લખાણ પર જાઓ

જે. આર. ડી. તાતા

વિકિપીડિયામાંથી
જે.આર.ડી. તાતા
૧૯૫૫માં જે.આર.ડી.તાતા
જન્મની વિગત(1904-07-29)29 July 1904
મૃત્યુ29 November 1993(1993-11-29) (ઉંમર 89)
નાગરિકતાફ્રેન્ચ
(૧૯૦૪–૧૯૨૮)
ભારતીય
(૧૯૨૯–૧૯૯૩)
વ્યવસાયઉદ્યોગપતી
જીવનસાથીથેલ્મા વેકાજી તાતા
માતા-પિતારતનજી દાદાભાઈ તાતા
સુઝેન "સોની" બ્રિએર
સંબંધીઓતાતા કુંટુંબ
પુરસ્કારોભારત રત્ન

જહાંગીર રતનજી દાદાભાઈ તાતા ભારતના અગ્રણી ઉદ્યોગપતી, દેશના સૌ પ્રથમ વિમાનચાલક અને તાતા ગ્રુપની કંપનીઓના ચેરમેન હતા. તેઓની સેવાઓ બદલ ભારત સરકાર દ્વારા ભારત રત્નનો ખીતાબ આપવામાં આવ્યો હતો.

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

જે,આર.ડી તાતાનો જન્મ ૨૯ જુલાઈ ૧૯૦૪ના રોજ પેરિસમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ રતનજી દાદાભાઈ તાતા અને તેમનાં ફ્રેન્ચ પત્ની સુઝેન બ્રિએરના બીજા પુત્ર હતાં. તેઓનું શરુઆતનું શિક્ષણ પેરિસમાં અને ત્યારબાદ મુબંઈની કેથ્રેડલ એન્ડ જોહન કેનોન સ્કુલમાં થયું હતું. ૧૯૨૩માં તેઓ ઉચ્ચશિક્ષા માટે ઇંગ્લેડ ગયા હતા અને પરત આવીને પોતાના પિતા સાથે તાતા ગ્રુપની કંપનીમાં જોડાયા હતાં. ૧૯૨૯માં તેઓએ પોતાની ફ્રેન્ચ નાગરીકતા છોડીને ભારતીય નાગરિક્તા અપનાવી હતી.

કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૨૯ની સાલમાં તેઓએ દેશમાં સૌપ્રથમ વિમાનચાલકનું લાઇસન્સ મેળવ્યુ હતું. ૧૯૩૨માં તેઓએ તાતા એરલાઈન્સની સ્થાપના કરી હતી જે પાછળથી એર ઇન્ડીયામાં પરિવર્તીત થઈ હતી. ૫મી ઓક્ટોબર ૧૯૩૨ના રોજ તેઓએ દેશની સૌપ્રથમ વિમાનસેવાનું ઉડ્ડયન કરાંચીથી મદ્રાસ સુધી કર્યુ હતું. ૧૯૩૨ થી ૧૯૫૩ સુધી તેઓ તાતા એરલાઇનનાં ચેરમેન પદે રહ્યા હતાં. ૧૯૩૮ની સાલમાં માત્ર ૩૪ વર્ષની ઉંમરે તેઓ તાતાગ્રુપ કંપનીના ચેરમેન નિમાયા હતાં. તેમનાં સમયગાળા દરમ્યાન તેઓએ તાતા ગ્રુપનો પોલાદ, ઇજનેરી, પાવર, રસાયણ અને હોટેલ ઉદ્યોગનાં વિકાસમાં ફાળો આપ્યો હતો. ૧૯૪૫માં તેઓએ દેશની વધતી જતી મોટરગાડીની માંગ પુરી કરવા તાતા મોટર કંપનીની સ્થાપના કરી હતી. જે. આર.ડી.તાતાની જ આગેવાની હેઠળ ૧૯૬૮માં તાતા કન્સલ્ટીંગ કંપનીની સ્થાપના કરી હતી.

પુરસ્કારો અને સન્માન[ફેરફાર કરો]

વિમાન ઉદ્યોગની સેવાઓનાં પ્રદાનરુપે તેમને ભારતીય વાયુસેનામાં કેપ્ટનનો માનદ દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારબાદ ૧૯૬૬માં એર કોમોડર અને ૧૯૭૪માં એર વાઇસ માર્શલનો માનદ હોદ્દો અપાયો હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ૧૯૭૯માં 'ટોની જાનુસ એવોર્ડ' અને ૧૯૮૬માં ઇન્ટરનેશનલ સિવિલ એવીએશન કેનેડા દ્વારા અને ૧૯૮૮માં ડેનીયલ ગુગનહેઇમ મેડલ એનાયત થયો હતો. તેમની સેવાઓની કદર રુપે ફ્રાન્સની સરકારે ૧૯૮૩માં 'લીજન ઓફ ઓનર' અને ભારત સરકાર દ્વારા ૧૯૫૫માં 'પદ્મ વિભૂષણ' અને ૧૯૯૨માં દેશનો સર્વોચ્ય 'ભારત રત્ન' એનાયત કરાયો હતો.

મૃત્યુ[ફેરફાર કરો]

જે.આર.ડી. તાતાનું અવસાન જીનીવા ખાતે ૨૯મી નવેમ્બર ૧૯૯૩ના રોજ થયું હતું.