ડિસેમ્બર ૧૧
Appearance
૧૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૧૬ – ઇન્ડિયાના યુ.એસ.નું ૧૯મું રાજ્ય બન્યું.
- ૧૯૦૧ – ગુગ્લિએલ્મો માર્કોની એ પોલ્ધુ, કોર્નવોલ, ઇંગ્લેન્ડથી સેન્ટ જ્હોન્સ, ન્યૂફાઉન્ડલેન્ડ માં પ્રથમ ટ્રાન્સએટલાન્ટિક રેડિયો સિગ્નલ પ્રસારિત કર્યું.
- ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ‘સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ કટોકટી ભંડોળ’ (યુનિસેફ)ની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૬૪ – ચે ગૂવેરાએ ન્યૂ યૉર્ક (શહેર)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું.
- ૧૯૭૨ – એપોલો ૧૭ ચંદ્ર પર ઉતરાણ કરનાર છઠ્ઠું અને અંતિમ યાન બન્યું.
- ૨૦૦૧ – ચીન વિશ્વ વ્યાપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન – ડબલ્યુટીઓ)માં જોડાયું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૧૩ – અમરસિંહ રાઠોડ, રાજપૂત ઉમરાવ (અ. ૧૬૪૪)
- ૧૮૮૨ – સુબ્રમણ્યમ ભારતી, ભારતીય કવિ (અ. ૧૯૨૧)
- ૧૯૧૫ – ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી, ગુજરાતીના કવિ અને પાજોદ રાજ્યના રાજવી (અ. ૨૦૦૮)
- ૧૯૨૨ – દિલીપ કુમાર, ભારતીય અભિનેતા
- ૧૯૩૧ – ઓશો રજનીશ, વિચારક (અ. ૧૯૯૦)
- ૧૯૩૫ – પ્રણવ મુખર્જી, ભારતીય પત્રકાર અને રાજકારણી, ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ (અ. ૨૦૨૦)
- ૧૯૬૯ – વિશ્વનાથ આનંદ, ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર, હાલના ચેસ વિશ્વવિજેતા
- ૧૯૮૨ – જિજ્ઞેશ મેવાણી, સામાજિક ચળવળકાર અને રાજકારણી
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૬૫ – અંબુભાઈ પુરાણી, ભારતીય લેખક (જ. ૧૮૯૪)
- ૧૯૮૭ – જી. એ. કુલકર્ણી, ભારતીય લેખક અને શિક્ષણાવિદ્ (જ. ૧૯૨૩)
- ૧૯૯૫ – સુશીલા ગણેશ માવળંકર, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૦૪)
- ૨૦૦૦ – શાઇસ્તા સુહરાવર્દી ઇકરામુલ્લાહ, પાકિસ્તાની રાજકારણી અને રાજદ્વારી (જ. ૧૯૧૫)
- ૨૦૦૪ – એમ. એસ. સુબ્બુલક્ષ્મી, કર્ણાટકી સંગીત ગાયિકા, ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર (જ. ૧૯૧૬)
- ૨૦૧૨ – રવિ શંકર, ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ (જ. ૧૯૨૦)
- ૨૦૧૫ – હેમા ઉપાધ્યાય, ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર (જ. ૧૯૭૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૫-૦૮-૩૦ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 11 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.