લખાણ પર જાઓ

પુરસોત્તમદાસ ટંડન

વિકિપીડિયામાંથી
રાજર્ષી

પુરસોત્તમદાસ ટંડન
જન્મની વિગત(1882-08-01)1 August 1882
અલાહાબાદ, ઉત્તર-પશ્ચીમ પ્રદેશ, બ્રિટીશ ભારત
(હાલનું: પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારત)
મૃત્યુ1 July 1962(1962-07-01) (ઉંમર 79)
વ્યવસાયરાજકારણી
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પુરસ્કારોભારત રત્ન (૧૯૬૧)

પુરસોત્તમદાસ ટંડન એક દેશનાં અગ્રગણ્ય સ્વાતંત્ર સેનાની અને દેશ સેવક હતાં. તેમની દેશસેવા અને સમાજસેવાને કારણે ૧૯૬૧ માં દેશનો સર્વોચ્ય 'ભારત રત્ન' પુરસ્કાર આપવામા આવ્યો હતો. તેમની દેશ અને સમાજ સેવાથી પ્રભાવીત થઈને ગાંધીજી તેમને 'રાજર્ષી'ના નામે ઓળખાવતા હતાં.

જન્મ અને શિક્ષણ

[ફેરફાર કરો]

તેમનોં જન્મ ઉત્તર પ્રદેશના અલાહાબાદ શહેરમાં એક ખત્રી કુટુંબમાં ૧ ઓગસ્ટ ૧૮૮૨ના રોજ થયો હતો. ૧૯૦૬માં ઇતિહાસના વિષય સાથે અનુસ્નાતકની પદવી લઈને તેઓ સર તેજબહાદુર સપ્રેના હાથ નીચે વકીલાતમાં જોડાયા હતાં. ૧૯૨૧માં પુર્ણ સમય માટે દેશ સેવામાં જોડાવા માટે તેમણે વકીલાતના વ્યવસાયનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તેઓએ ગ્વાલીયરની વિક્ટોરીયા કોલેજમાં અધ્યાપક તરીકે પણ ભાગ ભજ્વ્યો હતો.

સ્વતંત્રતાની ચળવળમાં ફાળો

[ફેરફાર કરો]

તેઓ ૧૮૯૯ની સાલથી વિદ્યાર્થી અવસ્થામાં જ કોંગ્રેસમાં જોડાયા હતાં. ૧૯૧૯નાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ સમયે તેઓ કોંગ્રેસની સત્યશોધ સમિતિનાં સભ્ય હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દાયકા દરમ્યાન તેઓ અસહકાર અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. આ જ સમય દરમીયાન તેઓએ બિહાર કિસાનસભાનાં પ્રમુખ તરીકે કિસાનોનાં પ્રશ્નોને વાચા આપી હતી. ૧૯૨૧ની સાલમાં તેઓ લાલા લજપતરાય દ્વારા સ્થાપીત ભારત લોક સેવક મંડળનાં પ્રમુખ નિમાયા હતાં. ૧૯૩૭ની વચગાળાની સરકારની રચના બાદ પુરસોત્તમદાસ ટંડન ઉત્તરપ્રદેશની પ્રાંતિય વિધાનસભાના અધ્યક્ષની જવાબદારીઓ ૧૯૫૦ સુધી નીભાવી હતી. ૧૯૪૬ની બંધારણ સભાનાં પણ તેઓ સભ્ય હતાં.

સ્વતંત્રતા બાદ

[ફેરફાર કરો]

૧૯૪૮ની કોગ્રેંસની આંતરીક ચૂંટણીમાં તેઓ પટ્ટાભી સિતારામૈયાના હાથે પરાજય પામ્યા હતા પણ ૧૯૫૦માં આચાર્ય ક્રુપલાણીને હરાવીને તેઓ કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતાં. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મતભેદો થતા તેઓએ રાજીનામું આપ્યુ હતું. ૧૯૫૨ અને ૧૯૫૬માં તેઓ અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયા હતાં. અસ્વસ્થ તબીયતને કારણે ત્યારબાદ તેઓએ સક્રીય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી. દેશની રાષ્ટ્રભાષા તરીકે હિંદી રાખવાના તેઓ આગ્રહી હતાં અને તે માટે તેમણે ખુબ પ્રયત્ન કર્યા હતાં.

મૃત્યુ

[ફેરફાર કરો]

પુરસોત્તમદાસ ટંડનનું મૃત્યુ ૧ જુલાઇ ૧૯૮૨ના રોજ થયુ હતું.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડી

[ફેરફાર કરો]