધી. આ સંગીત મહોત્સવ સમગ્ર દેશના પ્રખ્યાત સંગીતકારો માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.

અંગત જીવન[ફેરફાર કરો]

ભીમસેન જોશીએ બે વખત લગ્ન કર્યાં હતાં. તેમના પ્રથમ લગ્ન ૧૯૪૪માં તેમના મામાના દીકરી સુનંદા હુનાગડ સાથે થયા હતા અને તેમના પ્રથમ લગ્નથી તેમને ચાર સંતાન રાઘવેન્દ્ર, ઉષા, સુમંગળા અને આનંદ પ્રાપ્ત થયા હતાં. તેમણે ૧૯૫૧માં તેમના કન્નડ નાટક ભાગ્યશ્રીના સહ કલાકાર વત્સલા મુધોલકર સાથે લગ્ન કર્યાં હતા. બોમ્બે પ્રાંતમાં હિંદુઓને એક કરતાં વધુ લગ્ન કરવાની છૂટ નહોતી તેમ છતાં તેઓ સુનંદાથી છૂટા થયા નહોતા કે છૂટાછેડા લીધા નહોતા. તેમના બીજા લગ્નથી પ્રાપ્ત સંતાનો જયંત, સુભદ્રા અને શ્રીનિવાસ છે.[૧૭]

તેમને મોટરગાડીઓનો શોખ હતો. તેઓ એક સારા તરવૈયા, ફુટબોલ ખેલાડી અને યોગ સાધક પણ હતા. તેમણે પોતાની મદ્યપાનની લતને સ્વીકારી હતી પણ જ્યારે તેની અસર તેમના સંગીત પર પડવા લાગી ત્યારે તેમણે તે છોડી દીધો.

માંદગી અને મૃત્યુ[ફેરફાર કરો]

ડિસેમ્બર ૩૧, ૨૦૧૦ના રોજ તેમને ન્યૂમોનિયા અને આંતરિક રક્તસ્ત્રાવ સાથે સહ્યાદ્રિ સુપર સ્પેશ્યાલિટી દવાખાનામાં લાવવમાં આવ્યા. શ્વાસમાં તકલીફને કારણે તેમને વેન્ટિલેટર આધાર આપવામાં આવ્યો. દવાખાનામાં જ તેઓને તાણ આંચકી આવ્યા અને તેમને ડાયાલીસીસ પર મૂકવામાં આવ્યા. તેમની તબિયત ટૂંક સમય માટે સુધરી અને વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યું પણ ત્યારબાદ તેમની તબિયર લથડી અને તેઓનું ૨૪ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ નિધન થયું.[૧૮] તેમની અંતિમક્રિયા વૈકુંઠ સ્મશાન પૂણે ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી.[૧૯]

પુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "ભીમસેન જોશી, એક આત્મકથા". Cite has empty unknown parameter: |1= (મદદ)
 2. "સંગીત નાટક અકાદમીના અભિછાત્રવૃત્તિ ધરાવતા સભ્યોની યાદી". Official website.
 3. "ગાયક ભીમસેન જોશીને ભારતરત્ન પુરસ્કાર". Rediff. મૂળ મૂળ થી 14 February 2009 પર સંગ્રહિત. 2009-02-21 મેળવેલ. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ); Check date values in: |accessdate= and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 4. "ભીમસેન જોશી સ્વર્ગસ્થ થયા". Cite has empty unknown parameter: |1= (મદદ)
 5. "ભીમસેન જોશી એક આત્મકથા". Cite has empty unknown parameter: |1= (મદદ)
 6. "NY Times Obit". Cite has empty unknown parameter: |1= (મદદ)
 7. "ભીમસેન જોશી, એક આત્મકથા". Cite has empty unknown parameter: |1= (મદદ)
 8. "ભીમસેન જોશીની આત્મકથામાંથી". Cite has empty unknown parameter: |1= (મદદ)
 9. "ભીમસેન જોશીની સફળતાનું રાઝ-સતત અભ્યાશ". Deccan Herald. 2008-11-05. 2008-11-05 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 10. "અલગ જ કક્ષા". Mumbai Mirror. 2008-11-06. 2008-11-18 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 11. Chatterji, Shoma A. (7 December 2008). "એક જીવંત દંતકથા". The Sunday Tribune. 25 January 2011 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 12. "પંડિત ભીમસેન જોશીના સંગીતનો વૈભવ". Deccan Herald. Cite has empty unknown parameter: |1= (મદદ)
 13. "પંડિત ભીમસેન જોશીના સંગીતનો વૈભવ". Deccan Herald. Cite has empty unknown parameter: |1= (મદદ)
 14. "પંડિત ભીમસેન જોશીના સંગીતનો વૈભવ". Deccan Herald. Cite has empty unknown parameter: |1= (મદદ)
 15. "ભારત રત્ન ભીમસેન જોશીનું પૂણે ખાતે નિધન". IBN Live. 24 January 2011. 24 January 2011 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 16. "ભીમસેન જોશીનો સંગીત વૈભવ". Deccan Herald. Cite has empty unknown parameter: |1= (મદદ)
 17. "ભીમસેન જોશીની આત્મકથા". Cite has empty unknown parameters: |1= and |2= (મદદ)
 18. "પંડીત ભીમસેન જોશીનું નિધન". The Times Of India. 24 January 2011. 24 January 2011 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 19. "પંડિત ભીમસેન જોશીની અંત્યેષ્ઠિ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી". One India. 25 January 2011. 25 January 2011 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ૨૦.૩ ૨૦.૪ "પં. ભીમસેન જોશી". ZEE News. 5 November 2008. 24 January 2011 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 21. Times Of India Article