ઓક્ટોબર ૧૨

વિકિપીડિયામાંથી

૧૨ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૯૨ – ન્યૂ યૉર્ક શહેરમાં કોલંબસ ડેની પ્રથમ ઉજવણી કરવામાં આવી.
  • ૧૮૭૧ – ભારતમાં બ્રિટીશરોએ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અમલમાં મૂક્યો, જેમાં ઘણા સ્થાનિક સમુદાયોના નામ "ક્રિમિનલ ટ્રાઇબ્સ" રાખવામાં આવ્યા હતા.
  • ૧૯૦૧ – પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે સત્તાવાર રીતે "એક્ઝિક્યુટિવ મેન્શન"નું નામ બદલીને વ્હાઇટ હાઉસ કર્યું.
  • ૧૯૧૮ – મિનેસોટામાં જંગલમાં ભીષણ આગ લાગવાથી ૪૫૩ લોકોનાં મોત નીપજ્યાં.
  • ૧૯૬૮ – ઇક્વેટોરીયલ ગિની સ્પેનથી સ્વતંત્ર થયું.
  • ૧૯૭૯ – ટાયફૂન ટિપ અત્યાર સુધીમાં નોંધાયેલું સૌથી મોટું અને સૌથી તીવ્ર ઉષ્ણકટિબંધીય ચક્રવાત બન્યું.
  • ૧૯૯૯ – પરવેઝ મુશર્રફે લોહીયાળ બળવા દ્વારા નવાઝ શરીફ પાસેથી પાકિસ્તાનમાં સત્તા મેળવી.
  • ૧૯૯૯ – ભૂતપૂર્વ સ્વાયત્ત સોવિયેટ રિપબ્લિક ઓફ અબખાઝિયાએ જ્યોર્જિયાથી તેની સ્વતંત્રતા જાહેર કરી.
  • ૨૦૦૯ – ગુજરાતી વિકિપીડિયા ૧૦,૦૦૦ લેખો ધરાવતા વિકિપીડિયા પ્રકલ્પોની યાદીમાં સામેલ થયું.
  • ૨૦૧૯ – કેન્યાના એલિયડ કિપ્ચોગે વિયેનામાં ૧:૫૯:૪૦ના સમય સાથે બે કલાકથી પણ ઓછા સમયમાં મેરેથોન દોડનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૬૪ – કામિની રોય, બ્રિટિશ ભારતના પ્રથમ મહિલા સ્નાતક, બંગાળી કવિ, સામાજિક કાર્યકર અને નારીવાદી લેખિકા (અ. ૧૯૩૩)
  • ૧૮૮૮ – પેરિન કેપ્ટન, ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર અને દાદાભાઈ નવરોજીના પૌત્રી (અ. ૧૯૫૮)
  • ૧૯૧૧ – વિજય મર્ચંટ, ભારતીય ક્રિકેટર (અ. ૧૯૮૭)
  • ૧૯૩૧ – પદ્મા દેસાઈ, ભારતીય મૂળના અમેરિકન નાગરિકત્વ ધરાવતા, વિકાસ અર્થશાસ્ત્રી અને રશિયા-વિશેષજ્ઞ
  • ૧૯૩૫ – શિવરાજ પાટીલ, ભારતીય વકીલ અને રાજકારણી, પૂર્વ ભારતીય સંરક્ષણ મંત્રી
  • ૧૯૪૨ – રાજેન્દ્ર શુક્લ, ગુજરાતી કવિ
  • ૧૯૪૬ – અશોક માંકડ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૮)

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૬૭ – રામ મનોહર લોહિયા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા (જ. ૧૯૧૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • મુક્ત વિચાર દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]