ગોવિંદ વલ્લભ પંત
Appearance
ગોવિંદ વલ્લભ પંત | |
---|---|
જન્મ | ૧૦ સપ્ટેમ્બર ૧૮૮૭ અલમોડા |
મૃત્યુ | ૭ માર્ચ ૧૯૬૧ નવી દિલ્હી |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | રાજકારણી, વકીલ |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
પદની વિગત | Chief Minister of Uttar Pradesh (૧૯૫૦–૧૯૫૪), ગૃહમંત્રી (૧૯૫૫–૧૯૬૧) |
ગોવિંદ વલ્લભ પંત (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર પંતજીનો જન્મ અલમોડા જિલ્લામાં આવેલા ખોત ખાતે થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ તેઓ ભારતના ગૃહમંત્રી બન્યા હતા. હિંદી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાવવામાં અને જમીનદારી પ્રથાને ખત્મ કરાવવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
૧૯૫૭માં ભારત રત્ન સમ્માન એનાયત કરવાનો આરંભ એમના જ ગૃહમંત્રિત્વ કાળ દરમિયાન જ કરવામાં આવ્યો હતો.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં ગોવિંદ વલ્લભ પંત.
- ગોવિંદ વલ્લભ પંત - ૧૦ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ ૧૨૨મો જન્મ દિવસ સમારોહ[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |