સી. વી. રામન

વિકિપીડિયામાંથી
સી. વી. રામન
જન્મ૭ નવેમ્બર ૧૮૮૮ Edit this on Wikidata
ટ્રિચી (બ્રિટીશ ભારત) Edit this on Wikidata
મૃત્યુ૨૧ નવેમ્બર ૧૯૭૦ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • યુનિવર્સિટી ઓફ મદ્રાસ
  • કોલકાતા વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયભૌતિકશાસ્ત્રી Edit this on Wikidata
જીવન સાથીLokasundari Ammal Edit this on Wikidata
બાળકોVenkatraman Radhakrishnan, Chandrasekhar (Raja) Raman Edit this on Wikidata
માતા-પિતા
  • R. Chandrasekhara Aiyar Edit this on Wikidata
  • Parvathi Ammal Edit this on Wikidata
કુટુંબCS Ayyar, Mangalam, Kumaraswamy (Skandan), Sundaram, Sitalaxmi, Meena, Ramaswamy Edit this on Wikidata
પુરસ્કારો
  • Nobel Prize in Physics (૧,૭૨,૯૪૭, for his work on the scattering of light and for the discovery of the effect named after him, ૧૯૩૦)
  • Knight Bachelor Edit this on Wikidata
સહી

ચંન્દ્રશેખર વેંકટ રામન (તમિલ: சந்திரேசகர ெவங்கடராமன்) (૭ નવેમ્બર ૧૮૮૮ - ૨૧ નવેમ્બર ૧૯૭૦) એક મહાન ભૌતિકવિજ્ઞાની હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા 'રામન અસર' (અંગ્રેજી: Raman Effect) માટે તેમને ૧૯૩૦માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૧]

જીવન[ફેરફાર કરો]

સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થી આલમમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. તેમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ.સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો.

રામન પ્રેસિડન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઇ.સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ.સ. ૧૯૦૪નાં વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ.સ. ૧૯૦૭નાં વર્ષમાં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૭૦%થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે, સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Sir Venkata Raman – Biographical". Nobel Peace Prize – Official website. મેળવેલ 6 November 2013.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]