લખાણ પર જાઓ

પ્રણવ મુખર્જી

વિકિપીડિયામાંથી
પ્રણવ મુખર્જી
প্রণব কুমার মুখার্জী
ભારતના રાષ્ટ્રપતિ
ભુતપૂર્વ
પદ પર
૨૫ જૂલાઈ, ૨૦૧૨ – ૨૫ જૂલાઈ, ૨૦૧૭
પ્રધાન મંત્રીમનમોહન સિંહ
નરેન્દ્ર મોદી
પુરોગામીપ્રતિભા પાટીલ
અનુગામીરામનાથ કોવિંદ
નાણાપ્રધાન
પદ પર
૨૪ જાન્યુઆરી ૨૦૦૯ – ૨૬ જૂન ૨૦૧૨
પ્રધાન મંત્રીમનમોહન સિંહ
પુરોગામીમનમોહન સિંહ
અનુગામીમનમોહન સિંહ
પદ પર
૧૫ જાન્યુઆરી ૧૯૮૨ – ૩૧ ડિસેમ્બર ૧૯૮૪
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
પુરોગામીરામસ્વામી વેંકટરામન
અનુગામીવિશ્વનાથ પ્રતાપ સિંહ
વિદેશમંત્રી
પદ પર
૧૦ ફેબ્રુઆરી ૧૯૯૫ – ૧૬ મે ૧૯૯૬
પ્રધાન મંત્રીનરસિમ્હા રાવ
પુરોગામીદિનેશ સિંઘ
અનુગામીઅટલ બિહારી બાજપાઈ
સંરક્ષણ મંત્રી
પદ પર
૨૨ મે ૨૦૦૪ – ૨૬ ઓક્ટોબર ૨૦૦૬
પ્રધાન મંત્રીમનમોહન સિંહ
પુરોગામીGeorge Fernandes
અનુગામીArackaparambil Kurien Antony
Deputy Chairperson of the Planning Commission
પદ પર
૨૪ જૂન ૧૯૯૧ – ૧૫ મે ૧૯૯૬
પ્રધાન મંત્રીNarasimha Rao
પુરોગામીમોહન ધારિયા
અનુગામીમધુ દંડવતે
અંગત વિગતો
જન્મ
પ્રણવ કુમાર મુખર્જી

૧૧ ડિસેમ્બર, ૧૯૩૫
Mirati, British India
(now India)
મૃત્યુ૩૧ ઓગસ્ટ ૨૦૨૦
નવી દિલ્હી, ભારત
રાજકીય પક્ષIndian National Congress (Before 1986; 1989–2020)
Rashtriya Samajwadi Congress (1986–1989)
અન્ય રાજકીય
જોડાણો
United Front (1996–2004)
United Progressive Alliance (2004–present)
જીવનસાથીસુવ્રા મુખર્જી (જ.૧૯૫૭ – અ. 2015)
સંતાનોશર્મિષ્ઠા
અભિજીત
ઈન્દ્રજીત
માતૃ શિક્ષણસંસ્થાયુનિવર્સિટી ઓફ કલકત્તા
પુરસ્કારોપદ્મવિભૂષણ (૨૦૦૮), ભારત રત્ન
Presidential styles of
પ્રણવ મુખર્જી
Reference styleમહામહિમ પ્રણવ મુખર્જી, પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ
Spoken styleરાષ્ટ્રપતિ મુખર્જી
Alternative styleશ્રીમાન રાષ્ટ્રપતિ

પ્રણવ કુમાર મુખર્જી; (બંગાળી: প্রণব কুমার মুখোপাধ্যায়) (૧૧ ડિસેમ્બર ૧૯૩૫ - ૩૧ ઓગસ્ટ ૨૦૨૦) પશ્ચિમ બંગાળ, ભારત)ના ૧૩માં રાષ્ટ્રપતિ હતા. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને ૨૦૧૨ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા ૨૨ જૂલાઈ, ૨૦૧૨ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા.[૧][૨][૩] [૪]

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા અગાઉ તેઓ નાણાં પ્રધાન [૫][૬] તથા વર્તમાન (15મી) લોકસભા[૭] (ભારતીય સંસદનું નીચલું ગૃહ)ના નેતા હતા અને, કોંગ્રેસ પક્ષમાં નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી (CWC))ના, સભ્ય હતા.[૮]

અંગત જીવન[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

પ્રણવ મુખર્જી પશ્ચિમ બંગાળના, બિરભુમ જિલ્લાના, કિર્નાહર નગરની નજીક આવેલા મિરાતી ગામે, કામદા કિંકર મુખર્જી અને રાજલક્ષ્મી મુખર્જીને ત્યાં જન્મ્યા હતા. તેમના પિતા 1920થી કોંગ્રેસ પક્ષમાં સક્રિય હતા, તેઓ (એઆઈસીસી(AICC)), અને પશ્ચિમ બંગાળ વિધાન પરિષદ (1952-64)ના સભ્ય હતા, અને જિલ્લા કોંગ્રેસ સમિતિ, બિરભુમ (WB)ના, પ્રમુખ હતા.[૯] તેમના પિતા માનનીય સ્વાતંત્ર્ય સેનાની પણ હતા અને 10 વર્ષો કરતાં વધુ વર્ષ સુધી જેલમાં પણ રહ્યા હતા. પ્રણવ મુખર્જીએ સુરી (બિરભુમ)માં આવેલા, સુરી વિદ્યાસાગર કૉલેજમાં અભ્યાસ કર્યો હતો, બાદમાં કોલકાતા યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો હતો.

શિક્ષણ[ફેરફાર કરો]

તેમણે ઇતિહાસ અને સમાજ વિજ્ઞાનમાં કલાની સ્નાતકોત્તર પદવીઓ અને કલકત્તા યુનિવર્સિટીમાંથી કાયદાની પદવી મેળવી હતી. તેઓ યુનિ.ઓફ વોલ્વૅરહેમ્પટન અને આસામ યુનિવર્સિટીની માનદ ડિ. લિટ (D. Litt)ની ઉપાધિ પણ ધરાવતા હતા.[૧૦][૧૧]

અંગત જીવન[ફેરફાર કરો]

પ્રણવ મુખર્જીએ જુલાઈ 13, 1957ના રોજ સુવ્રા મુખર્જી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, અભિજિત (જે પ્રથમવાર 2011માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે) અને સુરોજીત અને પુત્રી શર્મીષ્ઠા છે. તેમના શોખ વાંચન, બાગકામ અને સંગીત હતા.

વ્યવસાયી પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

પ્રણવ મુખર્જીએ તેમની કારકીર્દિની શરૂઆત મહાવિદ્યાલય-શિક્ષક તરીકે શરૂ કરી અને બાદમાં પત્રકાર તરીકે. તેમણે જાણીતા બંગાળી પ્રકાશન દેશેર ડાક (માતૃભૂમિનો સાદ) માટે કામ કર્યું. તેઓ બંગિયા સાહિત્ય પરિષદના ટ્રસ્ટી પણ બન્યા અને બાદમાં નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનના પ્રમુખ બન્યા.[૧૨]

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

લગભગ 5 દાયકાઓની તેમની સંસદીય કારકિર્દી છે, જે 1969માં કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્ય સભા(ઉપલું ગૃહ)ના સભ્ય તરીકે શરૂ થઈ હતી; તેઓ 1975, 1981,1993 અને 1999માં ફરી ચૂંટાયા હતા.1973માં, તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક વિકાસ નાયબ પ્રધાન તરીકે પ્રધાનમંડળમાં જોડાયા હતા. 1982થી 1984 સુધી ભારતના નાણાં પ્રધાન બનવા માટે તેઓ પ્રધાનમંડળમાં પદોની હારમાળામાંથી પસાર થયા.[૧૩] 1984માં, યુરોમની સામયિકના સર્વેક્ષણ મુજબ તેઓ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ નાણાં પ્રધાન તરીકે મૂલવાયા હતા.[૧૪][૧૫] આઈએમએફ (IMF) લોનનો US$ 1.1 બિલિયનનો છેલ્લો હપતો ન ઉપાડવા માટે તેમના કાર્યકાળની નોંધ લેવાઈ હતી. પ્રણવના નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ડૉ. મનમોહન સિંઘ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપતા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી તરત યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ, પ્રધાનમંડળમાં તેમનો સમાવેશ ન કરાતા, તેઓ રાજીવ ગાંધીની જૂથબંધીનો ભોગ બન્યા હતા. તેઓ ટૂંકા ગાળા માટે કોંગ્રેસ પક્ષમાંથી બહાર ધકેલી દેવાયા હતા, અને તે સમય દરમિયાન તેમણે પોતાના રાજકીય પક્ષ રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસની રચના કરી, પરંતુ બાદમાં રાજીવ ગાંધી સાથે સમજૂતી થયા બાદ 1989માં તેમનો પક્ષ કોંગ્રેસમાં ભળી ગયો.[૧૬] તેમની રાજકીય કારકિર્દી ફરી ચેતનવંતી થઈ જ્યારે પી. વી. નરસિંહા રાવે તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે અને બાદમાં કેન્દ્રીય પ્રધાનમંડળના પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાવના પ્રધાનમંડળમાં પ્રથમ વાર તેમણે 1995થી 1996 સુધી વિદેશી બાબતોના પ્રધાન તરીકે સેવા આપી. 1997માં તેમને શ્રેષ્ઠ સંસદ સભ્ય તરીકે મત મળ્યા હતા.

1985 સુધી તેઓ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ પણ હતા. પરંતુ જુલાઈ, 2010માં કામના ભારણને કારણે તેમણે રાજીનામું આપ્યું અને તેમના બાદ હવે માનસ ભુનિઆ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ છે. 2004માં, જ્યારે કોંગ્રેસે ગઠબંધનના મથાળા પર સરકાર રચી, ત્યારે નવી કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન સિંઘ એક માત્ર રાજ્ય સભાના સાંસદ હતા. તેથી જ્યારે પ્રણવ મુખર્જી પ્રથમ વાર જાંગીપુર (લોકસભા બેઠક)થી લોક સભા ચૂંટણી જીત્યા, ત્યારે પ્રણવ લોક સભામાં ગૃહના નેતા બનાવાયા. સંરક્ષણ, નાણાં, વિદેશી બાબતો, મહેસૂલ, શિપિંગ, પરિવહન, દૂરસંચાર, આર્થિક બાબતો, વેપાર અને ઉદ્યોગ સહિત તેમની પાસે વિવિધ હાઇ પ્રોફાઇલ મંત્રાલયોમાં પ્રધાન રહ્યા હોવાની શ્રેષ્ઠતા પણ છે, તેઓ લોક સભામાં ગૃહના નેતા હોવા ઉપરાંત બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં વડાપ્રધાન મનમોહન સિંઘના પ્રધાનમંડળમાં કેન્દ્રીય નાણાં પ્રધાન તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષ અને કોંગ્રેસ ધારાકીય પક્ષ કે જેમાં કોંગ્રેસના દેશભરના તમામ સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ થાય છે તેના અધ્યક્ષ છે. વડાપ્રધાને બાય-પાસ શસ્ત્રક્રિયા કરાવી ત્યારે વિદેશી બાબતોના કેન્દ્રીય પ્રધાન હોવા ઉપરાંત પ્રણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિના અધ્યક્ષ અને નાણાં મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન તરીકેનો વધારાનો હોદ્દો સંભાળી લોકસભા ચૂંટણીઓ પહેલા પ્રધાનમંડળના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી.

વિવાદો[ફેરફાર કરો]

પ્રણવ મુખર્જી શ્રીમતી ગાંધીના પ્રધાનમંડળમાં કુખ્યાત કટોકટી દરમિયાન પ્રધાન હતા અને ઘણા લોકો દ્વારા કેટલીક અતિશયોક્તિઓ માટે વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવાયા હતા.[૧૭].તેમને શાહ પંચ સમક્ષ હાજર થવા હુકમ કરાયો હતો, પરંતુ શ્રીમતી ગાંધીની આગેવાનીને અનુસરી તેમણે પંચ સમક્ષ હાજર થવાની ના પાડી. તેમની વિરુદ્ધમાં પોલીસ કેસ દાખલ કરાયો હતો, જે બાદમાં જ્યારે શ્રીમતી ગાંધી સત્તામાં આવ્યા ત્યારે પાછો ખેંચી લેવાયો હતો.તસ્લીમા નસરીને ભારત છોડવું પડે, એટલી હદે તેમના માટે પરિસ્થિતિઓ મુશ્કેલ બનાવવા માટે પણ પ્રણવની ભૂમિકાની ટીકા થઈ હતી.[૧૮]વર્તમાન સમયમાં ભારતીય જનતા પક્ષની સત્તાવાળા રાજ્ય, ગુજરાતમાં, રોકાણ કરે તેવી બેંકોને ધમકાવવાનો આરોપ પણ તેમના પર છે.[૧૯]

આંતરરાષ્ટ્રીય ભૂમિકા[ફેરફાર કરો]

મુખર્જી અને યુએસ (US) વિદેશ પ્રધાન કોન્ડોલીઝા રાઇસે ઑક્ટોબર 10, 2008ના રોજ કલમ 123 કરાર પર હસ્તાક્ષર કર્યા. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના બૉર્ડ ઓફ ગર્વનર્સના સભ્ય પણ રહી ચૂક્યા છે. 1984માં, તેમણે આઈએમએફ (IMF) અને વિશ્વ બેંક સાથે જોડાયેલા 24ના સમૂહની અધ્યક્ષતા કરી હતી. મે અને નવેમ્બર 1995ની વચ્ચે, તેમણે સાર્ક (SAARC) દેશોના પ્રધાનોની સમૂહ પરિષદની આગેવાની પણ કરી હતી.[૨૦]

રાજકીય પક્ષમાં ભૂમિકા[ફેરફાર કરો]

પક્ષના સામાજિક વર્તુળોમાં મુખર્જી ખૂબ જ માનનીય છે.[૨૧] અન્ય માધ્યમો તેમને “વિલક્ષણ સ્મરણશક્તિ ધરાવનારા અને ટકી રહેવાની અખૂટ સહજતા ધરાવતા, અસંખ્ય ગણતરીઓ કરી શકનારા રાજનીતિજ્ઞ તરીકે” વર્ણવે છે.[૨૨]

સોનિયા ગાંધી અનિચ્છાએ રાજકારણમાં જોડાવા સંમત થયા ત્યાર બાદ, પ્રણવ મુખર્જી તેમના મુખ્ય માર્ગદર્શકોમાંના એક હતા, પ્રણવ સોનિયા ગાંધીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમના સાસુ, ઈન્દિરા ગાંધી હોય તો શું કરે તેના ઉદાહરણો સાથે માર્ગદર્શન આપતા.[૨૩] મુખર્જીની અમોઘ નિષ્ઠા અને ક્ષમતાએ તેમને સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સાથે ઘનિષ્ઠ કર્યા, અને 2004માં જ્યારે પક્ષ સત્તામાં આવ્યો ત્યારે તેમને સંરક્ષણ પ્રધાનનું પદ મેળવવામાં મદદ મળી.1991થી 1996 સુધી તેમની પાસે, આયોજન પંચના ઉપાધ્યક્ષનું પદ પણ હતું. 2005ની શરૂઆતમાં પેટંટ સુધારા વિધેયક માટેની વાટાઘાટો દરમિયાન તેમની પ્રતિભા દેખીતી હતી. કોંગ્રેસ આઈપી (IP) વિધેયક પસાર કરવા માટે પ્રતિબદ્ધ હતી, પરંતુ ડાબેરી મોરચામાંના તેમના યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સના સાથીઓની, બૌદ્ધિક સંપત્તિની કેટલીક એકાધિકાર બાજુઓનો વિરોધ કરવાની લાંબી પરંપરા હતી. સંરક્ષણ પ્રધાન તરીકે, પ્રણવ મુખર્જી, ઔપચારિક રીતે સંબંધિત નહોતા પરંતુ તેમની વાટાઘાટો કરવાની આવડતને કારણે તેમની મદદ લેવાઈ હતી. તેમણે સીપીઆઈ-એમ (CPI-M) નેતા જ્યોતિ બાસુ સહિત ઘણા જૂના સાથીઓને આકર્ષિત કર્યા, અને નવા મધ્યસ્થ પદોની રચના કરી, જેમાં ચીજવસ્તુઓની પેટંટનો સમાવેશ અને અન્ય થોડી ચીજોનો સમાવેશ થતો હતો. ત્યાર બાદ તેમણે વાણિજ્ય પ્રધાન કમલ નાથ સહિત પોતાના જ સહકર્મચારીઓને રાજી કરવાવાના હતા, એક સમયે એમ કહીનેઃ “કાયદો ન હોવા કરતાં અપૂર્ણ કાયદો હોવો વધુ યોગ્ય છે”[૨૪] આખરે માર્ચ 23, 2005ના રોજ વિધેયક મંજૂર કરાયું હતુ.

ભ્રષ્ટાચાર અંગેનું વલણ[ફેરફાર કરો]

1998માં rediff.com (રેડિફ.કોમ) સાથેની એક મુલાકાતમાં તેમને કોંગ્રેસ સરકારની તકવાદી નીતિ અંગે પૂછવામાં આવ્યું હતું, આ સમયે તેઓ વિદેશ પ્રધાન હતા.

તેમનો જવાબ હતો:

ભ્રષ્ટાચાર એક મુદ્દો છે. અમે જાહેરનામામાં આ સાથે વ્યવહાર કર્યો છે. પરંતુ હું દિલગીરી સાથે કહું છું કે આ કૌભાંડો માત્ર કોંગ્રેસ કે કોંગ્રેસ સરકારે જ કર્યા છે એવું નથી. ઘણા બીજા કૌભાંડો પણ થયા છે. જુદા જુદા પક્ષોના વિવિધ નેતાઓ તેમાં સંડોવાયેલા છે.આથી બહુ સરળતાથી કહેવામાં આવે છે કોંગ્રેસ સરકાર આ કૌભાંડોમાં સંડોવાયેલી હતી.[૨૫]

વિદેશ પ્રધાન: ઓક્ટોબર 2006[ફેરફાર કરો]

2008માં યુએસ (US) પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ સાથે પ્રણવ મુખર્જી

24 ઓક્ટોબર, 2006માં તેમને ભારતના વિદેશ પ્રધાન તરીકે નીમવામાં આવ્યા. દક્ષિણના રાજ્ય કેરળના પૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ રાજકારણી એ. કે. એન્ટોનીને સંરક્ષણ મંત્રાયલમાં ફેરબદલ થતા તેમને આ સ્થાને મૂકવામાં આવ્યા.મોટા ભાગના ભારતીય વૈધાનિક પ્રમુખ પદો માટે પ્રણવ મુખર્જીની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તેમનું નામ અનેક વાર પડતુ મૂકવામાં આવ્યું, કારણ કે કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમના પ્રદાનને વ્યવહારુ અપરિહાર્ય (ટાળી ન શકાય તેવું) ગણવામાં આવ્યું. મુખર્જીની વર્તમાન ઉપલબ્ધીઓ જોઈએ તો, ભારત-યુએસ (US) વચ્ચેના પરમાણુ કરાર પર સફળતાપૂર્વક હસ્તાક્ષર, જેમાં યુએસ (US) સરકાર અને પરમાણુ પુરવઠા જૂથો પણ સામેલ હતા, જે પરમાણુ બીન-અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહિ કરીને, ભારતને નાગરિક પરમાણુ વેપારની પરવાનગી આપે છે. 2007માં તેમને ભારતના બીજા સૌથી મોટા સન્માન પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા.

નાણાં પ્રધાન[ફેરફાર કરો]

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા ખાતેની પ્રાદેશિક પ્રતિનિધિઓની બેઠકમાં ભારતના નાણાં પ્રધાન તરીકે પ્રણવ મુખર્જીનું સંબોધન

મનમોહિન સિંઘની બીજી સરકારમાં શ્રીમાન મુખર્જી ભારતના નાણાં પ્રધાન બન્યા, અગાઉ 1980માં તેઓ આ પદ સંભાળી ચૂક્યા હતા. જુલાઈ 6, 2009 એ તેમણે સરકારનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે ઘણા કરમાં સુધારો કરવાની જાહેરાત કરી જેમ કે અવરોધરૂપ ફ્રિંજ બેનિફિટ ટેક્સ (નિયત કરેલા પગાર ઉપરાંત મળતો આનુષંગિક લાભનો કર), ચીજ વસ્તુઓના વ્યવહારના કર. તેમણે જાહેરાત કરી કે વસ્તુઓ અને સેવા પરના વેરા અંગેના સુધારા સંદર્ભે નાણા મંત્રાલય યોગ્ય માર્ગે જ હતું, આ વેરા માટે મોટા ભાગના કંપની અધિકારીઓ અને અર્થશાસ્ત્રીઓ દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી. તેમણે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટેના ભંડોળને પણ વિસ્તાર્યું, જેમ કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાયદો, છોકરીઓ માટેની સાક્ષરતા અને આરોગ્ય ક્ષેત્ર. વધુમાં તેમણે માળખાકીય કાર્યક્રમો જેવા કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ કાર્યક્રમ, વીજળીનો વ્યાપ વિસ્તાર અને જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ અભિયાન. જોકે ઘણા લોકોએ તેમના સમયમાં વધતી રાજકોષિય ખાદ્ય વિષે પણ ધ્યાન દોર્યું, જે 1991માં સૌથી વધુ રહી હતી. શ્રીમાન મુખર્જીએ જણાવ્યું હતું કે, સરકારી ખર્ચમાં વધારો એ અસ્થાયી ધોરણે હતો, વધુમાં તેમણે કહ્યું કે સરકાર રાજકોષિય ખાદ્યને નાથવા માટે કટિબદ્ધ હતી. તેમણે 2009માં ભારતનું કેન્દ્રીય અંદાજપત્ર પણ રજૂ કર્યું, આ સાથે 2010નું કેન્દ્રીય અંદાજપત્ર પણ.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Pranab Mukherjee wins Presidential elections". Outlook India. 22 July 2012. મૂળ માંથી 23 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 July 2012. Check date values in: |archive-date= (મદદ)
 2. "It's official, Pranab Mukherjee set to become President of India". Indian Express. 22 July 2012. મેળવેલ 22 July 2012.
 3. "Live blog NDTV". NDTV. 22 July 2012. મૂળ માંથી 25 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 July 2012. Check date values in: |archive-date= (મદદ)
 4. "Pranab Mukherjee elected India's 13th President". 23 July 2012.
 5. "Cabinet Ministers". Council of Ministers-Who's Who-Government: National Portal of India. મેળવેલ 2010-03-29.
 6. "Brief profile of Pranab Mukherjee". Webpage of Ministry of Finance, Government of India. મેળવેલ 2010-03-29.
 7. "15th Lok Sabha (18 May 2009-)". Webpage of the Lok Sabha. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-29.
 8. "Congress Working Committee". Webpage of the All India Congress Committee. મૂળ માંથી 2012-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-29.
 9. પ્રોફાઇલ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૦૯ ના રોજ વેબેક મશિન વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર
 10. "Honorary doctorate for Pranab from UK university". The Hindu. May 27 2011. મેળવેલ 13 June 2011. Check date values in: |date= (મદદ)
 11. "Small price for big prize". Telegraph India. 15 July 2012. મેળવેલ 22 July 2012.
 12. "FM Pranab's first priority: Presenting budget 09-10 (page3)". Indian Express. May 23, 2009. મૂળ માંથી 2009-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-23.
 13. "The tallest short man". Sumit Mitra. The Hindustan Times, February 26, 2010. મૂળ માંથી 2010-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-27.
 14. "The Pranab Mukherjee Budget". Sanjaya Baru. Business Standard, February 22, 2010. મેળવેલ 2010-08-05.
 15. પ્રોફાઇલ calcuttayellowpages.com પરથી
 16. "FM Pranab's first priority: Presenting budget 09-10". Indian Express. May 23, 2009. મૂળ માંથી 2009-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-23.
 17. ઇન્ડિયન એક્સપ્રેસ- 4 જુલાઈ, 2000ના રોજ પ્રકાશિત સમાધિ લેખ છતાં કેવી રીતે તેમણે શાહ પંચનો અહેવાલ દફનાવી દીધો.
 18. તસલીમાએ પ્રણવને બંધનમાં મૂક્યા સંગ્રહિત ૨૦૧૧-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન ટાઇમ્સ ઓફ ઇન્ડિયા - ફેબ્રુઆરી 18, 2008
 19. વાઇબ્રન્ટ ગુજરાતને પ્રોત્સાહન આપો, બેંકોને કહ્યું ગવર્નન્સ નાઉ - જાન્યુઆરી 15, 2011
 20. ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીસ (આઈડીએસએ) વહીવટી સમિતિ જીવનચરિત્ર સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૬ ના રોજ વેબેક મશિન
 21. "India's new foreign minister Mukherjee: a respected party veteran". Agence France-Presse. 24 October 2006. મૂળ માંથી 2009-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-09.
 22. "India gets new foreign minister". BBC News. 4 October 2006. મેળવેલ 2007-04-09.
 23. GK Gokhale (19 April 2004). "Why is Dr. Singh Sonia's choice?". rediff.com. મેળવેલ 2007-04-09.
 24. Aditi Phadnis (29 March 2005). "Pranab: The master manager". rediff.com. મેળવેલ 2007-04-09.
 25. Rajesh Ramachandran (10 January 1998). "The BJP's new-found secularism is a reckless exercise to hoodwink the people". rediff.com. મેળવેલ 2007-04-09.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]