દ્રૌપદી મુર્મૂ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દ્રૌપદી મુર્મૂ
Droupadi Murmu official portrait.jpg
૧૫મા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
Assumed office
૨૫ જુલાઈ ૨૦૨૨
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
ઉપ રાષ્ટ્રપતિવૈંકયા નાયડુ
પુરોગામીરામનાથ કોવિંદ
ઝારખંડના ૯મા રાજ્યપાલ
પદ પર
૧૮ મે ૨૦૧૫ – ૧૨ જુલાઈ ૨૦૨૧
મુખ્યમંત્રી (ઝારખંડ)રઘુબર દાસ
હેમન્ત સોરેન
પુરોગામીસૈયદ અહેમદ
અનુગામીરમેશ બૈસ
ઓડિશા, રાજ્ય મંત્રી
સ્વતંત્ર હવાલો
પદ પર
૬ ઓગસ્ટ ૨૦૦૨ – ૧૬ મે ૨૦૦૪
મુખ્યમંત્રી (ઑડિશા)નવીન પટનાયક
મંત્રાલયમત્સ્યપાલન અને પશુ સંસાધન વિકાસ
પદ પર
૬ માર્ચ ૨૦૦૦ – ૬ ઓગસ્ટ ૨૦૦૨
મુખ્યમંત્રી (ઑડિશા)નવીન પટનાયક
મંત્રાલયવાણિજ્ય અને પરિવહન
ધારાસભ્ય (ઑડિશા વિધાનસભા)
પદ પર
૫ માર્ચ ૨૦૦૦ – ૨૧ મે ૨૦૦૯
પુરોગામીલક્ષ્મણ માઝી
અનુગામીશ્યામચરણ હંસદાહ
બેઠકરાયરંગપુર (વિધાનસભા મતવિસ્તાર)
અંગત વિગતો
જન્મ
પુટી બિરાન્ચી ટુડુ

(1958-06-20) 20 June 1958 (ઉંમર 64)
ઉપરબેડા, મયુરભંજ, ઑડિશા, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીશ્યામચરણ મુર્મૂ (સ્વર્ગસ્થ)[૧]
સંતાનો૨ પુત્રો (સ્વર્ગસ્થ), ૧ પુત્રી
નિવાસસ્થાનરાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી
માતૃ શિક્ષણસંસ્થારમાદેવી મહિલા વિશ્વવિદ્યાલય
વ્યવસાયરાજકારણી
ક્ષેત્રરાજનેત્રી, શિક્ષિકા

દ્રૌપદી મુર્મૂ (જન્મ ૨૦ જૂન ૧૯૫૮) એ એક ભારતીય રાજકારણી છે, જે ૨૫ જુલાઈ ૨૦૨૨થી ભારતના ૧૫મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.[૨] તેઓ અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.[૩] તેમણે અગાઉ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે. તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે.

રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે ૧૯૭૯ થી ૧૯૮૩ સુધી રાજ્યના સિંચાઇ અને ઊર્જા વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું, અને ત્યારબાદ ૧૯૯૭ સુધી રાયરંગપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

દ્રૌપદી મુર્મૂનો જન્મ ૨૦ જૂન ૧૯૫૮ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો.[૪][૫] બિરાંચી નારાયણ અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના સરપંચ હતા.[૬]

અંગત જીવન[ફેરફાર કરો]

દ્રૌપદી મુર્મૂએ શ્યામ ચરણ મુર્મૂ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે પુત્રો (બંને મૃત્યુ પામ્યા છે) અને એક પુત્રી છે.[૭]

કારકિર્દી[ફેરફાર કરો]

દ્રૌપદી મુર્મૂએ રાજ્યના રાજકારણમાં પ્રવેશતા પહેલા શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

રાજ્યની રાજનીતિ[ફેરફાર કરો]

દ્રૌપદી મુર્મૂ ૧૯૯૭માં રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

ઑડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન તેઓ ૬ માર્ચ ૨૦૦૦થી ૬ ઓગસ્ટ ૨૦૦૨ સુધી વાણિજ્ય અને વાહનવ્યવહાર અને ૬ ઓગસ્ટ ૨૦૦૨થી ૧૬ મે ૨૦૦૪ સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ માટે સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી હતા.[૮] [૯] તેઓ ઑડિશાના ભૂતપૂર્વ પ્રધાન અને વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૪માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા.[૨] તેમને ૨૦૦૭માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો[૨].

રાજ્યપાલ[ફેરફાર કરો]

તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.[૯] તેઓ ઓડિશાના પ્રથમ મહિલા આદિવાસી નેતા હતા, જેમને ભારતીય રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક મળી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Who is Draupadi Murmu?". 13 June 2017.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "દ્રૌપદી મુર્મૂ અનેક સંઘર્ષો પાર કરી પહોંચ્યા મહામહિમના પદ પર, જાણો તેમના વિશે". etvbharat.com. મેળવેલ 2022-07-27.
  3. "દેશના પ્રથમ નાગરિક બન્યા દ્રૌપદી મુર્મૂ, ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ". vtvgujarati.com. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૨૨.
  4. "Smt. Droupadi Murmu". Odisha Helpline. મૂળ માંથી 8 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 27 July 2015.
  5. "Draupadi Murmu may soon be the President of India: Know all about her". indiatoday.
  6. "Governor reaches out". Hindustan. Ranchi. 4 April 2018.
  7. http://indianexpress.com/article/india/who-is-draupdi-murmu-next-president-narendra-modi-pranab-mukherjee-4701597/>
  8. "Draupadi Murmu Jharkhand Guv". New Indian Express. મેળવેલ 2015-05-13.
  9. ૯.૦ ૯.૧ "દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતતા બન્યા આ પાંચ રેકોર્ડ, ભારતને મળ્યા સૌથી યુવા રાષ્ટ્રપતિ". zeenews.india.com. મેળવેલ 2022-07-27.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Political offices
પુરોગામી
સૈયદ અહેમદ
ઝારખંડના રાજ્યપાલ
૨૦૧૫–૨૦૨૧
અનુગામી
રમેશ બૈસ
પુરોગામી ભારતના રાષ્ટ્રપતિ
૨૦૨૨–વર્તમાન