લખાણ પર જાઓ

રામનાથ કોવિંદ

વિકિપીડિયામાંથી
રામનાથ કોવિંદ
૧૪મા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
૨૫ જુલાઈ ૨૦૧૭ – ૨૫ જુલાઈ ૨૦૨૨
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
ઉપ રાષ્ટ્રપતિમહંમદ હમીદ અંસારી
વૈંકયા નાયડુ
પુરોગામીપ્રણવ મુખર્જી
અનુગામીદ્રૌપદી મુર્મૂ
૨૬મા બિહારના રાજ્યપાલ
પદ પર
૧૬ ઓગસ્ટ ૨૦૧૫ – ૨૧ જૂન ૨૦૧૭
મુખ્યમંત્રીનિતીશ કુમાર
પુરોગામીકેસરીનાથ ત્રિપાઠી
અનુગામીકેસરીનાથ ત્રિપાઠી
રાજ્યસભાના સાંસદ
પદ પર
૩ એપ્રિલ ૧૯૯૪ – ૨ એપ્રિલ ૨૦૦૬
પુરોગામીસુબ્રમણ્યમ સ્વામી
અનુગામીવિનય કટિયાર
બેઠકઉત્તર પ્રદેશ
અંગત વિગતો
જન્મ (1945-10-01) 1 October 1945 (ઉંમર 78)
પરૌન્ખ, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથી
સવિતા કોવિંદ (લ. 1974)
સંતાનો
શિક્ષણબી.કોમ., એલએલ.બી.
માતૃ શિક્ષણસંસ્થાછત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલય (કાનપુર વિશ્વવિદ્યાલય)
વ્યવસાય
  • રાજકારણી
  • વકીલ
સહી

રામનાથ કોવિંદ[][] (જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫) ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ હતા. તેઓ ૨૦૧૭ની ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચૂંટાયેલા હતા.[][][][] કોવિંદ ભારતીય રાજકારણી અને દલિત નેતા છે.[][][][૧૦][૧૧][૧૨] અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સભ્ય છે.[૧૩][૧૪] તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી બિહારના રાજ્યપાલ હતા.[૧૫]

જન્મ અને શિક્ષણ

[ફેરફાર કરો]

કોવિંદનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુર દેહાત જિલ્લાના ગામ પરૌંખમાં કોળી પરિવારમાં થયો હતો.[૧૬][૧૭] તેમના પિતા મૈકૂ લાલ જે કોળી જાતિના હતા તથા ગામમાં વૈદ્ય તરીકે સેવા કરતા હોવાથી ગામના લોકો તેમને મૈકૂ લાલ વૈદ્ય કે મૈકૂ બાબાના નામથી ઓળખતા હતા.[૧૮] તેમણે કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યમાં સ્નાતક (બી.કોમ.)ની પદવી અને પછી કાયદાવિદ્‌ (એલ.એલ.બી.)ની પદવી મેળવેલી છે.[૧૯][૨૦][૨૧]

કારકિર્દી

[ફેરફાર કરો]
રામનાથ કોવિંદ, બિહારમાં નરેન્દ્ર મોદી સાથે રેલવે પુલના ઉદ્‌ઘાટન સમયે.

કાનપુર વિદ્યાલયમાંથી કાયદાના સ્નાતકનું શિક્ષણ લીધા પછી કોવિંદ સિવિલ સેવાઓની પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયા. તેમણે ત્રીજા પ્રયાસે આ પરીક્ષા પાસ કરી, પણ તેઓની પસંદગી આઈ.એ.એસ. સેવાને બદલે અન્ય સેવાઓમાં થઈ આથી તેઓ સિવિલ સેવામાં જોડાયા નહિ. તેને બદલે તેઓએ વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી.[૨૨] તેઓ ૧૯૭૭થી ૧૯૭૯ સુધી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં (દિલ્હી હાઈકોર્ટ) કેન્દ્ર સરકારના વકીલ હતા અને ૧૯૮૦થી ૧૯૯૩ સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયમાં (સુપ્રીમ કોર્ટ) સેવાઓ આપી. ૧૯૭૮માં તેઓ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના નોંધાયેલા વકીલ (advocate-on-record) બન્યા. તેઓએ ૧૯૯૩ સુધી, લગભગ ૧૬ વર્ષ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે કામ કર્યું. તેઓ ૧૯૭૧માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયા હતા. વકીલ તરીકે તેઓએ નવી દિલ્હીના 'મહિલાઓ અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સેવા મંડળ' દ્વારા સમાજનાં પછાત વર્ગને નિઃશુલ્ક કાનૂની સેવાઓ પૂરી પાડી હતી.[૨૦] તેઓ ૧૯૭૭-૭૮ દરમિયાન ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત મદદનીશ પણ રહ્યા હતા.[૨૩]

ભાજપાના સભ્ય

[ફેરફાર કરો]

તેઓ ૧૯૯૧માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.[૨૩] તેઓ ૧૯૯૮થી ૨૦૦૨ વચ્ચે બીજેપી દલિત મોર્ચાના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે સેવા આપી. તેઓએ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી.[૨૪] તેમણે દેરાપુર ખાતે આવેલું પોતાનું વારસાગત બાપીકું મકાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ને દાનમાં આપી દીધું હતું.[૨૩] તેમણે ઉત્તર પ્રદેશની ઘાતમપુર લોકસભા બેઠક અને ભોગનીપુર વિધાન સભા બેઠકો પરથી ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પણ બંન્ને ચૂંટણીઓ હારી ગયા હતા.

રાજ્ય સભા

[ફેરફાર કરો]

તેઓ એપ્રિલ ૧૯૯૪માં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી રાજ્ય સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ સતત બે મુદત સુધી રાજ્ય સભાના સભ્ય તરીકે સેવાઓ આપી. સાંસદ તરીકે તેઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, કાનૂન અને ન્યાય, આંતરિક બાબતો જેવી સંસદીય સમિતિઓમાં સેવા આપી હતી. તેઓએ રાજ્ય સભા ગૃહ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. સાંસદ તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે, M.P. L.A.D. યોજના હેઠળ, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના પ્રચાર હેતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શાળાઓનાં મકાનો બાંધવામાં મદદ આપવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સાંસદ તરીકે તેમણે અભ્યાસ પ્રવાસ અંતર્ગત થાઇલેન્ડ, નેપાળ, પાકિસ્તાન, સિંગાપુર, જર્મની, સ્વિત્ઝરલૅન્ડ, ફ્રાન્સ, યુ.કે. અને યુ.એસ.એ.ની મુલાકાત લીધી હતી.[૨૦]

અન્ય નિમણૂકો

[ફેરફાર કરો]

તેઓએ લખનૌ સ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયનાં સંચાલક મંડળમાં સેવા આપી હતી, અને આઈ.આઈ.એમ. કોલકાતાના સંચાલન મંડળમાં પણ હતા. તેઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું અને ઓક્ટોબર ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધન પણ કરેલું.[૨૫]

રાજ્યપાલ

[ફેરફાર કરો]

૮ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ કોવિંદને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા.[૨૬] તા.૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ, પટણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઈકબાલ એહમદ દ્વારા કોવિંદને બિહારના ૩૬મા રાજ્યપાલ તરીકે, રાજભવન, પટણા ખાતે શપથવિધિ સમારોહ યોજી શપથ લેવડાવાયા હતા.[૨૭]

રાજ્યપાલ તરીકે, તેમણે અયોગ્ય શિક્ષકોની બઢતીમાં વિસંવાદીતા, ભંડોળનો ગેર વહીવટ અને વિશ્વવિદ્યાલયમાં અયોગ્ય ઉમેદવારોની ભરતી જેવી બાબતોની તપાસ કરવા માટે ન્યાયિક કમિશનની રચના કરેલી એ પગલાંની પ્રશંસા થયેલી.[૨૩]

ભારતના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નામાંકન થતાં, તેમણે બિહારના રાજ્યપાલ પદેથી રાજીનામું આપેલું હતું, અને ભારતના રાષ્ટ્રપતિએ ૨૦ જૂન, ૨૦૧૭ના રોજ રાજીનામું સ્વીકાર્ય કર્યું હતું.[૨૮]

અંગત જીવન

[ફેરફાર કરો]

કોવિંદે ૩૦ મે, ૧૯૭૪ના રોજ સવિતા કોવિંદ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર, પ્રશાંત કુમાર અને એક પુત્રી, સ્વાતિ છે.[૨૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Rashid, Omar. "Support Ram Nath Kovind, Yogi appeals to opposition". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૭-૦૬-૧૯.
  2. "Who is Ram Nath Kovind?". The Hindu.
  3. "Ram Nath Kovind To Be India's 14th President With 65% Votes: 10 Points". NDTV (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૭.
  4. "Presidential candidate".
  5. Desk, The Hindu Net. "Bihar Governor Ram Nath Kovind is NDA nominee for post of President". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૭-૦૬-૧૯.
  6. "Presidential Election 2017 LIVE: Bihar governor Ram Nath Kovind is the NDA candidate, says Amit Shah". Firstpost (અંગ્રેજીમાં). ૨૦૧૭-૦૬-૧૯. મેળવેલ ૨૦૧૭-૦૬-૧૯.
  7. "Presidential election: BJP picks Dalit leader Ram Nath Kovind as nominee; Congress rules out consensus". The Indian Express (અંગ્રેજીમાં). ૨૦૧૭-૦૬-૧૯. મેળવેલ ૨૦૧૭-૦૬-૨૩.
  8. "Dalit leader Ram Nath Kovind is NDA presidential candidate". theweek.in. મૂળ માંથી 2017-06-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૬-૧૯.
  9. "BJP picks Bihar governor and Dalit leader Ram Nath Kovind as presidential candidate, Modi dials Sonia". hindustantimes.com (અંગ્રેજીમાં). ૨૦૧૭-૦૬-૧૯. મેળવેલ ૨૦૧૭-૦૬-૧૯.
  10. "Bihar Governor, Dalit leader Ram Nath Kovind NDA's prez candidate: Shah". deccanchronicle.com (અંગ્રેજીમાં). ૨૦૧૭-૦૬-૧૯. મેળવેલ ૨૦૧૭-૦૬-૧૯.
  11. "Why NDA chose Bihar Governor Kovind, a Dalit leader, as President nominee". www.business-standard.com. Business Standard.
  12. "Dalit leader Ram Nath Kovind's run from court to Raisina Hills". www.thestatesman.com (અંગ્રેજીમાં). મેળવેલ 2017-06-23.
  13. "BJP appoints Dalit governor eyeing backward votes as Owaisi hints at jumping into Bihar fray to woo Muslims".
  14. "Raj Bhavan for man who shunned TV". મૂળ માંથી 2017-08-25 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-27.
  15. Ram Nath Kovind resigns as Bihar Governor (૨૦ જૂન, ૨૦૧૭). "Ram Nath Kovind resigns as Bihar Governor". The Hindu. મેળવેલ ૨૦ જૂન, ૨૦૧૭. Check date values in: |access-date= and |date= (મદદ)
  16. શર્મા, અશોક કુમાર. આપણાં રાષ્ટ્રપતિ - રામનાથ કોવિંદ. ડાયમંડ બુક્સ. CS1 maint: discouraged parameter (link)
  17. "રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યું, ભાજપને કોળી મતો ફળશે?". વર્તમાનપત્ર. સંદેશ. ૨૦ જૂન ૨૦૧૭. મેળવેલ ૨૯ નવેમ્બર ૨૦૧૮.
  18. શર્મા, અશોક કુમાર. આપણાં રાષ્ટ્રપતિ - રામનાથ કોવિંદ. ડાયમંડ બુક્સ. CS1 maint: discouraged parameter (link)
  19. PTI (૨૦૧૭-૦૬-૧૯). "Ram Nath Kovind: A crusader for the rights of weaker sections". The Economic Times. મેળવેલ ૨૦૧૭-૦૬-૧૯.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ "Bihar governor Ram Nath Kovind: 10 facts about NDA's Presidential nominee - Times of India". The Times of India. મેળવેલ ૧૯ જૂન ૨૦૧૭.
  21. ૨૧.૦ ૨૧.૧ "Governor of Bihar". governor.bih.nic.in. મૂળ સંગ્રહિત માંથી 3 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 20 June 2017.
  22. PTI (૧૯ જૂન ૨૦૧૭). "Ram Nath Kovind who once rejected to join civil service for not getting IAS is now NDA's Presidential candidate" – The Economic Times વડે.
  23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ ૨૩.૩ "Ram Nath Kovind, a lawyer who cracked civils but lost 2 elections - Times of India". The Times of India. મેળવેલ ૨૦૧૭-૦૬-૨૦.
  24. "Enact tougher laws to prevent crimes against dalits". The Hindu. મૂળ માંથી 2011-10-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-27.
  25. "Ramnath Kovind Profile". Outlook (અંગ્રેજીમાં). ૨૦૧૭-૦૬-૧૯. મેળવેલ ૨૦૧૭-૦૬-૨૦.
  26. PTI (૮ ઓગસ્ટ, ૨૦૧૫). "Ram Nath Kovind, Acharya Dev Vrat appointed as Bihar and Himachal Pradesh governors" – The Economic Times વડે. Check date values in: |date= (મદદ)
  27. "36th Governor of Bihar". indiatoday (અંગ્રેજીમાં). ૨૦૧૫-૦૮-૧૬. મેળવેલ ૨૦૧૫-૦૮-૧૬.
  28. "Resignation as Governor of Bihar". firstpost (અંગ્રેજીમાં). ૨૦૧૫-૦૮-૨૦. મેળવેલ ૨૦૧૫-૦૮-૨૦.