ડૉ. ઝાકીર હુસૈન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ડૉ. ઝાકીર હુસૈન
જન્મની વિગત 8 February 1897 Edit this on Wikidata
હૈદરાબાદ Edit this on Wikidata
મૃત્યુની વિગત 3 May 1969 Edit this on Wikidata
નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસનું સ્થળ Aligarh Muslim University, Humboldt University of Berlin Edit this on Wikidata
વ્યવસાય રાજકારણી&Nbsp;edit this on wikidata
પુરસ્કાર ભારત રત્ન, પદ્મવિભૂષણ Edit this on Wikidata

છાત્રાલયમાં વિદ્યાર્થીઓને જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ થાળીમાં શાક જોઈને મોં મચકોડ્યું. એ દિવસે રીંગણાનો ઓળો બનાવ્યો હતો. જે વિદ્યાર્થીઓને ભાવતો ન હતો. આથી તેઓ તેનો વિરોધ કરવા લાગ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ બળેલી રોટલીની કોર તોડીને થાળીમાં નાખી થાળીને સરકાવી દીધી. ભોજનગૃહમાં જ્યારે આવું તોફાન મચી રહ્યું હતું ત્યારે બહાર એક માણસ ભોજનગૃહમાં આવેલા વિદ્યાર્થીઓનાં પગરખાં વ્યવસ્થિત ગોઠવી રહ્યો હતો.

વિદ્યાર્થીઓનો અવાજ વધવાથી તે અંદર આવ્યો. એ પણ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓની સાથે જમતો હતો. તેણે વિદ્યાર્થીઓ દ્વારા સરકાવેલી બળેલી રોટલીના ટુકડા, પાણી અને ઓળાની થાળી લીધી અને આનંદપૂર્વક ખાધું. આ જોઈને વિદ્યાર્થીઓથી પણ રહેવાયું નહીં. વિદ્યાર્થીઓએ બીજી થાળી બનાવવાનું કહ્યું ત્યારે તે માણસ તેમને અટકાવતાં બોલ્યો કે, તમને લોકોને એ ખબર નથી કે તમારી આસપાસની વસતીમાં એવા લોકો પણ વસે છે જેમને તમારું ફેંકેલું ખાવાનું મળી જાય તો તેઓ ભૂખ્યાં ન સૂવે.

પરંતુ તમે લોકોએ તો આ ખાવાનું કોઈને આપી શકવાને લાયક પણ રાખ્યું નથી. આથી મેં વિચાર્યું કે તેને હું જ જમી લઉં. જેથી મારા ભાગનું બચેલું ખાવાનું તો કોઈ ભૂખ્યાને આપી શકાય. અનાજના આદરનો સંદેશો આપનાર આ સામાન્ય માણસ આગળ જઈને ભારતના રાષ્ટ્રપતિ બન્યા. તેમનું નામ હતું ડૉ.. ઝાકીર હુસૈન. અનાજનો આદર કરવો જોઈએ. ધર્મગ્રંથોમાં પણ અનાજને ભગવાનનું સ્થાન આપ્યું છે.

તેમનું પ્રસિદ્ધ અવતરણ હતું કે અન્ન એ પરમાત્માનું રૂપ છે, એનો બગાડ ન કરો