લખાણ પર જાઓ

ઝૈલસિંઘ

વિકિપીડિયામાંથી
ઝૈલસિંઘ
ઝૈલસિંઘ, ૧૯૯૫ની ભારતીય ટપાલટિકિટ પર.
સાતમા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
જુલાઇ ૨૫, ૧૯૮૨ – જુલાઇ ૨૫, ૧૯૮૭
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
ઉપ રાષ્ટ્રપતિમહંમદ હિદાયતુલ્લાહ
રામસ્વામી વેંકટરામન
પુરોગામીનીલમ સંજીવ રેડ્ડી
અનુગામીરામસ્વામી વેંકટરામન
ગૃહ મંત્રાલય
પદ પર
જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ – જૂન ૨૨, ૧૯૮૨
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
પુરોગામીયશવંતરાવ ચૌહાણ
અનુગામીરામસ્વામી વેંકટરામન
સેક્રેટરી જનરલ, નોન-અલાઇડ ચળવળ
પદ પર
માર્ચ ૧૨, ૧૯૮૩ – સપ્ટેમ્બર ૬, ૧૯૮૬
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
અંગત વિગતો
જન્મ(1916-05-05)May 5, 1916
સંધવાન, પંજાબ પ્રાંત, બ્રિટિશ ભારત
મૃત્યુDecember 25, 1994(1994-12-25) (ઉંમર 78)
ચંદીગઢ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીપ્રધાન કૌર (૧૯૧૯–૨૦૦૨)[૧]
સંતાનો૧ પુત્ર, ૩ પુત્રી[૧]
માતૃ શિક્ષણસંસ્થાશહીદ શીખ મિશનરી કોલેજ

ઝૈલસિંઘ (૫ મે ૧૯૧૬ – ૨૫ ડિસેમ્બર ૧૯૯૪)[૨] ૧૯૮૨ થી ૧૯૮૭ દરમિયાન ભારતના સાતમા રાષ્ટ્રપતિ હતા. આ પૂર્વે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર રહ્યા તેમજ ગૃહમંત્રી સહિતના વિવિધ મંત્રી પદ ધરાવતા હતા. આ ઉપરાંત, ૧૯૮૩ થી ૧૯૮૬ દરમિયાન ગુટ નિરપેક્ષ આંદોલનના મહાસચિવ તરીકે પણ કાર્ય કર્યું.

તેમના રાષ્ટ્રપતિપદ દરમિયાન ઓપરેશન બ્લુ સ્ટાર, ઈન્દિરા ગાંધીની હત્યા તથા ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો જેવા મુદ્દાઓ જાણીતા છે.[૩] ૧૯૯૪માં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૫ મે ૧૯૧૬ ના રોજ ફરીદકોટ જિલ્લાના સંધવાન ગામે કિશનસિંહને ત્યાં થયો હતો. જન્મસમયે તેમનું માન જરનૈલ રાખવામાં આવ્યું હતું જેનો સામાન્ય અર્થ જનરલ થતો હતો પરંતુ ફરીદકોટ રજવાડાના મહારાજના શાસનનો વિરોધ કરવાના કારણોસર વારંવાર જેલની સજા ભોગવ્યા બાદ તેમણે તેમનું નામ બદલી નાખ્યું હતું.[૨] અમૃતસરની શહિદ શીખ મિશનરી કોલેજમાં ગુરુ ગ્રંથ સાહેબ વિષેના શિક્ષણ અભ્યાસના કારણે તેમને જ્ઞાનીની પદવી મળી હતી.[૪]

રાજકીય કારકિર્દી (૧૯૪૭ – ૧૯૭૨)[ફેરફાર કરો]

૧૯૪૭માં સ્વતંત્ર ભારતની નિર્માણ પ્રક્રિયામાં દેશી રજવાડાઓના વિલય અંતર્ગત તેમણે ફરીદકોટ રાજ્યના મહારાજા હરિંદરસિંઘ બરારના શાસનનો વિરોધ કર્યો. જેના પરિણામે તેમને પાંચ વર્ષ સુધી વારંવાર જેલવાસ તેમજ યાતનાનો સામનો કરવો પડ્યો.[૫] ૧૯૪૯માં મુખ્યમંત્રી જીયાનસિંઘ રારેવાલાના નેતૃત્ત્વમાં નવગઠિત પટિયાલા અને ઇસ્ટ પંજાબ સ્ટેટ યુનિયનના મહેસૂલ મંત્રી બન્યા, બાદમાં ૧૯૫૧માં કૃષિમંત્રી બન્યા. ૩ એપ્રિલ ૧૯૫૬ થી ૧૦ માર્ચ ૧૯૬૨ સુધી રાજ્ય સભાના સભ્ય રહ્યા.[૬]

પંજાબના મુખ્યમંત્રી (૧૯૭૨ – ૧૯૭૭)[ફેરફાર કરો]

ઝૈલસિંઘ ૧૯૭૨માં પંજાબના મુખ્યમંત્રી બન્યા.[૭] તેમના શાસનકાળ દરમિયાન પારંપરીક શીખ પ્રાર્થના સાથે ધાર્મિક સમારોહોનું આયોજન કરવામાં આવ્યું. ગુરુ ગોવિંદસિંહના નામ પર એક રાજમાર્ગનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું તથા ગુરુપુત્ર ફતેહગઢ સાહિબના નામે એક ટાઉનશીપ બનાવવામાં આવી.[૮] તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આજીવન પેન્શન યોજના લાગુ કરી. તેમણે સ્વાતંત્ર્ય સેનાની ઉધમસિંહના અવશેષોને લંડનથી ભારત પાછા લાવવાનું કાર્ય પણ કર્યું.

કેન્દ્રીય સરકાર[ફેરફાર કરો]

૧૯૮૦ની લોકસભાની સામાન્ય ચુંટણીમાં તેઓ વિજેતા બન્યા અને ઈન્દિરા ગાંધીના વડપણ હેઠળની સરકારમાં ગૃહમંત્રી બન્યા.[૩]

ભારતના રાષ્ટ્રપતિ[ફેરફાર કરો]

૧૯૮૨માં તેઓ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા. આમ છતાં કેટલાક સમાચાર માધ્યમોમાં એ બાબતની પણ ચર્ચા રહી કે તેમની પસંદગી ઈન્દિરા ગાંધીના વફાદાર હોવાના કારણે થઈ હતી. ચૂંટણી બાદ એક નિવેદનમાં ઝૈલસિંહે જણાવ્યું હતું કે, "જો મારા નેતા મને કહે તો હું ઝાડુ લઈ સફાઇકામ કરી દઉં. તેમણે મને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યો છે."[૯] તેમણે ૨૫ જુલાઈ ૧૯૮૨ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ પદ પર પહોંચનારા તેઓ પ્રથમ શીખ હતા.

તેમના રાષ્ટ્રપતિપદ દરમિયાન ઓપરેશન બ્લુ સ્ટાર, ઈન્દિરા ગાંધીની હત્યા તથા ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મહત્ત્વના મુદ્દાઓ રહ્યા. ઓપરેશન બ્લુ સ્ટાર બાદ શીખ સમુદાય દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપવા દબાણ કરવામાં આવ્યું. હરભજનસિંહ યોગીની સલાહ પર તેમણે રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો. શીખ સમુદાય દ્વારા તેમને અકાલ તખ્ત સન્મુખ હાજર થઈ હરિમંદિર સાહિબ અપવિત્ર કરવા બદલ તથા નિર્દોષ શિખોની હત્યા બદલ માફી માંગવા અને પોતાની નિષ્ક્રિયતા બાબતે ખુલાસો કરવાની માંગ કરવામાં આવી. આ જ વર્ષે ઓક્ટોબર માસમાં ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી જેના પગલે તેમના મોટા પુત્ર રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.[૧૦] તેમણે ૧૯૮૬માં પોસ્ટ ઓફિસ સંશોધન વિધેયકને મંજૂરી આપવાનો ઇન્કાર કરી વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.[૧૧]

પુરસ્કાર[ફેરફાર કરો]

ઓર્ડર ઓફ સેન્ટ થોમસ ઍવોર્ડ[૧૨] (ભારતીય રૂઢિવાદી ચર્ચ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સર્વોચ્ચ પુરસ્કાર) ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૨ (નહેરૂ સ્ટેડિયમ, કોટ્ટાયમ)

અવસાન[ફેરફાર કરો]

૨૯ નવેમ્બર ૧૯૯૪ ના દિવસે કિરતપુર સાહિબ પાસે એક માર્ગ અકસ્માતમાં તેમની કારેને એક ટ્રકની ટક્કર વાગતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.[૧૩][૧૪]ચંદીગઢ ખાતે સારવાર દરમિયાન ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.[૧૫][૧૬] સરકાર દ્વારા તેમના સન્માનમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી હતી.[૧૬] રાજઘાટ મેમોરીયલ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.[૧૭] ૧૯૯૫માં તેમની પ્રથમ પુણ્યતિથિએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૧૮][૧૯]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Hazarika, Sanjoy (26 December 1994). "Zail Singh, 78, First Sikh To Hold India's Presidency". New York Times. મેળવેલ 23 August 2015.
 2. ૨.૦ ૨.૧ Obituary: Zail Singh સંગ્રહિત ૨૦૨૦-૦૯-૦૫ ના રોજ વેબેક મશિન". The Independent. 29 December 1994. Retrieved 2018-22-06.
 3. ૩.૦ ૩.૧ "Zail Singh, 78, First Sikh To Hold India's Presidency". The New York Times. 26 December 1994. Retrieved 2011-26-10.
 4. "Zail Singh". Encyclopædia Britannica Online.
 5. A.C. Aurora, "Punjab Riyasti Praja Mandal", The Encyclopedia of Sikhism, ed. Harbans Singh, Vol. III, Patiala, India, Punjabi University, 1997, p. 278.
 6. Rajya Sabha member
 7. Sangat Singh, The Sikhs in History, New Delhi, Uncommon Books, 1999, pp. 350–54; Khushwant Singh, A History of the Sikhs, Volume II: 1839–2004, New Delhi, Oxford University Press, pp. 315–17.
 8. Khushwant Singh, A History of the Sikhs, Volume II: 1839–2004, New Delhi, Oxford University Press, 2004, p. 355.
 9. "10 stories that changed in our lifetime". India Today. December 2008.
 10. Harjot Singh, "Zail Singh, Giani", The Encyclopedia of Sikhism, ed. Harbans Singh, Vol. IV, Patiala, India, Punjabi University, 1997, pp. 456–57.
 11. "Show Of Dissent". India Today. મૂળ માંથી 26 March 2013 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2012.
 12. "Order Of St. Thomas". www.notknowingyourhistoryisnotknowingyourself.wordpress.com.
 13. "Zail Singh's death: RI for truck driver". The Hindu. 7 December 2000. મૂળ માંથી 3 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2016.
 14. "Giani Zail Singh's widow dead". The Tribune. 12 May 2002. મેળવેલ 16 September 2016.
 15. "Zail Singh dies after crash". The Washington Post. 26 December 1994. મેળવેલ 16 September 2016.
 16. ૧૬.૦ ૧૬.૧ "Zail Singh dies after car crash". Independent. 26 December 1994. મેળવેલ 16 September 2016.
 17. "Giani Zail Singh: 13 facts you should know about the only Sikh President of India". India Today. 5 May 2015. મૂળ માંથી 1 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2016.
 18. "Presidents of India on Indian Stamps". મેળવેલ 19 September 2016.
 19. "1st Death Anniversary of Giani Zail Singh". Indian Philately. મેળવેલ 19 September 2016.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]