ભારત રત્ન

વિકિપીડિયામાંથી
ભારત રત્ન
Bharat Ratna.jpg
પુરસ્કારની માહિતી
પ્રકાર નાગરિક
શ્રેણી રાષ્ટ્રીય
શરૂઆત ૧૯૫૪
પ્રથમ પુરસ્કાર ૧૯૫૪
અંતિમ પુરસ્કાર ૨૦૧૯
કુલ પુરસ્કાર ૪૮
પુરસ્કાર આપનાર Emblem of India.svg ભારત સરકાર
વર્ણન પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે.
ફીત Bharat Ratna Ribbon.svg
પ્રથમ વિજેતા
અંતિમ વિજેતા


ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.

ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું હતું. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ. ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટના ખેલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં.[૧] તો જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.[૨] સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું. આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.

અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રીનું નામ જાણીતું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૫૪માં રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા બે નાગરિક સન્માનો 'ભારતરત્ન' અને 'ત્રિસ્તરીય પદ્મવિભૂષણ' સન્માન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.[૩] આ સન્માન ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન માટે ભારતના સંવિધાનમાં કોઇ સ્પષ્ટ જોગવાઇ નથી.

આ સન્માનને બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ વખત મોરારજી દેસાઈની સરકારે આ સન્માનોને સ્થગિત કર્યા હતાં. તેમણે ૧૩ જુલાઇ ૧૯૭૭ના રોજ બધા જ વ્યક્તિગત સન્માનો પાછા ખેંચી લીધા. આ ઉપરાંત પહેલાં જે વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યા હતાં, તેમને પણ આ સન્માન ઇલ્કાબની જેમ ન વાપરવાની સૂચના આપવામાં આવી. ૨૫ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ આ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો.[૪] ઇ.સ. ૧૯૯૨માં આ સન્માન પર ફરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો. મધ્યપ્રદેશ અને કેરલ રાજ્યની વડી અદાલતમાં આ સન્માનોની બંધારણીય યોગ્યતાને પડકારતી બે જાહેર હીતની અરજીઓ કરવામાં આવી હતી. અંતે ડિસેમ્બર ૧૯૯૫માં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આ સન્માનો ફરીથી ચાલુ કરવામાં આવ્યાં.[૫]

પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી[૬][ફેરફાર કરો]

ક્રમ નામ ચિત્ર જન્મ / અવસાન વર્ષ યોગદાન ભારતીય રાજ્ય/દેશ
૧. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન Photograph of Sarvepalli Radhakrishnan presented to First Lady Jacqueline Kennedy in 1962.jpg ૧૮૮૮–૧૯૭૫ ૧૯૫૪ બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક. તામિલ નાડુ
૨. સી. રાજગોપાલાચારી C Rajagopalachari 1944.jpg ૧૮૭૮–૧૯૭૨ ૧૯૫૪ છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની. તામિલ નાડુ
૩. સી. વી. રામન Sir CV Raman.JPG ૧૮૮૮–૧૯૭૦ ૧૯૫૪ નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી તામિલ નાડુ
૪. ભગવાન દાસ ૧૮૬૯–૧૯૫૮ ૧૯૫૫ દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની. ઉત્તર પ્રદેશ
૫. એમ.વિશ્વેસવરીયા Visvesvaraya Statue bust at JIT.jpg ૧૮૬૧–૧૯૬૨ ૧૯૫૫ ભાખરા નાગલ બંધના નિર્માતા, સિવિલ એન્જી. કર્ણાટક
૬. જવાહરલાલ નેહરુ Jnehru.jpg ૧૮૮૯–૧૯૬૪ ૧૯૫૫ પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક. ઉત્તર પ્રદેશ
૭. ગોવિંદ વલ્લભ પંત Pandit Govind Ballabh Pant.jpg ૧૮૮૭–૧૯૬૧ ૧૯૫૭ સ્વાતંત્ર્ય સેનાની, ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી. ઉત્તર પ્રદેશ
૮. ધોન્ડો કેશવ કર્વે Dr Dhondo Keshav Karve Cropped.png ૧૮૫૮–૧૯૬૨ ૧૯૫૮ શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. મહારાષ્ટ્ર
૯. ડો.બી.સી.રોય ૧૮૮૨–૧૯૬૨ ૧૯૬૧ ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. પશ્ચિમ બંગાળ
૧૦. પુરુષોત્તમદાસ ટંડન ૧૮૮૨–૧૯૬૨ ૧૯૬૧ સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. ઉત્તર પ્રદેશ
૧૧. રાજેન્દ્ર પ્રસાદ Food Minister Rajendra Prasad during a radio broadcast in Dec 1947 cropped.jpg ૧૮૮૪–૧૯૬૩ ૧૯૬૨ પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. બિહાર
૧૨. ડૉ. ઝાકીર હુસૈન ૧૮૯૭–૧૯૬૯ ૧૯૬૩ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક. આંધ્ર પ્રદેશ
૧૩. ડો.પી.વી.કાણે ૧૮૮૦–૧૯૭૨ ૧૯૬૩ સંસ્કૃતના વિદ્વાન. મહારાષ્ટ્ર
૧૪. લાલ બહાદુર શાસ્ત્રી # 1736 Lal Bahadur Shastri cropped.jpg ૧૯૦૪–૧૯૬૬ ૧૯૬૬ બીજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. ઉત્તર પ્રદેશ
૧૫. ઈન્દિરા ગાંધી Indira Gandhi in 1967.jpg ૧૯૧૭–૧૯૮૪ ૧૯૭૧ પ્રથમ મહિલા વડાપ્રધાન. ઉત્તર પ્રદેશ
૧૬. ડો.વી.વી.ગીરી V.V.Giri.jpg ૧૮૯૪–૧૯૮૦ ૧૯૭૫ ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. આંધ્ર પ્રદેશ
૧૭. કે.કામરાજ # Kamarajar cropped.jpeg ૧૯૦૩–૧૯૭૫ ૧૯૭૬ સ્વાતંત્ર્ય સેનાની. તામિલ નાડુ
૧૮. મધર ટેરેસા MotherTeresa 090.jpg ૧૯૧૦–૧૯૯૭ ૧૯૮૦ નોબૅલ વિજેતા (શાંતિ, ૧૯૭૯). પશ્ચિમ બંગાળ
૧૯. વિનોબા ભાવે # Gandhi and Vinoba.jpg ૧૮૯૫–૧૯૮૨ ૧૯૮૩ ભૂદાન ચળવળનાં પ્રણેતા. મહારાષ્ટ્ર
૨૦. ખાન અબ્દુલગફાર ખાન Khan Abdul Ghaffar Khan.jpg ૧૮૯૦–૧૯૮૮ ૧૯૮૭ સરહદનાં ગાંધી, સ્વાતંત્ર્ય સેનાની. પાકિસ્તાન
૨૧. એમ.જી.રામચંદ્રન # Puducherry MGR statue.jpg ૧૯૧૭–૧૯૮૭ ૧૯૮૮ ફિલ્મ અભિનેતા, તામિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. તામિલ નાડુ
૨૨. ડૉ. ભીમરાવ રામજી આંબેડકર # Dr. Bhimrao Ambedkar.jpg ૧૮૯૧–૧૯૫૬ ૧૯૯૦ બંધારણ સભાના પ્રમુખ. મહારાષ્ટ્ર
૨૩. નેલ્સન મંડેલા Nelson Mandela-2008 (edit).jpg ૧૯૧૮-૨૦૧૩ ૧૯૯૦ રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા. દક્ષિણ આફ્રિકા
૨૪. રાજીવ ગાંધી # Rajiv Gandhi (cropped).jpg ૧૯૪૪–૧૯૯૧ ૧૯૯૧ ભૂતપૂર્વ વડાપ્રધાન. નવી દિલ્હી
૨૫. સરદાર વલ્લભભાઈ પટેલ # Sardar patel (cropped).jpg ૧૮૭૫–૧૯૫૦ ૧૯૯૧ સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પૂરૂષ. ગુજરાત
૨૬. મોરારજી દેસાઈ Morarji Desai 1978b.jpg ૧૮૯૬–૧૯૯૫ ૧૯૯૧ ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. ગુજરાત
૨૭. અબુલ કલામ આઝાદ # Maulana Abul Kalam Azad.jpg ૧૮૮૮–૧૯૫૮ ૧૯૯૨ સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. પશ્ચિમ બંગાળ
૨૮. જે.આર.ડી.તાતા J.R.D. Tata (1955).jpg ૧૯૦૪–૧૯૯૩ ૧૯૯૨ મહાન ઉધોગપતિ. મહારાષ્ટ્ર
૨૯. સત્યજીત રે SatyajitRay.jpg ૧૯૨૨–૧૯૯૨ ૧૯૯૨ ફિલ્મ સર્જક, લેખક પશ્ચિમ બંગાળ
૩૦. ડો.એ.પી.જે.અબ્દુલ કલામ A. P. J. Abdul Kalam in 2008.jpg ૧૯૩૧ - ૨૦૧૫ ૧૯૯૭ વૈજ્ઞાનિક, ભૂ.પૂ. રાષ્ટ્રપતિ. તામિલ નાડુ
૩૧. ગુલઝારીલાલ નંદા Gulzarilal Nanda (cropped).jpg ૧૮૯૮–૧૯૯૮ ૧૯૯૭ સ્વાતંત્ર્ય સેનાની, ભૂ.પૂ. વડાપ્રધાન. પંજાબ
૩૨. અરુણા અસફઅલી # ૧૯૦૮–૧૯૯૬ ૧૯૯૭ સ્વાતંત્ર્ય સેનાની. પશ્ચિમ બંગાળ
૩૩. એમ.એસ.સુબ્બુલક્ષ્મી Ms subbulakshmi (cropped).jpg ૧૯૧૬–૨૦૦૪ ૧૯૯૮ શાસ્ત્રીય ગાયિકા. તામિલ નાડુ
૩૪. સી.એસ.સુબ્રહ્મણ્યમ્ Chidambaram Subramaniam.jpg ૧૯૧૦–૨૦૦૦ ૧૯૯૮ સ્વાતંત્ર્ય સેનાની, હરિયાળી ક્રાંતિના પ્રણેતા. તામિલ નાડુ
૩૫. જયપ્રકાશ નારાયણ # Jayaprakash Narayan 1980 stamp of India bw.jpg ૧૯૦૨–૧૯૭૯ ૧૯૯૮ સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક. બિહાર
૩૬. પંડિત રવિ શંકર Ravi Shankar 2009 crop.jpg જ. ૧૯૨૦ ૧૯૯૯ પ્રખ્યાત સિતાર વાદક. ઉત્તર પ્રદેશ
૩૭. અમર્ત્ય સેન Amartya Sen NIH.jpg જ. ૧૯૩૩ ૧૯૯૯ નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮), અર્થશાસ્ત્રી. પશ્ચિમ બંગાળ
૩૮. ગોપીનાથ બોરદોલોઈ # Gopinath Bordoloi.jpg ૧૮૯૦–૧૯૫૦ ૧૯૯૯ સ્વાતંત્ર્ય સેનાની. આસામ
૩૯. લતા મંગેશકર LataMangeshkar10.jpg જ. ૧૯૨૯-૨૦૨૨ ૨૦૦૧ પાશ્વ ગાયિકા. મહારાષ્ટ્ર
૪૦. બિસ્મિલ્લાહ ખાન Bismillah at Concert1 (edited) 2.jpg ૧૯૧૬-૨૦૦૬ ૨૦૦૧ શાસ્ત્રીય શરણાઇ વાદક બિહાર
૪૧. ભીમસેન જોશી Pandit Bhimsen Joshi (cropped).jpg ૧૯૨૨-૨૦૧૧ ૨૦૦૯ શાસ્ત્રીય ગાયક કર્ણાટક
૪૨. સી.એન.આર.રાવ CNRrao2.jpg જ.૧૯૩૪ ૨૦૧૪ વૈજ્ઞાનિક
૪૩. સચિન તેંડુલકર Sachin at Castrol Golden Spanner Awards (crop).jpg જ.૧૯૭૩ ૨૦૧૪ ક્રિકેટર મહારાષ્ટ્ર
૪૪. મદન મોહન માલવીયા # Madan Mohan Malaviya1.jpg ૧૮૬૧-૧૯૪૬ ૨૦૧૫ શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી
૪૫. અટલ બિહારી વાજપેયી Ab vajpayee.jpg ૧૯૨૪-૨૦૧૮ ૨૦૧૫ ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન - (૧૯૯૬), (૧૯૯૮), (૧૯૯૯-૨૦૦૪), કવિ
૪૬. પ્રણવ મુખર્જી Pranab Mukherjee Portrait.jpg ૧૯૩૫-૨૦૨૦ ૨૦૧૯ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (૨૦૧૨ થી ૨૦૧૭)
૪૭. નાનાજી દેશમુખ # Nanaji Deshmukh 2017 stamp of India.jpg ૨૦૧૯ આરએસએસ વિચારક
૪૮. ભુપેન હજારિકા # Dr. Bhupen Hazarika, Assam, India.jpg ૨૦૧૯ મહાન ગાયક અને સંગીતકાર આસામ

નોંધ[ફેરફાર કરો]

  • # = મરણોપરાંત.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Tendulkar receives Bharat Ratna". ESPNcricinfo. 4 February 2014. મૂળ માંથી 26 June 2014 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2014.
  2. "Profile: Dhondo Keshav Karve". Encyclopædia Britannica. મૂળ માંથી 1 December 2011 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2014.
  3. Lal, Shavax A. (1954). "The Gazette of India—Extraordinary—Part I" (PDF). The Gazette of India. The President's Secretariat (પ્રકાશિત 2 January 1954): 2. મૂળ (PDF) માંથી 14 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2014. The President is pleased to institute an award to be designated Bharat Ratna and to make the following Regulations
  4. Madappa, K. C. (1980). "The Gazette of India—Extraordinary—Part I" (PDF). The Gazette of India. The President's Secretariat (પ્રકાશિત 25 જાન્યુઆરી 1980): 2. મૂળ સંગ્રહિત (PDF) માંથી 19 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 19 જૂન 2016. The President is pleased to cancel the President's Secretariat Notification No. 65-Pres/77 dated the 8th August, 1977 by which the Civilian Awards "Bharat Ratna', 'Padma Vibhushan', 'Padma Bhushan' and 'Padma Shri' were cancelled and to direct that the said Awards shall be re-instituted with immediate effect.
  5. "Balaji Raghavan S. P. Anand Vs. Union of India: Transfer Case (civil) 9 of 1994". Supreme Court of India. 4 August 1997. મૂળ માંથી 19 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 14 May 2014.
  6. ગૃહ મંત્રાલય, ભારત સરકારની યાદી[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]